Wednesday, June 15, 2022

ચંદ્રકાંત બક્ષી : પરાક્રમ

બહુમતી : જે હંમેશા ખોટી હોય છે માટે દર પાંચ વર્ષે ની પરીક્ષા લેવી પડે છે કે એ સાચી છે કે ખોટી?

પ્રાણી બાગ
જ્યાં શિકારી પશુઓ નિરાંતે અને શિકાર કર્યા વિના માણસ ને જોઈ શકે એ જગ્યા

રમુજ જો પત્ની માં હોય તો લગ્નજીવન તોડી નાખે અને patti માં હોય તો લગ્નજીવન ટકાવી રાખે

દેશાભિમાન એક એવો ભ્રમ છે કે તમારો દેશ બીજા કરતા ઉચ્ચતર છે કારણ કે તમે એમાં જન્મ્યા છો

જીવનનો સૌથી અઘરો સવાલ એ છે કે મૂર્ખાઓ પણ ક્યારેક સાચા હોય છે

પવન મીણબત્તીને હોલી નાખે છે પણ આગ ને તો ફેલાવે જ છે

કોલેજ એવું સ્થાન છે જ્યાં પથરા પોલીશ થાય છે અને હીરા ઝાંખા પડી જાય છે

પ્રથમ ચુંબન સ્ત્રીને માટે આરંભનો અંત છે અને પુરુષને માટે અંતનો આરંભ

ઘર એ એક એવું સ્થાન છે જ્યાં તમે બીજાને કંઈક કરતા રોકી શકો પણ તમે એ જ સ્વયં કરી શકો

ગાળો યાની શબ્દકોશમાં ના હોય એવા શબ્દો

અર્થશાસ્ત્રી એ એવો માણસ છે જે સહેલો રસ્તો, સરળ માર્ગ જેવા શબ્દો લખતો નથી પણ એવા શબ્દોને બદલે  soft ઓપ્શન શબ્દ વાપરે છે


જનરેશન ગેપ
પિતા પુત્રને કહે છે આખી જિંદગી મેં તને ડોક્તર બનાવવા માટે પૈસા ખર્ચા અને હવે તો ડૉક્ટર બનીને મને એક જ વાત કર્યા કરે છે કે "સિગરેટના પીઓ, શરાબના પીઓ, મીઠું નખાવો"

પોસ્ટ મોર્ટમ
ટપાલ ખાતા માં ગો સ્લો બંધ થઈ જાય પછી ના દિવસની સ્થિતિને પોસ્ટ મોર્ટમ કહેવાય છે

વકીલ એટલે એવો માણસ છે જે તમને તમારા એને આપવાના પૈસા મેળવવામાં મદદ કરે છે

આલ્કોહોલ એટલે અગ્નિ પાણી

સ્ત્રી એટલે કે જેને અન્ય સ્ત્રીના શરીર કરતાં એનાં ઝવેરાતમાં વિશેષ રસ છે તે

દાઢી : કેટલાક કલાકારોના મતે બહાદુરી ની નિશાની છે. એ બકરાને હોય છે સિંહ નથી હોતી.

ડાહ્યો અને દોઢ ડાહ્યા
જે માણસ પાણીનો ગ્લાસ પીતા પહેલા ઉપરથી જોઈ લે છે એમાં પાણીમાં કચરો છે કે નહીં તે ડાહ્યો છે અને જે ભરેલા ગ્લાસને ઉંચો કરી ને નીચેથી કચરો છે કે નહીં તે જોઈ લે એ દોઢ ડાયો છે

સ્મિત એટલે કે દાળ અને રોટી ની વચ્ચે પહેરવામાં આવતો ક્રોસ

ગણતરીબાજ એ પુરુષ છે જે માને છે કે દરેક પુરૂષના જીવનમાં કુલ અઢી સ્ત્રીઓ આવવી જોઈએ

ફરજ એટલે કે એ ગુણ કે જેનું બીજાઓને કોઈ જ ભાન નથી

અબાલ-વૃદ્ધ
જેને પોતાની ભૂલ ઉપર હસવું આવે છે એ બાલ કહેવાય અને જેને પોતાની ભૂલ પર ગુસ્સો આવે છે અને વૃદ્ધ કહેવાય

તાવ એ માણસ જન્મે ત્યારે અને મળે ત્યારે એના શરીરમાં હોય જ છે

એપેન્ડિક્સ એ શરીરનો એ ભાગ છે જે મનુષ્યના શરીરમાં નકામો, સસલાના શરીરમાં કામનો છે

હેડકી એટલે ગળામાં થયેલું એરપોકેટ

દુશ્મન યાની જે પસંદ કરવાનો અધિકાર માણસ ક્યારે બીજાને આપતો નથી

ખામોશી યાની બેવકૂફ ને અપાતો જવાબ

મુદ્દલ કરતાં વ્યાજ વ્હાલું એક જૂની ગુજરાતી કહેવત હતી..
મોદીના આવ્યા બાદ પગાર કરતાં  લાંચ લોકોએ વ્હાલી હવે નથી કરી (લિટલ ચેન્જ)

ચિત્રકલા એટલે કે વિચાર કર્યા વિના લખવું અને પછી લખેલા ઉપર લખતા જવું

મોતીના દાણા જેવા અક્ષરો એ મહાન લેખકની સાક્ષરતા ચકાસવા ની રીત છે..

ટોસ્ટ
દ્રાવણ પીવાની એક વિધિ કે કોઈની સ્વચ્છતા માટે ટોસ્ટ પીવાનો રિવાજ છે. ટોસ્ટ એટલે શરાબ નો ભરેલો ગ્લાસ માણસ તરફ લઈ જઈને પછી આપણે એને આપ્યા વિના જ પાછો ખેંચીને પીવાનો ... આ સભ્ય પશ્ચિમ સંસ્કાર છે

સાપેક્ષવાદ
એક સ્ત્રી દિવસના અંદાજે ૨૦ હજાર શબ્દો બોલે છે. પણ એના પતિને લાગે છે કે એ પચાસ હજાર શબ્દો બોલે છે. જ્યારે એ સ્ત્રીને લાગે છે કે એ માત્ર પાંચ હજાર શબ્દો બોલી છે.
આઈન્સ્ટાઈન ભાઈ એનો આવિષ્કાર કર્યો હતો અને તેઓ ખુદ પોતે બે વખત પરણ્યા હતા.

એક્ઝિક્યુટિવ એટલે એવો માણસ જેને ઓફિસમાં પોતાનું ખાનગી ટોયલેટ અને જેની ગાડી ને પોતાની જાહેર પાર્કિંગ જગ્યા હોય છે

તાગધિન્ના યાની તબલાનો એકતાલ, રાગ દરબારી ગવાતો હોય ત્યારે સાથે સંગીતમાં તાગડધિન્ના નો સાલ અપાય છે.

કોઈ કહે કે પેલી છોકરી ના તમાંચા નો બિબાચો આપો તો ઘભરાવવું નહિ...
તમાચો એ પોર્ટુગીઝ શબ્દ છે, પત્નીના કાકાને તમાચો કહે છે. પારસીઓમાં કાગળોના ડોક્યુમેન્ટ્સ ને જુની ભાષામાં દીબાચો કહે છે

નિર્દોષ કોને કહેવાય
જેને મુમતાજ અને સજાની કબરો જોઈને લગ્નના વિચારો નથી આવતા, પણ તાજમહલનો ઘુમ્મટ જોઈને લગ્ન કરવા ઉત્સુક બની જાય છે

સારો માણસ યાની જેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી

પેપ્સી ની વાત શ્રીમાન ચંદ્રકાંત બક્ષીએ જે લખી છે તે તો મારી જાણ આજે જ આવી છે અને કદાચ જો વાંચ્યું ન હોત તો મને એની જાણ ન થઇ હોત તો આથી સહેજ google ઉપર પણ રેફરન્સ લેવાની કોશિશ કરી પણ મને એ વાત મળી નથી ભલે એમણે એક અવ્યાખ્યાયિત પદ રૂપે પેપ્સી ના માંધાતાઓની વાત કહી ...વાત નીચે મુજબ છે
જગસી નેણસી, પેપ્સી અમરસી, તેરસી રતનસી એ ત્રણ કચ્છી પાર્ટનરોએ ઠંડા પીણા વેચવાનું કામ શરૂ કર્યું હતું. પછી એમણે કોલ્ડ્રીંક કંપની કાઢી ને એમના ધંધા ને  trade name આપ્યું ... "પેપ્સી" જે આજે જગતભરમાં મશહૂર થયું છે

એક્યુપંચર એટલે કે ડોક્ટર તમારા શહેરમાં સમય ઘુસાડતો જાય અને તમને સારું લાગતું જાય એવી એક ચીની રમત

કોલગેટ
મુંબઈના ચર્ચગેટ સ્ટેશનની પાછળ કોલગેટ હતું એ દરવાજાની અંદર કોલસાનો વિરાટ ગોડાઉન હતું ચર્ચગેટ થી ઉપરથી ટ્રેનોને કોલગેટ માંથી કોલસો પુરો પાડવામાં આવતો હતો
આજે કોલગેટ ની ડાયાબિટીસ રોગ માં પણ વાપરી શકાય એવી toothpaste આવેલી છે જેને લીમડાનો પણ સાથ મળેલ છે. જૂના જમાનામાં લીમડા નું દાતણ શું ખોટું હતું???

ટૂંકી વાર્તા માટે એવું કહી શકાય કે સાહિત્યનો એક પ્રકાર છે જેનો જૂના જમાનામાં છાપાઓના પાનાઓ ભરવામાં ઉપયોગ થતો હતો આજે અથવા આજકાલ જાહેરખબરો વધી જવાથી છાપાઓ ટૂંકીવાર્તા છાપતા નથી

કિસિંગ એ ઉત્તર ચીનના નગરનું નામ છે એની પાસે જ વીકિંગ, લવિંગ બીજિંગ કીકિંગ વગેરે નગર આવેલા છે.

VAT 69 નામદાર પોપ નો ટેલીફોન નંબર એક સમય હતો

હકીકત ની ખબર નથી એ વાતનું ભાન થવું એ જ્ઞાનની દિશામાં પ્રથમ કદમ છે.


શ્રી ચંદ્રકાંત બક્ષીની 1991 ની કેટલીક અવ્યાખ્યા ઓ માંથી સંકલિત.

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ




No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...