Sunday, September 25, 2022

હાસ્ય ગરબો

આ વાહ પ્રકારનો હાસ્ય રસિક ગરબો ઘણા વખતથી મ્યુનીસિપલ સ્ટાફ ક્વોટર્સમાં રાજેશ મહેન્દ્રભાઈ પટેલ તરફથી ગવાતો હતો અને હશે મારી જાણમાં રહ્યો છે તો એને હું સંસ્કૃત શબ્દ સાતત્યમાં ઢોળવા કોશિશ કરી રહ્યો છું..


શંભુલાલ ને એક બૈરું લંગડું શંભુ લાલ
લંગડીને ચપ્પલ જોઈએ શંભુ લાલ
મુંબઈ જવાતું નથી ચપ્પલ લવાતી નથી
લંગડી એનું લોહી પી જાય છે શંભુ લાલ...  શભુ લાલ ટેક


શંભુલાલ ને એક બૈરું બહેરું શંભુ લાલ
બહેરીને ટેપરેકોર્ડર જોઈએ શંભુ લાલ
મુંબઈ જવાતું નથી ટેપરેકોર્ડર લેવાતું નથી
બહેરી એનું લોહી પી જાય છે શંભુ લાલ... શંભુ લાલ ટેક


શંભુલાલ ને એક બૈરું ઠુઠું શંભુ લાલ
ઠુંથી ને કંગણ જોઈએ શંભુ લાલ
મુંબઈ જવાતું નથી કંગણ લેવાતું નથી
ઠુંઠી એનું લોહી પી જાય છે શંભુ લાલ... શંભુ લાલ ટેક


શંભુલાલ ને એક બૈરું કાણું શંભુ લાલ
કાણી ને ગોગલ્સ જોઈએ શંભુ લાલ
મુંબઈ જવાતું નથી ગોગલ્સ લેવાતું નથી
કાણી એનું લોહી પી જાય છે શંભુ લાલ... શંભુ લાલ ટેક


શંભુલાલ ને એક બૈરું ટોલું શંભુ લાલ
ટોલી ને વેણી જોઈએ શંભુ લાલ
મુંબઈ જવાતું નથી વેણી લેવાતું નથી
ટોલી એનું લોહી પી જાય છે શંભુ લાલ... શંભુ લાલ ટેક


શંભુલાલ શંભુલાલ ઓરે શંભુ લાલ
શંભુલાલ ને પાંચ પાંચ બૈરા શંભુ લાલ.. 

લોક ગરબો નિર્મળ રસિક હાસ્ય માત્ર માટે


જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા 



No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...