નમણુ પતંગિયુ આપણને કેવી જીવનદીક્ષા આપી જાય છે!
પતંગિયુ તો આમ પણ પ્રેમ, દોસ્તી અને આનંદ જેવી જિંદગીની સર્વોચ્ચ સુંદર બાબતોનું પ્રતીક છે.
સુખ અને પ્રકૃતિ સાથેનું અનુસંધાન છે.
મણિપુરની એક આદિવાસી જાતિ તો પોતાને પતંગિયાના વંશ જ માને છે !
જાપાનમાં ઘરમાં પતંગિયુ આવે, તો પ્રિયજન જીવનમાં આવશે એવો સંકેત મનાય છે !
ફ્રાન્સમાં પતંગિયાને રોમાન્સના સિમ્બોલ રૂપે ‘પેપિલીઓન કહેવાય છે.
ભારતમાં એને દેવતાઈ ગણીને ‘ઇન્દ્રગોપ’ કહેવાતું.
ઈજીપ્તમાં માણસના મૃત્યુ પછી એનો આત્મા પતંગિયુ થઈ જાય છે, એવી માન્યતા હતી.
કેટલાક દેશોમાં પતંગિયુ આસુરી પ્રતીક પણ મનાતું ! ફેશનમં ‘બો ટાઈ' બટરફ્લાયની પ્રેરણામાંથી આવી છે.
બટરફલાયના ટેટૂઝ જ નહિ, શરીરમાં બાટલા ચડાવવા માટે દેહ પર ડોકટર્સ ‘બટરફલાય નીડલ’ પણ ચોંટાડે છે !
ઈયળ માંથી પતંગિયુ થવાની ક્રિયા વૈજ્ઞાનિકો ના મતે મેટા મોરફોસિસ કહેવાય છે...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
No comments:
Post a Comment