Friday, February 9, 2024

પ્રિય આત્મન શ્રીયુત વૈભવી દ્વિજા

ભેદી પ્રશ્ર્ન ની ચર્ચા: સૃષ્ટિ યાની "સરસ રુ અષ્ટ ઇ" એટલે શું??

ચરખો એટલે સૃષ્ટિ અને એનું ભાવપૂર્વક નિરીક્ષણ કરો અને તેના પરથી આ સૃષ્ટિના સર્જકનો અણસાર મેળવો. સૃષ્ટિ પરથી સૃષ્ટિના સર્જકને સમજવાની આ પદ્ધતિ છે. આ દૃષ્ટિકોણ પ્રમાણે સૃષ્ટિમીમાંસાનો હેતુ સૃષ્ટિના સર્જક તરફ ચિત્ત વળે તે છે.

.. હિન્દુ અધ્યાત્મપરંપરાના ગ્રંથોમાં લગભગ સર્વત્ર સૃષ્ટિમીમાંસાનો વિચાર થયો છે. વેદની સંહિતાઓ, બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદો, સાંખ્ય-વેદાંત આદિ દર્શનો, મહાભારત, પુરાણો આદિ સર્વત્ર સૃષ્ટિમીમાંસાનો વિચાર થયો છે. ‘શ્રીમદ્ભાગવત’ તો ભારતીય અધ્યાત્મપરંપરાનો સારરૂપ ગ્રંથ છે, તેથી તેમાં પણ સૃષ્ટિમીમાંસા હોય તે સ્વાભાવિક છે.

પુરાણમાં જે દશ તત્ત્વોની વિચારણા કરવામાં આવે છે તેમાંનાં પહેલાં બે છે : સર્ગ અને વિસર્ગ.
.. સર્ગ અને વિસર્ગની વિચારણા તે સૃષ્ટિમીમાંસા જ છે. 'શ્રીમદ્ભાગવત' પણ એક પુરાણ છે, તેથી તેમાં પણ સર્ગ અને વિસર્ગની અર્થાત્ સૃષ્ટિમીમાંસાની વિચારણા હોય તે સ્વાભાવિક છે.

આમ અધ્યાત્મવિદ્યાનો ગ્રંથ હોવા છતાં 'શ્રીમદ્ભાગવત’માં સૃષ્ટિમીમાંસાને ઉચિત રીતે જ સ્થાન મળ્યું છે.

સૃષ્ટિનું સ્વરૂપ સમજવાથી મુક્તિનું સ્વરૂપ અને સર્ગ સમજવામાં સહાય મળે છે. 'શ્રીમદ્ભાગવત' મુક્તિનું શાસ્ત્ર તો છે જ, તેથી સૃષ્ટિમીમાંસાની વિચારણા પણ કરે છે. આ જ સૃષ્ટિમીમાંસાનો પ્રધાન અને મૂળ હેતુ છે.

સૃષ્ટિમીમાંસા એટલે શું?

સૃષ્ટિમીમાંસા એટલે સૃષ્ટિનાં હેતુ, પ્રક્રિયા, કર્તા, સ્થિતિ, સ્વરૂપ અને સર્જક સાથેના સંબંધની શાસ્ત્રીય તર્કબદ્ધ વિચારણા.

સૃષ્ટિની ઉત્પત્તિ શા માટે થાય છે ?

સૃષ્ટિની ઉત્પત્તિ કોણ કરે છે ?

સૃષ્ટિરચનાની પ્રક્રિયા શું છે ?

સૃષ્ટિનું સ્વરૂપ કેવું છે ?

સૃષ્ટિની વર્તમાન સ્થિતિ કેવી છે?

સૃષ્ટિનો જીવ અને ઈશ્વર સાથે કયા પ્રકારનો સંબંધ છે?

સૃષ્ટિની પ્રક્રિયા સાથે સમયનો સંબંધ આવે છે તે સમય અને સમયની ગેણના કેવી રીતે થાય છે ? તેની શાસ્ત્રીય પદ્ધતિ શી છે ?

જીવ સૃષ્ટિના બંધનમાંથી મુક્ત થઈને પરમેશ્વરને કેવી રીતે પામી શકે? 

આ સર્વ પ્રશ્નોની શાસ્ત્રીય વિચારણાનો સૃષ્ટિમીમાંસામાં સમાવેશ થાય છે.

"भगवानेक आसेदमग्र आत्माऽऽत्मनां विभुः । आत्मेच्छानुगतावात्मा नानामत्युपलक्षणः ।।"

श्रीमद्भागवत : ३-५-२३

“સૃષ્ટિની રચના થઈ તે પહેલાં સમસ્ત આત્માઓના આત્મા એક પૂર્ણ પરમાત્મા જ હતા. તે સમયે ન દ્રષ્ટા હતા અને ન દૃશ્ય હતું. સૃષ્ટિકાળમાં જે અનેકતા જોવા મળે છે તે પણ તેઓ જ હતા, કારણ કે તે સમયે તેમની ઇચ્છા એકલા રહેવાની હતી."

ભગવાનમાં અનંત શક્તિઓ છે. તે શક્તિઓ તે સમયે સુષુપ્ત અવસ્થામાં હતી.

"भगवानेक आसेदमग्र आत्माऽऽत्मनां विभुः । आत्मेच्छानुगतावात्मा नानामत्युपलक्षणः ।।"

ભ કાર રૂપી એક ગ કાર ની આસ થી જે દ કાર રૂપી આત્મા પૃથ્વી પર આવૃત ઈચ્છા થી અતિ આગળ ના આત્મા રૂપે અર્શ્ય થયો (દ્રશ્યમાન થયો) તેવા આત્મા ની સદગતિ થી તેજ આત્મા ને વૈવિધ્ય વાળા અમ (અં) રુપી નિત્ય ઉપલક્ષણ વાળા સજીવ સાથે જોડાણ થી સૃષ્ટિ થઈ.

(રેડિયો એક્ટિવ પદાર્થ ના isotopes આઇસો ટોપ ની જેમ) પદ રૂપી ક્રિયા ના અર્થી ની જે મહત્તમ ક્ષમતા હોય તેને સુષુપ્ત અવસ્થા યાની અતિધીમાં સમય ની સાંકળે સંકલન, વિકલન થી વિવિધ રુપે લઈ, ગુણપ્રવર્ધન થી નવી આંખોના કીકી નું નિર્માણ કાર્ય તેજ સૃષ્ટિ મીમાંસા..

સુર્ય રશ્મિ ના ચેતના બધ્ધ શરીર સાથે ની જોડાણ ક્રિયા.. એટલે વૈચારિક સૃષ્ટી... કે જેમાં મૃત્યુ નથી પણ મત્યુ પ લક્ષણ ની વાત છે.. બ્રાહ્મણ માં જે મૃત્યુ પર્યંત 12 13 ની યજુર્વેદીય પિતૃતર્પણ ક્રિયા નો ઉલ્લેખ છે એની વાત નો પાયો તે આ શરૂઆતથી ભેદી શબ્દ "સૃષ્ટી મીમાંસા" થી વર્ણવ્યો છે... આ વાત પુરૂષ સૂક્ત થી પણ સમજી શકાય..પણ વાત આત્મન ની ગતિ એવું કહી સમજવી અઘરી છે કે સત્તર મી સદી ના મનુષ્યને feelings ની કોઈ આવડત વીસમી સદી મા તો ના જ હોય ..

અઘરું સત્ય છે.. યજ્ઞોપવિત માં કાવ્વુરૂ શબ્દ છે જ, ધ્વજ યાની વાવટા ઓ પણ ઐતિહાસિક રીતે વિવિધ જ જોવાયા છે જ.... બર્નાર્ડ લૂપ ને લોકો અમ્ રુપે નથી નીરખતા.. કાવ્વુરુ યાની શકિત સાથે આવૃત માં પણ આવૃત ની જોડાણ ક્રિયા નો "ર" કાર નાના રક્ષક રૂપે...

જુના જમાના માં પત્ર ના લખાણ માં "પ્રિય આત્મન" થી શરૂઆત કરતા હતા અને "શ્રીયુત" ઉપર ભાર આપતા હતા.. ઉદાહરણ રૂપે..

પ્રિય આત્મન, શ્રીયુત વૈભવી દ્વિજા...
ટાઇગર નાગેશ્વર રાવ સાઉથ ના કલાકાર રવિતેજા ની છે, એમાં આ ગામના નામનો ઉલ્લેખ છે..

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...