‘માતૃભાષા તો માનો ખોળો છે, એટલે બાળક જે ભાષામાં હાલરડું સાંભળતાં સાંભળતાં પોઢી જાય છે તે ભાષામાં જ તેને ભણાવવું જોઈએ.' અને ભણાયા બાદ જુવાની માં એ જ કક્કો બારાખડી નોકરી ના ઇન્ટરવ્યૂ માં કડકડાટ બોલવો જોઈએ. માતૃભાષાનું મૃત્યુ એટલે આપણી સંસ્કૃતિનું મૃત્યુ.
આ એક કડવું સત્ય છે કે અંગ્રેજીના કારણે વિશ્વની ઘણી માતૃભાષાઓ લુપ્ત થવાના આરે છે. અંગ્રેજી ભાષા માત્ર 26 મૂળાક્ષર ની, તે વિશ્વભરની ભાષાઓ પર હાવી થઈ રહી છે. અને દરેક ભાષા એની ઊર્જા લઈ ને સમાપ્તિ તરફ માત્ર આંગ્લ ભાષા થી થાય તે નાજ ચાલે... અહીં સંસ્કૃત ની વાત નથી કરતા...
ભારત જ નહીં પરંતુ વિશ્વની અનેક માતૃભાષા અનેક સંકટોમાંથી પસાર થઈ રહી છે. તેનાં બે કારણો છે. એક તો અંગ્રેજી ભાષાનું વધી રહેલું વર્ચસ્વ અને બીજું કારણ છે. શિક્ષિત અને આર્થિક રીતે સમૃદ્ધ વર્ગ પોતાની જ માતૃભાષાની ઉપેક્ષા કરી રહ્યો છે. આ વર્ગ અંગ્રેજી ભાષાને જ જ્ઞાનનું સાધન માની રહ્યો છે.
યુનાઇટેડ નેશન્સ પણ વિશ્વમાંથી લુપ્ત થઈ રહેલી માતૃભાષાઓ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. આ કારણથી જ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થોષણા કરવામાં આવી છે. વિશ્વમાંથી લુપ્ત થઈ રહેલી માતૃભાષાઓનું સંરક્ષણ કરવું જરૂરી છે.
દુનિયાની ઘણી ભાષાઓ એવી છે જેને બોલવાવાળા હવે એક હજારથી પણ ઓછા લોકો રહી ગયા છે.
માતૃભાષાઓના સંદર્ભમાં ભારતની પરિસ્થિતિ પણ બેહદ ચિંતાજનક છે.
અમેરિકામાં પણ ત્યાંની આદીવાસી ની માતૃભાષાઓ દમ તોડી રહી છે.
દુનિયામાં કુલ 7000 જેટલી ભાષાઓ બોલાય છે. પરંતુ વિશ્વમાં અંગ્રેજી ભાષાનો પ્રચાર અને પ્રસાર જે રીતે વધી રહ્યો છે તે જોતાં લાગે છે કે આવતા એક દાયકામાં ઘણી ભાષાઓ લુપ્ત થઈ જશે. ભારત અને અમેરિકા પછી સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ ઈન્ડોનેશિયાની છે. ઈન્ડોનેશિયાની 100 ભાષાઓ સમાપ્તિના આરે છે.
અંગ્રેજી એ નોકરી મેળવવાની અને પૈસા કમાવવાની ભાષા બની. ગઈ છે. તેને નજર અંદાજ કરી શકાય નહી. વિશ્વભરની ની પેઢીને અંગ્રેજી ભાષાનું જ આકપણ છે. અંગ્રેજી ભાષા ભલે ર ના વિનિમય રુપે લેવાય પરંતુ માતૃભાષા આપણી ધરોહર છે, તેને પણ બચાવવી જરૂરી છે. બેંકો. નિગમો અને સરકારી કચેરીઓમાં પણ માતૃભાષ જીવીત રહે તે જરૂરી છે. ભારતની ભાષાઓ અને બોલીને અંગ્રેજીના વધતા જતા પ્રભાવના કારણે સંક્ટમાં છે.
21 ફેબ્રુઆરીને સંયુક્ત રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી છે, એનો ઈતિહાસ એવો છે કે બંગલા દેશમાં 'ભાષા, આંદોલન દિવસ' મનાવવામાં આવે છે. પશ્ર્ચિમ બંગાલ માં પણ આજ વાત બ્રિટિશ રૂલ વખતે હતીજ.. અંગ્રેજો એ કોલેજ ના અમૂક શિક્ષણ ફરજિયાત અંગ્રેજી ભાષા ના બનાવ્યા હતા..પણ બંગલા દેશ એ વખતે (જયારે ભેગું હતુ ત્યારે) ઢાકામાં 'બાંગ્લા'ને બીજી રાષ્ટ્રભાષા બનાવવા માટે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું તેને અંકુશમાં લેવા માટે પોલીસે ગોળીબાર કયો અને કેટલાક વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં. એ કારણથી ત્યાં એ દિવસને દર વર્ષે એ ઘટનાની સ્મૃતિ તરીકે ભાષા આંદોલન દિવસ તરીકે મનાવવામાં આવે છે. તે પછી એ સ્મૃતિ કાયમ રાખવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે દર વર્ષે તા.૨૧મી ફેબ્રુઆરીના દિવસન આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે ઘોષિત કર્યો.
કટાક્ષ
આજની તારીખ માં ભારતીય સુપ્રીમ કોર્ટ માં પણ અંગ્રેજી ફરજિયાત છે!!!!!
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
No comments:
Post a Comment