શિર્ષક: રમતરમઅદે (રમત રમાદે) રામ કેપછી રઉપઈયઓ (રૂપિયો)
...વેદોમાં આવતા આ અંગેના ઉલ્લેખો અને પરવર્તી પ્રાચીન ગ્રંથોમાં કેટલાક એવા પ્રાચીન પ્રસંગો અને કથાઓના ઉલ્લેખો મળે છે કે જેના આધારે પ્રાકવૈદિક નારીની સામાજિક, પારિવારિક સ્થિતિનો ખ્યાલ આવે છે.
મહાભારતમાં શ્વેતકેતુના પિતા ઉદાલક ઋષિ અને માતાની એક પૂર્વકાલીન કથા મળે છે. એક સમયે શ્વેતકેતુની સમક્ષ તેના પિતાના સાંનિધ્યમાંથી કોઈ બ્રાહ્મણ તેની માતાનો હાથ પકડીને તેની સાથે આવવા કહ્યું. માતાને આ રીતે જતી જોઈને શ્વેતકેતુ અત્યંત ક્રોધિત થયો. પુત્રની આ પ્રતિક્રિયા જોઈને પિતા ઉદાલકે કહ્યું, 'હે પુત્ર ! તું ક્રોધ ન કર. આ તો પ્રાચીન ધર્મ છે. પૃથ્વી પર બધી સ્ત્રીઓ સ્વતંત્ર વિચરણ કરે છે. જેવી રીતે ગૌ વગેરે પશુઓ પોતાની જાતિમાં જયાં ઈચ્છે છે ત્યાં ચાલી જાય છે એવી રીતે પ્રજાઓ (જાતિઓ) માટે પણ કોઈ નિયમ નથી" (મહાભારત, આદિ પર્વ, ૧૨૨. ૧૩. ૧૪.).
આ કથાથી નિષ્કર્ષ નીકળે છે કે પ્રાગવૈદિકયુગમાં વિવાહ એક અનિવાર્ય સામાજિક સંસ્થા નહોતી. આ સમયે યૌન સંબંધોની દૃષ્ટિએ સ્ત્રી-પુરુષ મુક્તજીવન જીવતાં હતાં. આ સમયે જે સ્ત્રી-પુરુષ લગ્નજીવન વ્યતીત કરતાં હતાં, તેઓ પણ સ્ત્રીઓના સ્વચ્છંદ અને મુક્ત વિચરણને એક પ્રાચીન પ્રથા રૂપે સ્વીકારતાં હતાં. આ પ્રસંગ દર્શાવે છે કે તત્કાલીન સમાજમાં સ્ત્રી સર્વ રીતે સ્વતંત્ર હતી અને પરિવારમાં માતાની સત્તા સર્વોપરી ગણાતી હોવાથી આ બાબતો માતૃસત્તાક સમાજવ્યવસ્થાના નિર્દેશો આપે છે.
ગૃહસ્થજીવન અને સમાજજીવનમાં જે સ્થાન, માન-પાન પતિનું છે એટલું જ પત્નીનું છે એવો સમાનતાવાદી દૃષ્ટિકોણ પૂર્વ વૈદિકયુગના સમાજનો હતો. આથી ઋગ્વેદકાલીન સામાજિક પરંપરાઓમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું ઊંચું હતું. સ્ત્રી સ્વતંત્ર અને મુક્ત હતી. અનેક દૃષ્ટિથી સ્ત્રીઓ પુરુષોની સમકક્ષ હતી. શિક્ષણ, ધર્મ, વ્યક્તિત્વ અને સામાજિક વિકાસમાં તેમનું મહાન યોગદાન હતું. નવવધૂ ગૃહની સમ્રાજ્ઞી હતી. તે પતિના દરેક કાર્યમાં સહયોગ આપતી હતી. તે પતિ સાથે મળીને ગૃહનાં ‘યાજ્ઞિક કાર્ય’ સંપન્ન કરતી હતી (ઋગ્વેદ, ૧,૭૨,૫). સ્ત્રીઓનો ઉપનયન સંસ્કાર થતો હતો. ગૃહકાર્ય જેવાં કે કાંતણ, વણાટ, ભોજન, શિક્ષણની સાથે સાથે નૃત્ય, ગાયન, સંગીત, વાઘ જેવી લલિતકલાઓમાં પારંગત થતી હતી. સૌથી વિશેષ બાબત તો એ હતી કે કન્યાઓને વૈદિક શિક્ષણ આપવામાં આવતું હતું. આથી તેઓ વિદુષી બનીને અધ્યાપિકાઓ-ઋષિકાઓ બનતી હતી. કેટલીક બ્રહ્મવાદિની વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની અનેક ઋચાઓની રચના કરી હતી. તેમાં ઘોષા, વાચ્(વાચા), અપાલા, લોપામુદ્રા, રોમશા વગેરેનાં નામ સર્વવિદિત છે. એમની કૃતિઓમાં બ્રહ્મતત્ત્વના ઊંડા જ્ઞાન કરતાં વિવિધ દેવોની સ્તુતિ અને જીવનનાં સ્વકીય સુખદુઃખનાં ગાન વિશેષ દેખાય છે. ઘોષા ઋગ્વેદના દશમ મંડળના ૩૯ અને ૪૦ એમ બે સૂક્તોના ૨૮ મંત્રોની રચયિતા મનાય છે. વાચા ઋગ્વેદના દશમ મંડળના 'દેવીસૂક્ત'ની ઉદ્ગાત્રી છે. અપાલા ઋગ્વેદના આઠમા મંડળના ૯૧મા સૂક્તના ૭ મંત્રોની, લોપામુદ્રા ઋગ્વેદના બે મંત્રોની અને રોમશા ઋગ્વેદના એક મંત્રની દ્રષ્ટા મનાય છે. “ભાવયવ્ય રાજાની પત્ની તરીકે નિર્દેશાયેલ રોમશા તેના એક જ મંત્ર(૧-૧૧૬-૭)માં પોતાના રતિ-સુલભ યૌવનનો આનંદ વ્યક્ત કરે છે. પતિને 'પોતે યુવાન છે' એમ કહીને નિકટતા અનુભવવા કહે છે. ઋગ્વેદ જેવા ધર્મગ્રંથમાંયે બ્રહ્મવાદિનીઓ તરીકે પંકાયેલી નારીઓમાં આવી સ્ત્રીસહજ કામના અને વાસનાની નિખાલસ અભિવ્યક્તિઓને તિરસ્કારવામાં આવી નથી, બલ્કે તેમને પણ સ્થાન અપાયું છે, એ નોંધપાત્ર છે. "
સ્ત્રી સહજ કામના અને વાસનાનો સહજ સ્વીકાર અને નિખાલસ અભિવ્યક્તિઓ ભીલ સમાજમાં પ્રચલિત ગોઠિયા-ગોઠણ(પ્રેમી-પ્રેમિકા)ના પ્રણયગીતોમાં પણ માણી શકાય છે. વળી ગોઠિયા જેવાં પ્રણયગીતોની રચિયતા તો સ્વયં સ્ત્રીઓ (તરુણીઓ) જ હોય છે. તે હૃદયમાં ઊગતા પ્રણય ભાવોને મુક્ત કંઠે સમાજ સામે કોઈ પણ પ્રકારના વ્યક્તિગત કે સામાજિક છોછ વિના ગીત અને નૃત્ય દ્વારા વ્યક્ત કરે છે. આથી પુરાકથા અને લોકમહાકાવ્ય જેવા દીર્ઘ સ્વરૂપની રચનામાં સ્ત્રીઓની ભાગીદારી હશે અને બેઠોર કથાગીતોની ગાયિકા તો સ્ત્રીઓ એકલી જ હોય છે તેથી આવાં દીર્ઘ કથાકાવ્યો પૂર્વકાળમાં સ્ત્રીઓએ સ્વતંત્ર રીતે પણ રચ્યાં હશે જ એવું અનુમાન સહેજે થઈ શકે તેમ છે. આદિવાસી સાહિત્યમાં પિતૃસત્તાક સમાજના આદર્શો, ખ્યાલો અને માન્યતાઓના પ્રભાવ વિના સ્ત્રીના વ્યક્તિત્વનો સહજ નિખાર આવ્યો છે તેનું મહત્ત્વનું કારણ પૂર્વ વૈદિક સમાજની જેમ સ્ત્રીની સાહિત્ય અને જીવનમાં સહભાગિતા છે. ભીલસમાજ જીવનમાં જન્મથી આરંભી લગ્ન અને મૃત્યુ સુધીની સામાજિક, ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં સ્ત્રી-પુરુષની ભાગીદારી દર્શનીય હોય છે.
ભીલ આદિવાસીઓ અત્યારે તો પિતૃસત્તાક સમાજવ્યવસ્થા ધરાવે છે. આમ છતાં ભીલ સમાજમાં પ્રવર્તમાન કેટલીક જીવનરીતિઓ : જેવી કે લગ્નપૂર્વે ગોઠિયા-ગોઠણ (પ્રેમી-પ્રેમિકા) બની જાતીય સંબંધો સ્થાપવા અને અન્યનું બાળક હોય તો પણ ભાવિ પતિએ કોઈ પણ પ્રકારના સામાજિક છોછ વિના તેનો સ્વીકાર કરવો, વિધવા થયેલી સ્ત્રીએ એ જ ઘેર બીજો પતિ લાવવો અને સામાજિક ગૌરવ પ્રાપ્ત કરવું અને મહામાર્ગી પાટ સમયે સ્ત્રીને ગુરુના સ્થાને સ્થાપવી તથા તેનો આદેશ સભાએ માનવો વગેરે સામાજિક-ધાર્મિક બાબતો એક કાળે આ સમાજ માતૃસત્તાક હતો તેના આધાર આપે છે. ભીલ કે આર્યેતર સમાજની આ સામાજિક- ધાર્મિક બાબતોએ પાસે વસતા પૂર્વ વૈદિક આર્ય સમાજ પર પણ પ્રભાવ પાડયો હોવાની સંભાવના છે. આ જીવનરીતિમાંથી જ ભીલોના મોટા ભાગના લોકસાહિત્યે સ્વરૂપો ધર્યાં છે તેની વિગતે ચર્ચા ભીલ આદિવાસી સમાજ પ્રકરણમાં કરી છે....
આદિવાસી લોકવિધા શાસ્ત્ર નું પ્રકરણ "આદીવાસી લોકવિદ્યા - લોકસાહિત્યની પૂર્વ ભૂમિકા" પાના 29, 30, 31
ભગવાનદાસ પટેલ લેખક.. 2022 પ્રથમ આવૃત્તિ
મારી વાત...
જ્યારે આ પ્રકારની વાત જોવા જાણવા મળે તો એક પ્રથમ સંદેશામાં ગમી જાય પરંતુ એની પાછળની નકરી ભયંકર વાસ્તવિકતાનું જો લેવલ જોવા જાવ તો એ જર અને જરા પ્રકૃતિનો જે સંઘ હોય છે, એ આખેઆખો અલગ અલગ રીતે અલગ અલગ કુંડળમાં અથવા તો ગ્રુપની અંદર એ વિવિધ નરનારીને છેતરામણી રીતે રાખી અને એ લોકોના ઘર પરિવારને તબાહ કરતો એક એવો સમુદાય, ચોક્કસ રીતે આખા વિશ્વમાં વ્યાપ્ત છે જ અને એ જ જ્યારે તમારી આંખ સાથે મન:ચક્ષુ થી જોડાય, તે વખતે તેના કે તેમના વિચારોમાં જો તમે એની અંદર દૂર સુધી ઊંડા રહી જાવ, તો તમે તમારા ઘર પરિવારને પણ નામશેષ કરી શકો, એવી ગોઠવણ આખા પ્રકરણમાં સમાયેલી છે..
માત્ર તમારે સમજવું જ પડે, કે તમે એક આર્ય સંસ્કૃતિને સાચવતા અને ઓળખાણ આપતા સનાતન ધર્મની અંદર, ચોક્કસ રીતે તમે તમારા ક્ષેત્રમાં, તમારા પરિવાર સાથે, દાંપત્ય સહ માધુર્ય માં બાળકો સાથે ધર્મનું પાલન કરી રહ્યા છો...
બાકી વાયુપુરાણની અંદર તો જે વખતે વ્યાસ મુનિને પોપટ્ટી ઉપર દિલ આવ્યું અને પોપટ્ટીની (મેના)થી એમને ક્રિડા થી શુકદેવ નામનો બાળક થયો એવો પણ ઉલ્લેખ છે.. એ સિવાય તમે જુઓ તો વાયુપુરાણ ની અંદર તો કાનની અંદર પુરુષનું વીર્ય લઈ અને સમગ્ર પરિસ્થિતિને વાયવ્ય સંહિતામાં નીચોડ આપવાની જે વાત છે તેની અંદર મનુષ્યત્વ પોતાનું અંદરનું ઔચિત્ય ગુમાવી શકે એવી પણ વાતો આવેલી છે.. જેને લોકો સનેપાત તરીકે ઓળખવામાં આવે છે અને માનસિક રોગોના લક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે.. શાબરી અને શાંભવી મુદ્રા ના પડઘમ વિશિષ્ટ છે જ...
ક્ષેત્ર અને ક્ષેત્રના વિન્યાસની અંદર જે રીતે ધર્મના મુદ્દે કોઈપણ ધર્મની અંદર સ્ત્રી અને પુરુષના દાંપત્ય જીવનનો પાયો જે રીતે મજબૂત કરવામાં આવ્યો છે, તે સાચે જ કાબીલે તારીફ છે અને આપણે એની પેટન્ટ ન કરાવનાર તે પરમ ઋષિ ને સત્ત ગુરુ ના સાનિધ્યમાં નમન કરીને એટલું જ કહી શકે કે, "પ્રભુ તમારો ખુબ ખુબ આભાર, કે અમને દાંપત્ય જીવનમાં (સહ ધર્મ)ચારણી અથવા તો પતિ તરીકે જે દર્શ થાય છે કે થયા છે અથવા તો નિર્દેશિત પુરુષ અને સ્ત્રી છે તેમના દાંપત્યજીવનને ટકી રહે એવા લાંબા ગાળાના આશીર્વાદ સમગ્ર પૃથ્વી ઉપર વરસાવ...
અને એ વાત સાચી જ છે કે જો દાંપત્ય જીવન જેટલું મજબૂત તેટલી તમારી આવનારી નવી પેઢી પણ મજબૂત અને એ એના પોતાના પગ ઉપર ઉભી રહી અને વિશ્વની અંદર પોતાના દેશનું નામ કરી શકે..
મહાભારતમાં શ્વેતકેતુના પિતા ઉદાલક ઋષિ અને માતાની એક પૂર્વકાલીન કથા મળે છે. એક સમયે શ્વેતકેતુની સમક્ષ તેના પિતાના સાંનિધ્યમાંથી કોઈ બ્રાહ્મણ તેની માતાનો હાથ પકડીને તેની સાથે આવવા કહ્યું. માતાને આ રીતે જતી જોઈને શ્વેતકેતુ અત્યંત ક્રોધિત થયો. પુત્રની આ પ્રતિક્રિયા જોઈને પિતા ઉદાલકે કહ્યું, 'હે પુત્ર ! તું ક્રોધ ન કર. આ તો પ્રાચીન ધર્મ છે. પૃથ્વી પર બધી સ્ત્રીઓ સ્વતંત્ર વિચરણ કરે છે. જેવી રીતે ગૌ વગેરે પશુઓ પોતાની જાતિમાં જયાં ઈચ્છે છે ત્યાં ચાલી જાય છે એવી રીતે પ્રજાઓ (જાતિઓ) માટે પણ કોઈ નિયમ નથી" (મહાભારત, આદિ પર્વ, ૧૨૨. ૧૩. ૧૪.).
આ વાતના પાયાની અંદર ગણતરી અવસ્થાની સાથે સાથે ત્રિગુણાત્મક વિધેય પણ સંકળાયેલ હોય છે કે જ્યાં બે પુરુષ એક સ્ત્રી
બે સ્ત્રી એક પુરુષ
અથવા તો
ત્રણે ત્રણ સ્ત્રી
અથવા ત્રણે ત્રણ પુરુષ
એ સમગ્ર રીતે જર્ તરીકે જોડાયેલા હોય છે, તે વખતે કોની વાસના ક્યાં, કઈ જગ્યાએથી, કોને ભડકે, તે ખબર નથી પડતી અને એ તમારી અવસ્થાની અંદર તમારો પોતાનો અને તમારા પરિવાર જનો મા માં, બેન, દીકરી, કાકા કાકી, માસા માસી, મામામામી, પિતા, ભાઈ કે પછી ગમેતે સગપણ નો પણ ફાયદો શારીરિક ચેષ્ઠા થી ઉઠાવી શકે છે...
આપણે છાપામાં અવારનવાર સાંભળતા વાંચતા હોઈએ છે કે
સાવકા પિતાએ દીકરી ઉપર બળાત્કાર કર્યો કે પછી
સુરતમાં વેવાઈ વેવાણ ભાગી ગયા કે પછી
સાળાની પત્ની ઉપર બનેવી એ બળાત્કાર કર્યો કે પછી
અલગ અલગ પ્રકારની ઘણી એવી ઘટનાઓ છાપામાં અવારનવાર આવતી હોય છે કે જેમાં માત્ર અને માત્ર મનુષ્ય ધર્મ નિભાવતો જે ચહેરો છે એ આખેઆખો બદનામ થઈ જતો હોય છે અને ગુણોત્તર એ વિધ્યાત્મક પરિબળ એનો પોતાના ફાયદો ઉઠાવીને અગોચર વિશ્વમાં ક્યાંય પણ ગુમ થઈ જતું હોય છે... વેદો માં પણ છંદો ની સાચવણી નું પ્રકરણ છે!!!
કૃષ્ણ ના પુત્ર સાંબ ને કૃષ્ણે આપેલ શ્રાપ ની વાત પણ જગ જાહેર છે.. ત્યારબાદ મુલતાની મગ બ્રાહ્મણ થી થયેલી એની ચામડી ની માટી થકી ની સારવાર, સ્થલજ અને જલસ્થ ના ભેદ અભેદ્ય સ્થાનોમા ઢંકાયેલી જ રહી છે.. સુર્ય મંદિર એ એની જ વાતે છે.. પત્થર ના મંદિર, પૃથ્વી સ્થાન ઉપર પાણી ની સાથે!!!
આજ વાત તે સમય અને સમ્યક દ્રષ્ટિ ની મહત્તા વાળી વાત છે..
પ્રણામ
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
No comments:
Post a Comment