શ્રી ભગવાનદાસ પટેલ નુ પુસ્તક "આદીવાસી લોક વિદ્યા શાસ્ત્ર" ના પ્રક્રરણ : ભારતીય પ્રશિષ્ટ સાહિત્ય અને આદિવાસી લોકવિદ્યા-લોકસાહિત્યની પૃષ્ઠ ભૂમિ
Page number 39
સ્વાભાવિક છે કે વેદમંત્રોની ભાષાથી આખ્યાનો, ગાથાઓ, પુરાણોની ભાષા ભિન્ન હશે, અને એ લોકભાષા હશે. આ ભાષામાં જ આખ્યાનો, મહાકાવ્યો અને ગાથાઓ રચાઈ હશે. વર્તમાનમાં પણ ભીલોના મંત્રોથી લોકાખ્યાનો- લોકમહાકાવ્યોની ભાષા અલગ પડે છે.
૧૦મી શતાબ્દીમાં થયેલા સંસ્કૃત કાવ્યશાસ્ત્રના આચાર્ય રાજશેખરે કાવ્યમીમાંસા ગ્રંથમાં સાહિત્યના વ્યાપક આયામો પર વિચાર કર્યો છે અને તંત્રાનુષ્ઠાનના મહત્ત્વનો સ્વીકાર કર્યો છે તથા તે સમયમાં પ્રચલિત ભાષા-બોલીઓ- સાહિત્યનું ગૌરવ કરવા 'કાવ્યપુરુષ'ની કથાનું સર્જન કર્યું છે. તેનો કેટલોક અંશ આ પ્રમાણે છે :
પ્રાચીનકાળમાં પુત્ર-પ્રાપ્તિની ઇચ્છાથી સરસ્વતીએ હિમાલય પર્વત પર જઈને તપસ્યાનો આરંભ કર્યો, જેથી પ્રસન્ન થઈને બ્રહ્માએ પુત્ર પ્રદાન કર્યો. જન્મતાંની સાથે જ પુત્રે છંદોબદ્ધ વાણીમાં માતાની ચરણ-વંદના કરી.
સરસ્વતીએ આશીર્વાદ આપતાં કહ્યું, 'હે પુત્ર, જોકે હું સંપૂર્ણ વાSમય(સાહિત્ય)ની માતા છું, પરંતુ, તું પહેલી વાર છંદોબદ્ધ ભાષાનો પ્રયોગ કરી મારાથી પણ આગળ વધી ગયો, તેથી તું ધન્ય છે ! શબ્દાર્થ તારું શરીર છે. સંસ્કૃત ભાષા મુખ છે, પ્રાકૃત ભાષાઓ તારી ભુજાઓ, અપભ્રંશ ભાષાઓ તારી જંધાઓ, પિશાચ ભાષા ચરણ અને મિશ્ર ભાષાઓ તારું વક્ષસ્થળ છે. તું સમ, પ્રસન્ન, મધુર, ઉદાર અને ઓજ ગુણોથી યુક્ત છે... રસ આત્મા છે, છંદ તારાં રોમ છે. (લોકમાં પ્રચલિત) પ્રશ્નોત્તર પ્રહેલિકા વગેરે તારો વાગ્વિનોદ છે, અનુપ્રાસ, ઉપમા વગેરે અલંકાર છે. અહીં આપણે સહેજે સમજી શકીએ છીએ કે આચાર્ય રાજશેખરે અડખે- પડખે વસતા લોકમાં બોલાતી ભાષા-બોલીઓનું મહત્ત્વ સ્થાપ્યું છે, અને ગૌરવ કર્યું છે....
હવે મારી વાત...
ખૂબ ભેદીવાત છે.. પુરૂશસુક્ત સાથે સંલગ્ન બાબતને આધીન!!!!!... બીજી વાતે જોવા જાઓ તો હિબ્રુ ભાષા એક એવી ભાષા છે કે જેમાં હજી સુધી કોઈ સ્વર દેખાવામાં આવ્યા હોય તો પણ બહુ ઓછા છે... ઓછા સ્વરકારની સાથે પણ એ આજદિન સુધી ટકેલી દુનિયાની સૌથી જૂનામાં જૂની ભાષા છે..
આપણે હવે અહીંયા મૂળ વાત ઉપર આવીએ...
"શબ્દાર્થ તારું શરીર છે" યાની રં કુંડલિની ની વાત અને શબ્દ જે પણ બોલાય તેની શકિત સ્પંદન ની વાત..
સંસ્કૃત ભાષા મુખ છે, યાની સારા ની ઉપર સવાર જે પણ કાંઈ છે તમે તેને કૃત યાની બનાવો એવી રીતે..
પ્રાકૃત ભાષાઓ તારી ભુજાઓ, યાની સતકર્મ ની વાતે બીજા લોકોનો/ની/નું/ના સહાય ની વાત..
અપભ્રંશ ભાષાઓ તારી જંધાઓ, યાની 26 મૂળાક્ષરો ની વાત કે જેમાં સ્વરકાર ની વાત ઓછી રીતે પ્રદર્શિત છે એમ.. પ્લક્ષ દ્વિપ યાની યુરોપ માં મહદઅંશે 24 થી 30 મૂળાક્ષર ની ભાષા વિવિઘ દેશના લોકો બોલે છે..
પિશાચ ભાષા ચરણ, યાની બીજ મંત્ર પ્રેરિત કૃત્ય કર્તા બોલાતી અઘોર ભાષા... એ મજબૂતાઇ અર્પે એવી રીતે..
અને મિશ્ર ભાષાઓ તારું વક્ષસ્થળ છે, યાની શ્વાસ થી ધ્રા માં સમાઈ ને વણેલી હોય એવીરીતે કે જે હૃદય ને રક્ષા અર્પે.. પોતાનો ધ્રા પોતે જ ધ્યાન યોગ થી સુધારી પણ શકાય છે...
તું સમ, પ્રસન્ન, મધુર, ઉદાર અને ઓજ ગુણોથી યુક્ત છે, રસ આત્મા છે, છંદ તારાં રોમ છે.... ... યાની વૈવિધ્ય સભર પુલકિત મન વાળો..(લોકમાં પ્રચલિત)
પ્રશ્નોત્તર પ્રહેલિકા વગેરે તારો વાગ્વિનોદ છે, અનુપ્રાસ, ઉપમા વગેરે અલંકાર છે.. ભારતીય RAW નો એક નિયમ છે કે જે એજન્ટ હોય એની કોઈ મદદ કરે તો પણ સીધા મોં એ વાત ના કરે.. આ એવીજ વાત છે.. પ્રશ્ન નો જવાબ પણ નવા ઉપ પ્રશ્ન રૂપે ઉખાણાં રૂપે આપી શકે એવો...
ખુશામદીન
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
No comments:
Post a Comment