Sunday, June 2, 2024

રેડિયો એક્ટિવ પદાર્થની ચોરી જ નહીં પરંતુ નિકાલ પણ ચિંતા નો વિષય છે

પરમાણુ ભોમ્બ બનાવવો હોય કે પરમાણુ ઊર્જા મેળવવી હોય એ માટે  જે સામગ્રી જોઈએ તેને રેડિયોએક્ટિવ મેટિરિયલ્સ કહેવાય. એમાં યુરેનિયમ, થોરિયમ સહિતનાં દસેક તત્વો આવી જાય. એ પૈકી કોઈ સામગ્રી ગુમ થાય તો જ્યાંથી ચોરાય એનાથી વધારે ચિંતા જગતને થાય, કેમ કે પરમાણુ સામગ્રીનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવા માટે પણ થઈ શકે છે.



રેડિયોએક્ટિવ કિરણોની ગંગોત્રી

યુરેનિયમ
પ્લુટોનિયમ
થોરિયમ
સ્ટોર્નિયમ
કેલ્શિયમ-137
કોબાલ્ટ-60
ઈરિડિયમ-192
રેડોન
પોલોનિયમ
આલ્ફા રેડિયેશન

1950 સુધી તો રેડિયમ યુરેનિયમ જેવાં એકાદ- બે તત્ત્વોમાંથી જ રેડિયોએક્ટિવ કિરણો નીકળતાં હતાં. આજે તેના સ્રોત વધી ગયા છે. અહીં એવા કેટલાક સ્રોતની યાદી આપી છે. આપણા દૈનિક જીવનમાં ઘણી એવી ચીજો છે, જેમાંથી વત્તા-ઓછા અંશે રેડિયો વિકિરણો નીકળતાં જ હોય છે. જોકે દરેક વખતે એ હાનિકારક નથી હોતા, બાળકોની રમત માં પણ હવે તો કિરણોત્સર્ગ પદાર્થ નો કચરો સાફ કરીને રમકડાં મા વપરાય છે...

સંયુક્ત રાષ્ટ્રસંઘની પરમાણુ ઊર્જા પર નજર રાખતી સંસ્થા ઇન્ટરનેશનલ એટમિક એનર્જી કમિશન (IAEA) કહે છે કે 2023ના વર્ષ દરમિયાન 31 દેશમાંથી રેડિયોએક્ટિવ મટિરિયલ ચોરી થવાની 168 ઘટના નોંધાઈ, એ દરેક ઘટના વખતે ચોરાવેલી સામગ્રીથી પરમાણુ બોમ્બ બની જાય એવું બિલકુલ નથી. 

જુઓ અહી HAARP High-Frequency Active Aural Research Program (HAARP) ની થીયરી આપેલી છે જે રશિયા અને અમેરિકાના કોન્સપિરાન્સી ની બાબતે અંદર તરફ નોંધ માં વણાયેલી છે અને અનાયાસે એક સિક્રેટ વેપન તરીકે એનો ઉપયોગ કરવામાં આવેલો અને જે થકી ઘણી બધી જગ્યાએ મકરવૃતથી ઉપરના વિભાગમાં વાતાવરણનો પલટો આવેલો હતો 

એટમિક કમિશન' છેલ્લાં 30 વર્ષથી પરમાણુ સામગ્રીની હેરાફેરી પર નજર રાખે છે. તેમના આંકડા મુજબ 1993થી આજુ સુધીમાં આવી નાની મોટી ચોરીની 4243 ઘટનાઓ નોંધાઈ છે. એ બધી ઘટનાઓમાં કંઈ ચિંતા કરવા જેવું હોતું નથી. હા. 350 ઘટના એવી છે. જેના પર નજર રાકવી પડે. પરમાણુ બોમ્બ બનતો હોય ત્યાંથી જ રેડિયોએક્ટિવ સામગ્રી ચોરી થાય એવું નથી. તેનો ઉપયોગ પરમાણુ ઉપરાંત ન્યુક્લિયર સંશોધન સંસ્થાઓ. જહાજી ઉદ્યોગ, હોસ્પિટલો વગેરેમાં થાય છે. ત્યાં વપરાતી સામગ્રી ચોરી થાય તો પરમાણુ બોમ્બ બની કાય એવું નથી, પણ રેડિયોએક્ટિવ સામગ્રી એટલે કે જેમાંથી હાનિકારક વિકિરણો નીકળે છે એવી સામગ્રી જાહેર આરોગ્ય માટે તો જોખમી છે જ. 

જગતના દેશોને જેટલો રસ પરમાણું બોમ્બ બનાવાયાં છે. એના પાંચમા ભાગનો રસ પણ પરમાણુ સામગ્રીની નિકાલની સલામત રીતે શોધવામાં નથી. પરમાણુ સામગ્રી હોય કે પરમાણુ બોમ્બ હોય તેનું વિસર્જન કરવું. એક ઠેકાણેથી બીજા ઠેકાણે પરિવહન કરવું, વપરાશ થયા પછી સલામત રીતે સંગ્રહ કરવો વગેરે કામો અત્યંત કપરાં છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ કપરાં છે અને આર્થિક દ્રષ્ટિએ લાખના બાર હજાર કરે એવાં છે. એટલે અમેરિકા-રશિયા વર્ષોથી પોતાના પરમાણુ બોમ્બ ઓછા કરવા પ્રયાસ કરે છે. પણ બોમ્બ વિસર્જનની પ્રક્રિયા ખૂબ લાંબી હોવાથી એ કામ દાયકાઓ સુધી ચાલ્યા કરશે. 

2013માં મેક્સિકોમાં ચોર રેડિયોએક્ટિવ સામગ્રી ટ્રક ભરીને ઉઠાવી ગયા હતા. એમાં રહેલી સામગ્રી તો મેડિકલ વપરાશ માટેની હતી. પણ તેનો ઉપયોગ પરમાણુ બોમ્બ (ચોરી અને જ્યાં ત્યાંથી સામગ્રી ભેગી કરી બનાવાતો હોવાથી આવો બોમ્બ 'ડર્ટી બોમ્બ' કહેવાય) બનાવામાં થઈ શકે એમ હતો. સદ્ભાગ્યે થોડા દિવસોમાં એ સામગ્રી મળી આવી...

પરમાણુ બોમ્બ બનાવાની પ્રક્રિયા જટિલ છે અને ખર્ચાળ છે, પણ ખોવાયેલી સામગ્રી કોઈ એવા સંગઠન કે દેશના હાથમાં આવે તો જેણે પરમાણુ બોમ્બની બધી તૈયારી કરી લીધી છે. બસ તેની પાસે ખાલી રેડિયોએક્ટિવ સામગ્રી નથી... 

સંયુક્ત રાષ્ટ્રસંઘની પરમાણુ ઊર્જા પર નજર રાખતી સંસ્થા ઇન્ટરનેશનલ એટમિક એનર્જી કમિશન (IAEA) કમિશનને લાગે છે કે 168માંથી છ ઘટના એવી ચિંતાજનક છે. 


રશિયાનુ ચેર્નોબિલ પરમાણુ ઊર્જા મથક વિસ્ફોટ પામ્યું હતું એ પ્રિપ્યાત નગર હવે ખાલી ખંડેર છે. મુલાકાતીઓ. સંશોધકો ત્યાં આવતા-જતા એ છે. અહીંથી રેઢી મૂકી દેવાયેલી સામગ્રી પૈકી કેટલીક પરમાણુ સામગ્રી ખોવાઈ ગઈ છે.

આ તો સામગ્રીની વાત છે. અમેરિકાએ તો આખેઆખા પરમાણુ બોમ્બ જ ખોઈ નાખ્યા છે. સ્વારે કોઈ પાતક પરમાણુ બોમ્બ ખોવાઈ જાય તો તેના માટે 'બ્રોકન એરો' એવો સકિતિક શબ્દો અમેરિકી સુરક્ષા નિષ્ણાતો વાપરે છે. 'બ્રોકન એરો' કહી શકાય એવી 32 ઘટનાઓ બની છે.

અહીં માત્ર આ વાત મૂકી રાખવાની જરૂર નથી હોતી પરંતુ જ્યારે જ્યારે વિકિરણોનો સ્ત્રોત પદાર્થ રૂપે સંઘર્ષ આપેલો જે જગ્યાએ પણ મુકેલો હોય એ જગ્યાએથી એ એના મૂળ પદાર્થ જ્યાં સચવાયો હોય તેટલા વિસ્તારને પણ નુકસાન કરી શકે છે અને આનું એક સૌથી મોટું ઉદાહરણ છે હિમાલયા અને ભૂસ્ખલન કદાચ હું ખોટો પણ હોઈ શકું છું પરંતુ જૂના જમાનામાં ક્યાં આગળ ઘણા બધા કિલોગ્રામથી પદાર્થ હિમાલયના શિખરો ઉપર કોક જગ્યાએ મુકાયેલો રહ્યો છે અને એના ફળ સ્વરૂપ કદાચ બની શકે છે.. અમેરિકાને પણ એવા બ્રોકન એરો પ્રોજેક્ટ ની જરૂર એટલા માટે જ પડીએ છીએ કેમકે તેનું આજુબાજુ વાતાવરણ બગાડતું હશે!!!

આ વાત હું એટલા માટે કહું છું કેમ કે જે મારી મોટરસાયકલની લોખંડની ટાંકી ની અંદર એની અંદર પેટ્રોલ જે બાકી રહેલું હતું 7 કે 8 વર્ષ સુધી એ પેટ્રોલ એક અલગ પ્રકારના કેમિકલ ફોર્મમાં આવી ગયું અને એ કેમિકલ ફોર્મ એટલું બધું સેન્દ્રીય બની ગયું કે એ આખી લોખંડની ટાંકીને કાણું પાડીને બહાર ટપકી ગયું અને જ્યારે ટપક્યું તો એક ઘાટા પદાર્થ તરીકે એ નીચે પડ્યું!!!!!અને એની વાસ પણ વિશિષ્ઠ જ હતી કે જેમાંથી પેટ્રોલિયમ નું વિઘટન થતું હોય એવી ગાગઢી...

બીજા ગ્રુપમાં જોઈએ તો વિકર્ણોમાંથી નીકળતા પદાર્થોનો જે જથ્થો હોય છે તે વાયુની અંદર પ્રસરાવીને એ ચોક્કસ ક્ષેત્રમાં એના રેડિયો સંસ્પંદન મોકલીને જે તે દેશની આબોહવા પણ બગાડી શકાય એટલા સક્ષમ હોય છે અને હાલમાં આ વિષય ઉપર એક આર્ટિકલ સંદેશની અંદર આયો તો કે જેમાં હવાના તરંગો સાથે મોટા મોટા મોજા રેડિયો એક્ટિવ મોજા અથવા તો એ પ્રકારના રેડિયો વેવ્સ મોકલવામાં આવ્યા અને અમેરિકા રશિયાની વચ્ચેના જે ગ્રીનલેન્ડ તરફનો એરિયા છે તેની આજુબાજુ અને કેટલા વિસ્તારની અંદર ચોક્કસ પ્રકારની આબોહવા બદલવામાં આવી... પવનના મોજાની દિશા પણ એ ઘનત્વ થી બદલાઈ અને અલગ પ્રકારની આબોહવાના પરિપ્રેક્ષામાં વર્તણૂક વિરુદ્ધ ની સિઝન આપી ગઈ..

હમણાં હમણાં આપણે એર ટરબ્યુલાન્સ ની વાત પણ જોઈ લીધી અને એર ટર્મ્યુલન્સના કારણે વિમાન અવકાશની અંદર જ 6000 ફીટ નીચે આવ્યું હતું એ પણ વાત આપણાથી જાણ બહાર નથી રહી અને આવી આબોહવા બગાડતી, પ્રકૃતિઓની વિરુદ્ધ કામ કરતી કૃત્રિમ પ્રણાલીઓ, હવેના ભવિષ્યની અંદર પૃથ્વીને કેટલો ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે તે ખરેખર સાચે જ વિચારવા યોગ્ય બાબત બની રહી છે..

વિડીયો એક્ટિવ પદાર્થ એ સેટેલાઈટ ના બળતણ તરીકે પણ ઉપયોગમાં થઈ શકે છે.. એટલે સાવ એવું નથી હોતું કે બધા પદાર્થો માત્ર બોમ્બ બનાવવા માટે વપરાય પણ એ જે વિકર્ણોનું ઉત્સર્જન છે એના થતી બળતણના પણ વિશિષ્ટ ફાયદા મળી શકે છે..

ચોરી થવાનું કારણ કે માત્ર બોમ્બ બનાવવાનું નહીં પણ એના વિકિરણો ઉપયોગ ચોક્કસ સ્વરૂપે
 નાના દેશોના ફાયદા માટે ઊર્જા ઉપકરણ ના પદાર્થ તરીકે પણ વપરાય એ સત્ય રૂપે વિચારી શકાય એવી બાબત છે પણ છતાં એટોમિક એનર્જીની સંસ્થા એ ચોરીની ચિંતા પ્રેરે છે તો એ સારી વાત છે...

ન્યુક્લિયર એનર્જી થી ચાલતી ફુકુસીમાની ભઠ્ઠીઓ જે વખતે સુનામી આવ્યું તે વખતે જે અંદરની તિરાડો થકી આજુબાજુના સમુદ્ર વિસ્તારની જે પાણીને બગાડવાની જે વૃત્તિ ધરાવતી વાત હતી તેનું સોલ્યુશન દસ વર્ષે પણ હજી સુધી આવ્યું નથી અને પરાણે એ નીકળેલા ગંદા પાણીનો નિકાલ કરવા માટે હજી પણ ભઠ્ઠી એ સર્જેલા વિભાગીય સંસ્પંદનની અંદર જાપાન સરકારે એ કામ કરવાની પરાણે જહેમત ઉઠાવી છે... આ કેટલી ગહન બાબત છે તે સમજી શકાય એવી છે માનવીય જીવણ તથા દરેક સજીવ માટે...

ખુશામદિન 
જય ગુરુદેવ દત્તાત્રેય 
જય હિંદ 
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ 

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...