Friday, March 8, 2024

સ્નૂકર બિલિયાડ પુલ

ભારતીય લખોટીઓ ની નીચે બેસીને રમાતી રમત નો નવો ચહેરો યાની ઊભા રહીને અને કેડ ને વાંકી વાળીને લાકડી થી રમાતી રમત ના નામની બોલબાલા વિદેશો માં વધુ છે.. મને પણ મોબાઈલ માં એ રમવી ગમે કેમકે એના સાધનો ની કિંમત ખૂબ મોંઘી છે.. વિદેશો માં આ રમત માટે ઘણાં ખેલાડી છે.. મને અમુક નામ ખબર છે.. ઇફ્રેન ભાઈ, કોહલર ભાઈ, ભારતીય ગીતભાઈ સેઠી.. વગેરે વગેરે .. જૂઓ રમત કેવી રીતે રમાય અને નિયમો ની ઉભડક વાત..

પંકજ અર્જન અડવાણી (જન્મ 24 જુલાઈ 1985) એક ભારતીય બિલિયર્ડ અને પ્રોફેશનલ સ્નૂકર ખેલાડી છે. પંકજ 27 વખત ઇન્ટરનેશનલ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન (IBSF) વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે.

બિલિયર્ડ્સ

• બિલિયર્ડ્સમાં પોકેટમાં બોલ નાખવાના હોતા નથી. એક સફેદ બોલ અને બાકીની નંબરવાળી બોલ સહિત કુલ 16 બોલ હોય છે.

• બિલિયર્ડ્સમાં કેરમ બિલિયર્ડ્સ, થી-કુશન બિલિયર્ડ્સ અને સ્ટ્રેટ રેલ બિલિયર્ડ્સ એમ વિવિધ રમતો રમાય છે.

* આ રમતમાં ખેલાડીએ ઓબ્જેક્ટ બોલને પોકેટમાં નાખ્યા વગર ક્યુ બોલથી મારવાનો હોય છે.

• કેરમ બિલિયર્ડ્સ કે થ્રી-કુશનને ત્રણ બોલ સાથે રમવામાં આવે છેઃ એક લાલ, એક સફેદ અને એક પીળો.

• સ્ટ્રેટ રેલ બિલિયર્ડ કે કુશન કેરમ બે બોલથી રમવામાં આવે છેઃ એક સફેદ અને એક લાલ. રમતનો ઉદ્દેશ્ય કક્યુ બોલને એક જ શોટમાં ઓબ્જેક્ટ બોલ અને રેડ બોલને હિટ કરીને પોઈન્ટ મેળવવાનો છે.

• બિલિયર્ડ્સમાં બંને ખેલાડીનું એક જ લક્ષ્ય હોય છે. વધુમાં વધુ પોઈન્ટ મેળવવા. જે ખેલાડી સૌથી વધુ પોઈન્ટ બનાવી લે એની જીત થાય છે.

પૂલ

પૂલની રમતને પોકેટ બિલિયર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી લોકપ્રિય કયૂ ગેમ છે.

તે સામાન્ય રીતે 7 અથવા 8 ફૂટ લાંબા ટેબલ પર રમાય છે, જેમાં છ પોકેટ હોય છે. આ પોકેટ દરેક ખૂણામાં એક અને મધ્યમાં બે હોય છે.

• આ રમત 16 બોલ વડે રમાય છે, જેમાં એક ક્યુ બોલ (સફેદ) અને 15 અન્ય રંગના બોલ હોય જેને ઓબ્જેક્ટ બોલ કહેવાય છે.

• ઑબ્જેક્ટ બૉલ્સને બે જૂથમાં વિભાજિત કરવામાં આવે છેઃ સ્ટ્રાઈપ્સ અને સોલિડ. જે ખેલાડી પોતાના આઠ બોલને પોકેટમાં નાખી દે તે જીતે છે.

આ રમત શીખવા માટે પ્રમાણમાં સરળ છે અને તે ઝડપથી રમી શકાય છે.

પૂલની રમત બે ક્યૂ સ્ટિક વડે રમાય છે. નાની અને મોટી. એનું કારણકે જો બોલ નજીક હોય તો નાની સ્ટીક વડે અને દૂર હોય તો મોટી સ્ટીક વડે મારી શકાય. રમતના નિયમ અનુસાર શરીરનું કોઈપણ અંગ કોઈપણ બોલને અડકવું ન જોઈએ.

સ્નૂકર

• સ્નૂકર એ યુકે અને યુરોપની લોકપ્રિય કયૂ ગેમ છે.

• તેનું ટેબલ સામાન્ય રીતે 12 ફૂટ લાંબુ હોય હોય છે, જેની ઉપર લીલા રંગનું જાડું-ઊનનું કપડું લગાવેલું હોય છે.

• દરેક ખૂણામાં એક અને ટેબલની મધ્યમાં બે એમ છ પોકેટ હોય છે.

• આ રમત 21 બોલ વડે રમાય છે, જેમાં એક ક્યુ બોલ (સફેદ), 15 લાલ બોલ અને છ રંગીન બોલ હોય છે.

• સ્નૂકરનો ઉદ્દેશ્ય લાલ બોલ અને પછી કોઈપણ રંગીન બોલને ચોક્કસ ક્રમમાં પોકેટ કરીને પોઈન્ટ મેળવવાનો છે. રમતના અંતે સૌથી વધુ પોઈન્ટ ધરાવનાર ખેલાડી જીતે છે.

• સ્નૂકર એ એક એવી રમત છે જેમાં કૌશલ્ય અને ચોકસાઈની જરૂર હોય છે. તે તેના જટિલ નિયમો અને વ્યૂહાત્મક રમત - માટે જાણીતી છે.

• સ્નૂકરની રમતમાં દરેક રંગના બોલના પોઇન્ટ જુદાજુદા - હોય છે.

• લાલ બોલનો 1 પોઈન્ટ, પીળી બોલના 2 પોઈન્ટ, લીલી બોલના 3 પોઇન્ટ, કથ્થઈ બોલના 4 પોઇન્ટ, વાદળી બોલના 5 પોઇન્ટ, ગુલાબી બોલના 6 પોઇન્ટ અને કાળી બોલના 7 પોઈન્ટ ગણાય છે.

• સ્નૂકરમાં દરેક બોલને હિટ કરવાનો એક ક્રમ હોય છે, જયારે બિલિયર્ડ્સમાં એવું નથી.

• સ્નૂકરની રમતમાં જો નિશાનો ચૂકી જવાય તો તેને સ્નૂક હોવું કહેવાય છે. એ ઉપરથી જ આ રમતનું નામ સ્નૂકર પડી ગયું.

• આ રમત ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી દરેક લાલ બોલ પોકેટમાં પડી જાય. એ પછી બાકી રહેલ 6 રંગીન બોલનો વારો આવે છે.

રેફ્રેન્સ: બાળ ભાસ્કર 

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...