માન્યું કે ગણિત કોઈનું કાચું છે.. પણ આ છે જ વાસ્તવિક ઘન ક્ષેત્રની સરળ લા ગણી
પણ મને ખ્યાલ છે ત્યાં સુધી....
સરવાળો તો બરાબર જ હતો, લાગણીઓનો.
અને આમ પણ દરેકવાર... ભૂલ ગણતરીમાં જ થાય એવું જરૂરી તો નથી જ !
બની શકે છે કે ઈરાદાપૂર્વક
કોઈ સરવાળામાથી ખસી ગયું હોય.. શું એવું માની શકાય....???
મનુષ્યો તો જાડા પાતળા હોય
એટલે શ્રી અંક માટે આજુ બાજુ ની જગ્યા નું ધ્યાન તો સરવાળા બાદબાકી કરનારે જ રાખવું પડે, તો જ એક નીચે એક નો ક્રમ બાદબાકી માં પણ સચવાય.
એક નિયમ સરવાળા નો અને એક નિયમ બાદબાકી નો વિચિત્ર છે... રાશિ ગમેતે હોય ઉમેરવાથી જ ખબર પડે???
માઈનસ યાની ઓછામાં (-) વધારે માં ઓછા વત્તા ઉમેરો તો ઓછા પણ વધારે મળે.
દાખલા તરીકે (-૧૦) + (૫) = (-5)
ઓછા ઓછા નો બાદબાકી નો સરવાળો પણ હમેશા ક્ષેત્રમાં વધુ જ અંક આપે છે..
(૫) - (-૫) = (10)
અને
(-૫) + (-૫) = (-10)
અને ઘન ક્ષેત્ર માં હમેશા વાસ્તવિક અંક જ મળે છે..
*(+૫) + (+૫) = (+૧૦) = ૧૦*
*અહીં ભાષા મિશ્રિત અંક અને સંપૂર્ણ ગુજરાતી અંકો ની વાત ભૂલવા જેવી નથી..*
જે લય માં હોય તેને તેની પોતાની ગતિ હોય છે. તે કદાચ બીજા ને પણ લય આપી શકે છે..
ઉદગીથ ના ગીતો નું સામર્થ્ય સામ ગાન પણ છંછેડી શકે છે.
મનુષ્ય, પશુ, પક્ષી, અને પ્રેમી જીવન પ્રાણ તત્વ છે...
ભેદ તો માનવ ની અંદર ના તત્વના એકત્વ ના સાથે ના તાદાત્મ્ય સાથે નો જોવો પડે.
વાણી, વિચાર, આંખ નું મન મગજ મસ્તિષ્ક સાથે નું જોડાણ શબ્દ થકી યુગાબ્દ જોડી શકે .... ભલે પછે સમ્યકાક્ષર પ્રકૃતિ હોય....
મને હવે બોગદુ અને સેતુ નો ભેદ ખબર રહી...
બોગદા થી સમતલથી નીચે જઇ સમતલ પર અવાય..
સેતુ થી સમતલથી ઉપર જઈ સમતલે અવાય...
ગતિ નિયંત્રણ માટે બોગદા માં સૌથી નીચે ખાળ/ગટર હોય છે...
સેતુ પર નાનો બીજો સેતુ હોય...
જીવન ના આરોહ અવરોહ માં સહેજ અંશે તો ગરબડ થાય જ છે જ્યારે તમે ભલે લય માં હોવ પણ જો બીજા ના હોય તો લાવી પણ શકો છે... અને તેજ નવજીવન ની પ્રેરણા બની શકે....
નક્કી આપણે કરવું જ પડે...
સ્થિતપ્રજ્ઞ સ્થિર એક ચિત સદબુદ્ધિ રાખવી કે પછી યાંત્રિક સાધન થી આસ્તે આસ્તે જાત ને ત્રિપરિમાણવીય જીવન થી "ઉત્સવ" બનાવવી...
"ઉત" મતલબ ઈશ્વર અને "સવ" મતલબ પ્રાગટય અથવા અર્ક, કોઈ વાત વસ્તુ નો નિષ્કર્ષ...
હમણાં જાણ્યું.. શ્રીયુત થકી શ્રીમાન હું વૈભવી થકી. જ બન્યો છું... બાકી અમી મય શ્રધ્ધા ની ભૂમિકા ઊંચી જ છે...
બ્રહ્માંડ મા પણ વાસ્તવિક ચિતાર મળે જ છે વર્તુળ નો...
જુઓ કેવું સરસ વર્તુળ છે!!!
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા!!!
No comments:
Post a Comment