સવાલ હતો.. વાર્તા માં વાર્તા નું વિશ્વ કેટલું?
આમતો પ્રશ્ન માં જ, પ્રશ્ન સમઝવાં, જેટલું અલ્પ વિરામ નુ મહત્વ છે, તેટલું જ વિશ્વ મા નવી વાર્તા માટે પૂર્ણ વિરામ નું મહત્વ છે.. છતાં અખતરો અલગ રીતે...
વાર્તા રે વાર્તા ..??
ભાભા કેમ ઢોર ચારતા??
છોકરા ને પણ કેમ સમાવતા???
એક છોકરું ખુશ કેમ ન થાતું???
વાર્તા મા કોઠી પાછળ જ કેમ સંતાણુ???
કોઠી પડી કેમ એક જ છોકરા ખાતર???
છોકરા એ પણ પડતાની સાથે રાડ પાડી કેમ જ???
આ વાર્તા મા માટી વાળી મોટી કોઠી જ કેમ??
આ વાર્તા મા શા માટે ધાતુ ની કોઠી નહિ??
કોઠી નું વિશ્વ કેટલું?? કે પછી વિશ્વ કેટલું??
સત્કાર્ય માટે ના તાંબા ના કળશ જેટલું??
વાર્તા કેટલી?? વાર્તા વિશ્વ કેટલું??
વાર્તા અને વાર્તા નું વિશ્વ બાળકો સમજી શકે એટલુજ..
મોટેરા પણ વાર્તા માટે "વલખા" કરતા અનુભવ્યા છે..
મોટા માંધાતાની વાર્તા બને, એ માંધાતા ને પણ વાર્તા ની જરૂર છે!!
આ વિશ્વ ની પ્રથમ વાર્તા કઈ??
આદમ ને ઇવા ગમી, તે સાપે જોઈ, ફળ ની વાત કહી તે...
તો પણ વિશ્વ મા ખાસ ગ્રંથ ની મહત્તા પણ વાર્તા જ રહી એ પણ ધર્મ આચરણ માટે.. એક વાર્તા મા વાર્તા ના વિશ્વ ની સાર વાત છે...
અજાણ્યા કૌતુક... જય ગુરુદેવ દત્તાત્રેય... જય હિંદ