મળ્યો જેને જેને હું, ન જોયો મને એ લોકોએ
પણ જોઈ માત્ર એમણે મારી આંખો ની કીકી
કહ્યું "*તું છે.. તું નથી*"
જનક રાજા નો અષ્ટા વક્ર સાથે નો સંવાદ યાદ આવ્યો..
"*આ છે અને આ નથી*"
એવા પણ મળ્યા જે પૂર્ણ મુલાકાતો માં અડધું બોલી અટકી ગયા,
પણ વાયુ પુરાણ અનુસાર કહેતા ગયા "*આ રહ્યો*"
હું બોલતો રહ્યો હું મારા અટકેલા શ્વાસ થકી..
...જય ગુરુદેવ દત્તાત્રેય.. જય હિંદ..
એવું નથી કે વાયવ્યમાં બોલેલું ભુલો તો જ મિત્રતા રહે,
નૈઋત્ય માં મિત્રતામા શબ્દ સાયુજ્ય ના પણ સધાય!!
હવે.. પણ એટલી ખબર રહી જ છે જીવનમાં કે..
પગલું જોશો "તો અને તો જ" ડગલું ખબર પડશે..
જીવન નું "ણ" સંસ્કૃત ના "ण" થી ભલે જુદી સંજ્ઞા એ,
ગુજરતી રાહે, ગુર્જર ધરાએ પણ કહેતા ગયા એ લોકો...
"*તું જીવે છે*"
મેષ રાશિના સ્નેહી જન ને અર્પણ,
જીગર ગૌરાંગભાઈ મહેતા તરફથી
No comments:
Post a Comment