ખાસી જાતિમાં એવી માન્યતા છે કે સોપનવેંગ નામના પહાડ પર આકાશમાંથી પૃથ્વી સુધી લટકતી એક લાંબી વેલ હતી, જેની મદદથી દેવો આ પૃથ્વી પર ફરવા આવતા હતા. તે પૈકીનો એક દેવ ઈર્ષાળુ હતો. એ પોતે બધાનો રાજા બનવા માગતો હતો. તેણે એ વેલ કાપીને બધાના આવવા જવાનો માર્ગ બંધ કરી દીધો.
તે પછી શિલાંગ દેવે પોતાની પુત્રી કાપાહશિન્યૂને પૃથ્વી પર મોકલી. એ જ કાપાહશિન્યૂનાં સંતાનો આ ખાસી લોકો છે.
તેથી જ એમનામાં એક કહેવત પડી- લાઁગથડ નો કા કિથેઈ – અર્થાત સ્ત્રીમાંથી જ એમની જાતિ બનેલી છે. અને એટલે જ ખાસી જયન્તિયાનો સમાજ માતૃસત્તાત્મક છે. અહીં સ્ત્રીઓનું જ વર્ચસ્વ છે.
ધનસંપત્તિ બધા પર સ્ત્રીઓનો હક્ક હોય એવું ત્રિયારાજ આ પહેલાં તો ક્યાંય સાંભળ્યું પણ નથી કે જોયું પણ નથી. પુરુષના લગ્ન પહેલાની કમાણી પર માતૃપરિવાર અને લગ્નોત્તર કમાણી પર પત્ની-પરિવારનો હક હોય છે. પતિ પોતાની માતા કે બહેનને સલાહ ભલે આપે પણ પત્ની કે બાળકોને તો ન જ આપી શકે. ઘર તેમ જ બાળકોની બધી જવાબદારી પત્નીની હોય છે. અને સંપત્તિની સ્વામિની પણ પત્ની જ હોય છે. લગ્ન પછી પતિ સાસરે જાય છે. એક બે બાળકો થઈ જાય તે પછી જ તે ઈચ્છે તો અલગ ઘર કરીને રહી શકે છે પરંતુ તેનાં બાળકોનો વંશ તો માતાના નામથી જ ઓળખાય છે.
માતાના મૃત્યુ પછી તેની ઉત્તરાધિકારી સૌથી નાની પુત્રી હોય છે. ઘર, દરદાગીના તેમ જ પરિવારની અન્ય ચીજવસ્તુઓ નાનકીને મળે પણ અન્ય મોટી બહેનોની સંમતિ વગર તે ઘર વેચી શકે નહીં. તેનું મૃત્યુ થાય તો મોટી બહેન અધિકારી બની જાય છે. સંતાન ન હોય તો છોકરીને જ દત્તક લેવાનો એમનો રિવાજ છે પણ એ છોકરી પોતાના જ કુળની હોવી જોઈએ. આમ હોવા છતાં રાજ્યનું શાસન તો રાજાના જ હાથમાં હતું. પરંતુ ફરી પાછો તેનો ઉત્તરાધિકારી હંમેશાં તેનો ભાણિયો જ બનતો, જે ‘કોંવારી’ (રાજકુંવર) કહેવાતો.
જે સમયે અહીંની જયન્તિયા રાજકુમારી પ્રમીલાએ યુધિષ્ઠિરના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો પકડ્યો હતો ત્યારે પણ અહીં માતૃસત્તાક સમાજ જ હતો. એ ઘોડાને છોડાવવા અર્જુન અહીં આવ્યો ત્યારે પ્રમીલા સાથે લગ્ન કરીને સમજૂતી કરી લેવી પડી હતી. અહીંની પારંપરિક તીરંદાજીની રમતમાં ખાસ વાત એ છે કે આ જનજાતિય લોકો એકલવ્યની જેમ જ પોતાના અંગૂઠાનો ઉપયોગ કરવાને બદલે બે આંગળીઓથી જ બાણ ચલાવે છે. શું આ જાતિઓ દ્રોણાચાર્ય દ્વારા તિરસ્કૃત થયેલા વનવાસી એકલવ્યની વંશજ તો નથી ને ?
મધ્યમ કદ, ઝીણી આંખો, ત્રાંસા વાળ, પહોળા માથાં અને ઉપસેલા ગાલ વાળા ખાસી લોકોની યુવાન સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સુંદર લાગે છે. હાસ્ય વેરતાં એમનાં બાળકો પણ પોતાના પારંપરિક પોષાકમાં ખૂબ મનમોહક જણાય છે. અહીંના લોકોના ચહેરા ચીની કે જાપાની જેવા દેખાતા હોવાથી ઘણીવાર એવો ભ્રમ કે ગેરસમજ થાય છે કે આ લોકો પણ કોઈ બહારથી આવેલી પ્રજાતિના વંશજ હશે. પરંતુ એમ નથી જ. તો પછી એમનો ભૂતકાળ શું છે ?
મહાભારતકાળથી પણ ઘણા પહેલેથી આ લોકો આ પહાડો પર આવીને વસ્યા હતા. આજે એ લોકો ખાસિયા કે ખાસી કહેવાય છે. આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી પોતાના પ્રબંધ ‘હિમાલય'માં હિમાલયમાં વસનારી મહાન ખસ જાતિ'નો ઉલ્લેખ કરતાં લખે છે, કોઈ આશ્ચર્ય નથી કે કામરૂપથી ગાંધાર સુધી વિસ્તરેલો પર્વતીય પ્રદેશ શિવની શક્તિભૂતા દેવી પાર્વતીની ઉપાસનાનું સર્વાધિક મહત્વનું કેન્દ્ર છે.'
તું તારા બદલાતા મિજાજની જેમ જ તારા નામ પણ બદલાવતો રહ્યો છે. તારાં સાંગ્યો, સિયાંગ, દિયાંગ, લુઈત (લોહિત) અને બ્રહ્મપુત્ર નામ તો પુરુષવાચી છે પરંતુ ધબડી નજીકથી બાંગ્લાદેશમાં પ્રવેશ કર્યા પછી તું કેમ સ્ત્રીલિંગી બની જાય છે ?
ગંગાને ભેટ્યા પછી શું તારામાં માતૃત્વ જાગ્રત થઈ ગયું ?
તું તો કોઈ બહુરૂપી લાગે છે. પહેલાં પોતાનું નામ જમુના રાખ્યું પછી પદ્મા કરી નાખ્યું. અન્ય નદીઓ વડે પોતાના ગળામાં વરમાળા પહેરાવી લેનારા હે બ્રહ્મકુંવર ! શું બંગાળના ઉપસાગરને પોતાની વરમાળા આરોપવાના હેતુસર તો તેં તારું નામ "મેઘના" નથી રાખ્યું ને ?
હે બ્રહ્માત્મજ, તારા કિનારે લોકસાહિત્ય રચાયું. તારા જ પ્રવાહમાં થઈને અસમમાં આવેલા અંગ્રેજો પર વ્યંગ કસતાં અહીંની ગ્રામનારીઓ તને યાદ કરીને લોકગીતો ગાતી કહેતી હતી –
૧૪૬ અને 153
બ્રહ્મપુત્રને કિનારે કિનારે... સાંગાનેરીયા
No comments:
Post a Comment