Wednesday, March 6, 2024

બોલબાલા કોને કહેવાય

2024 ગુજરાત સરકારે ગયા વર્ષ કરતા 10% વધારી 3,32,350 (અંદાજે સાડાત્રણ લાખ કરોડ) રૂપિયા નું અંદાજ પત્ર રજૂ કર્યું. આવા વિધાન સાથે એ પણ જાણવું જરૂરી છે કે ગુજરાત નુ દેવું 3 લાખ કરોડ માત્ર છે!!! દસ ટકા બજેટ વધારવામાં નાનમ ના આવી કેમકે દેવું અને બજેટ સમાન થતા હતા..

બીજી બાજુ જૂઓ તો માથાદીઠ આવક ભલે વધે પણ તેની અસમાન વહેંચણી ના હોય તો જ મોઘવારી ઘટે, એ વિધાન ની રૂપરેખા ભુલાઈ કેમ એ પણ સવાલ છે..

અત્યારે પણ ઇન્દિરાજીનું જૂનું સ્લોગન "ગરીબી હટાવો" કુંભાર ના ચાકે હજી અકબંધ જ છે.

ગરીબ એ ગરીબ જ રહે છે અને અમીર વધુ અમીર.

પણ અમીર નેતા ગુના સાથે ચોકકસ પક્ષ પલટો કરે તો વાટાઘાટો જુદી તરે છે.. અને તો પણ તે પક્ષ ના સર્વોપરી લોકો નવા માણસો નીમે છે જયારે બિહાર માં જૂના ને જૂના વ્યક્તિ જ CM પદ પક્ષ બદલી બદલી ને ટકે અને ટકાવે છે..

આપણે ચીન નું સલોગન પરિવાર નિયોજન માટે ભારતે લીધું પણ હવે તો એ લોકોએ પણ બદલ્યું "અમે બે, અમારા ત્રણ". કોને કહીએ???

ચલો આપણે પણ સ્લોગણ બદલીએ..
"ભારતીય રૂપિયો, પૈસા લાવે"
"ભારતીય રૂપિયો આંતરરાષ્ટ્રિય ચલણ માં સર્વોપરી બનાવો"

વગેરે વગેરે...

... ભારતીય ભણતર તોજ ચમકશે કે જયારે તે ભણેલ વિદ્યા થી વિધાર્થી નેતા, એ નેતા ઓએ રચેલ આંકડાકીય માયા જાળ માં એ નેતાને સવાલો થી જ મુઝવશે.. બાકી આરક્ષણ માં રહેનારા ભણ્યાં શું અને ગણ્યા શું અને એય છોડો.. Nation First ક્યારે???

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Happy Moments
Jigaram Jaigishya is a jigar:

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...