2024 ની ચૂંટણી કોની કોની વચ્ચે છે??
જવાબ અઘરો છે છતાં પણ કોશિશ કરી રહ્યો છું ...
જુના લોકો કે જેમનો માનસિક તુલા ભાર કોંગ્રેસની સાથે જોડાયેલ હતો પણ ભાજપના આવ્યા બાદ બીજેપી તરફ થયો. પણ હવે એવું લાગ્યું કે વિરોધ પક્ષનું હોવું લોકતાંત્રિક દેશમાં જરૂરી તો છે જ ... એવા સ્પંદનોની સાથે હાલમાં મહાભારત જેવી પરિસ્થિતિ કહી શકાય એવા સંસર્ગીય નૈસર્ગિક અહેવાલ મળી રહ્યા છે ...
કે જ્યાં
બાપ દીકરાની સામે
દીકરો મામાની સામે અને
મામા બનેવી ની સામે ...હોય એવું અનુભવાઈ રહ્યું છે..
અહીં મહાભારત ભાઈ ભાઈ ની સામે નથી જ કેમકે જે નવી પ્રજા છે ભારતની છે અને તે 77% થી વધુ ભણતર ધરાવે છે અને એ જાણે છે કે જો એડમિનિસ્ટ્રેશન મજબૂત હશે, તો અને તો જ ભારતનું વૈશ્વિક ચલણ બધી રીતે વિશ્વમાં ઊંચું રહી શકશે.. સાથે સાથે તે સઘળા વિદ્યાર્થી ઓ સરકારી પુસ્તક માંની પ્રતિજ્ઞાપત્ર સમજે છે..
દરેક ભારતીય વિદ્યાર્થી આ પ્રતિજ્ઞા જાણે જ છે..
India is my country. All Indians are my Brothers and Sisters. (Excluding one)
I love my country and I am proud of its rich and varied heritage.
I shall always strive to be worthy of it.
I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy.
To my country and my people, I pledge my devotion.
In their well being and prosperity alone, lies my happiness.
અને દરેક નાગરિક ની મૂળભૂત ફરજો...
ભારતના દરેક નાગરિકની ફરજ નીચે મુજબ રહેશે :*
(ક) સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;
(ખ) આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;
(ગ) ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;
(ઘ) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની;
(ચ) ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાનબંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની;
(છ) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની;
(જ) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની;
(ઝ) વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની;
(ટ) જાહેર મિલક્તનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની;
(ઠ) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
(ડ) માતા-પિતાએ અથવા વાલીએ ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની.
ખુષામદીન
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ...
જય હિંદ
No comments:
Post a Comment