Monday, December 16, 2024

વીસ નગર વડ નગર

સ્વિટ્ઝર્લેન્ડ સરકારે ભારત પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પાછો ખેંચી લીધો છે. સ્વિસ સરકારના આ નિર્ણય બાદ હવે ત્યાં કાર્યરત ભારતીય કંપનીઓએ 1 જાન્યુઆરી 2025થી 10 ટકા વધુ ટેક્સ ચૂકવવો પડશે. ડબલ ટેક્સ એવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA) હેઠળ સ્વિટ્ઝર્લેન્ડે ભારતને MFN રાષ્ટ્રનો દરજ્જો આપ્યો હતો.

શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડે કહ્યું કે ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે તેણે આ પગલું ભરવું પડ્યું. હકીકતમાં, ગયા વર્ષે, નેસ્લે સંબંધિત એક કેસમાં, ભારતની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી આવકવેરા કાયદા હેઠળ સૂચિત ન થાય ત્યાં સુધી DTAA લાગુ કરી શકાય નહીં.

તમને જણાવી દઈએ કે નેસ્લે સ્વિસ કંપની છે. તેનું મુખ્ય મથક સ્વિત્ઝર્લેન્ડના વેવે શહેરમાં છે

ક્લિયર ટેક્સ અનુસાર, બે દેશો તેમના નાગરિકો અને કંપનીઓને ડબલ ટેક્સથી બચાવવા માટે પોતાની વચ્ચે ડબલ ટેક્સ એવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA) કરે છે. આ હેઠળ, કંપનીઓ અથવા વ્યક્તિઓએ તેમની સેવાઓ અથવા ઉત્પાદનો માટે બે અલગ-અલગ દેશોમાં ટેક્સ ચૂકવવો પડતો નથી.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) એ યુનો (યુનાઈટેડ નેશન્સ)નું સંગઠન છે. 164 દેશો તેના સભ્ય છે. આ હેઠળના તમામ દેશો એકબીજાને મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો આપે છે. આ દરજ્જો મળ્યા બાદ તમામ દેશો કોઈપણ ભેદભાવ વિના સરળતાથી એકબીજા સાથે વેપાર કરી શકશે.

સામાન્ય રીતે, World Trade Organisation ની કાયદાકીય કલમ હેઠળ, કોઈપણ દેશ સુરક્ષા સંબંધિત વિવાદોને કારણે અન્ય દેશ પાસેથી આ દરજ્જો પાછો ખેંચી પણ શકે છે. રિપોર્ટ અનુસાર, તેને પાછી ખેંચવા માટે કેટલીક મુખ્ય શરતો પૂરી કરવી પડશે. પરંતુ વાસ્તવમાં તેને દૂર કરવાની કોઈ ઔપચારિક પ્રક્રિયા નથી.

તે પણ સ્પષ્ટ નથી કે કોઈ દેશ WTOને જાણ કરવા માટે બંધાયેલો છે કે શું તે અન્ય દેશ પાસેથી MFN સ્ટેટસ છીનવી રહ્યો છે કે નહીં.

દરમિયાન ભારતની અંદરનું જે રાજકારણ છે તે ભારતના લોકોને જે નોકરી આપે છે તેવા જ લોકોને માટે વિશિષ્ટ સંજોગો ઉભા કરતું હોય એવું છે કેમકે રાજકીય પક્ષ અને વિપક્ષ બંને કઈ જગ્યાએ ખામીએ છે તે નક્કી કરવું લોકો માટે કઠણ છે..

ઉદાહરરૂપે 

ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરૂ જગ્ગી વાસુદેવે પણ વિપક્ષના અવાંછિત વલણની નિંદા કરી છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પરની પોસ્ટમાં તેમણે અદાણી જૂથનું નામ લીધા વિના સંપત્તિ સર્જકો પર રાજકારણ ન રમવા અવાજ ઉઠાવ્યો છે.

‘દેશના ઉદ્યોગપતિઓને રાજકીય ફૂટબોલ ન બનાવો': અદાણી જૂથ પર વિપક્ષના પાયાવિહોણા આરોપો અને વિદેશી કૂટનીતિ થી ભોગ બનતા ભારતીય લોકોએ હવે સમજવુ રહ્યું.. Jaggi જીએ અધવચ્ચે જ તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું કે, 'ભારતના સંપત્તિ સર્જકો અને રોજગારી પ્રદાન કરનારાઓને રાજકીય ટકરાવનો વિષય ન બનવો જોઈએ. જો વિસંગતતાઓ હોય તો પણ કાયદાના દાયરામાં રહીને તેને ઉકેલી શકાય છે, પરંતુ એ વિષયોને આંતરિક રાજકારણ માટે 'ફૂટબોલ' ન બનાવવા જોઈએ.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળની જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)ની કામગીરી અંગે આક્ષેપો કર્યા હતા અને બેંકોની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ આરોપોના જવાબમાં પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન બેન્કિંગ સેક્ટરમાં કરવામાં આવેલા મહત્વના સુધારાઓ તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં રૂ. 3.26 લાખ કરોડ સાથે બેન્કોમાં પુનઃમૂડીકરણનો, ફાઈનાન્સીયલ ઈન્ક્લુઝન, બેંકિંગ સેક્ટરમાં વ્યૂહરચનાઓ સહિતની યોજનાઓ સમાવેશ થાય છે. 

ભારતનાં લોકોને ભારત સાથે જોડવા જોડાવવા એક સામાન્ય ભાષા જરૂરી છે જ.. જુનવાણી સચોટ વિચાર બાબતે ઘણું લખાયું છે..છતાં દિવંગત રવિશંકર મહારાજ જેવા મુક્સેવી લોકોના લેખમાં થી લખાણ..

"ભારતમાં પહેલાં બ્રાહ્મી લિપિ ચાલતી હતી. પછી નાગરી લિપિ આવી. તેના બાદ જુદી જુદી ભાષાઓ બની, તો સાથોસાથ અલગ અલગ લિપિઓ આવી. આજે ભારતમાં જુદા-જુદા પ્રદેશના લોકો આવા લિપિભેદને લીધે અલગ પડ્યા છે. મને લાગે છે કે જેવી રીતે હિંદી ભાષા એક એવો સ્નેહતંતુ છે, જે આખા ભારતને બાંધી શકે છે, તેવી જ રીતે એટલા જ મહત્ત્વનો બીજો સ્નેહતંતુ છે, નાગરી લિપી. આખા હિંદુસ્તાનને એકસાથે જોડવાનું કામ એક લિપિ કરી શકે છે. જો ભારતની બધી જ ભાષાઓ પોતપોતાની લિપિની સાથોસાથ નાગરી લિપિ પણ અપનાવે તો આ કામ થઈ શકે. હિંદુસ્તાનની એકતાને માટે હિંદી ભાષા જેટલી ઉપયોગી થશે, એનાથી ઘણું બધું વધારે કામ દેવનાગરી લિપીથી થશે. અને એટલા માટે હું ઇચ્છું છું કે હિંદુસ્તાનની બધી ભાષાઓ દેવનાગરીમાં પણ લખવામાં આવે. હું ‘જ’ વાદી નથી, પણ ‘પણ’ વાદી છું. એવું નથી કે નાગરી લિપિ ‘જ’ ચાલે, પણ નાગરી ‘પણ’ ચાલે."

દરમિયાન પ્રધાનમંત્રી શું કરે છે?? જે સેવા કરી તેનાં indirect પોઇન્ટ ગણાવે છે.. સીધા મુદ્દા બોલે તો સામાન્ય ભારતીય ને ખબર પણ રહે.. ઊદાહરણ રુપે કેટલાક પ્રશ્નો..

કોંગ્રેસ રૂપી વિરોધ પક્ષ માટે તેમની પાસે અન્ય કોઈ શબ્દો હોય છે?

શું તે AAP માટે કયારેય બોલે છે?

શું તે ભારતમાંથી બહારની દુનિયામાં જે વિપક્ષી નેતા બોલ્યા તેના માટે શું બોલે છે..  કારણ કે હા, આરક્ષણ રદ કરવું, ભારતમાં શક્ય નથી?? તો સફળ ચર્ચા કરવી જોઈએ પણ કરતા નથી અને રાજકારણ રૂપી મતો માંગે જાય છે!!!

શું તે હજી પણ શા માટે મનરેગા સફળતાપૂર્વક ચાલી રહ્યું છે તેના પર બોલે છે?? જ્યારે તેનો ઉકેલ તે ખુદ લાવવા માંગતા હતા અને આગળના શબ્દો હતા કે ખાડો ખોદવો અને કમાણી કરવી? કેટલું વ્યાજબી??

શું તે વાંચે ગુજરાત ની જેમ વાંચે ભારત આંદોલન પર બોલે છે?

શું તે સમાજવાદી પાર્ટી પર કેટલીક વિચિત્ર ઘટનાઓ પર બોલે છે કે જેમાં વિદ્યાર્થીઓને લેપટોપ આપ્યા પછી પ્રગતિ શું છે??

શું તેઓ ટેક્સ પર બોલે છે? કે શા માટે હંમેશા મેટ્રો શહેર માં મ્યુનિસિપલ કોર્પોરેશન, મિલકત વેરાની વિગતોમાં ટેક્સમાં વધારો કરે છે? 

શા માટે કૉર્પોરેશન પૈસા માટે પ્લોટ વેચે છે? 

શા માટે થોડા જૂના પ્રોજેક્ટ્સ વારંવાર નાણાંનું રોકાણ કરવા ચાલુ રાખવા માંગે છે અને શા માટે એકની એક કંપની જ ટેન્ડર મેળવે છે??

શું તે RBI બજેટની પ્રાપ્તિ વિગતો પર બોલે છે??

શું તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબત માટે આરબીઆઈ સંબંધિત વોસ્ટ્રો એકાઉન્ટ ફ્લેશ કર્યું છે??

શું તે બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન પર પાડોશીઓ સારા મિત્રો તરીકે બોલે છે અથવા પશ્ચિમ બાજુઓની મદદ વિના લાંબા અંતરની મદદ વિના વધુ સારી રીતે વ્યવહાર કરવાનો પ્રયાસ કરે છે??

શું તે BRICS સહિત ચીનના એજન્ડા સાથે સારા સંબંધો થી વેપાર વાણિજ્ય વધ્યા પાર પર વાત કરે છે??

શું તે હવામાનના ફેરફારોની વિગતો પર બોલે છે??

શું તે અવિશ્વસનીય રીતે ખોવાયેલા લોકો, પશુ, પક્ષીઓના નોંધણી ના ગુણોત્તરમાં વધારો થયો કેમ તેની પર બોલે છે????

શું તે AI આધારિત ટેક્નોલોજી પર બોલે છે કે બાળકો માટે ખતરનાક છે??

શું તે બુલેટ ટ્રેન પર બોલે છે કારણ કે તે પાંચ વર્ષનું આયોજન હતું પરંતુ લગભગ 10 વર્ષની મર્યાદા વટાવી ગઈ હતી?

શું તે બજાર વ્યૂહરચનાઓ પર અન્ય રાષ્ટ્રોની સામે આંતરરાષ્ટ્રીય ₹ ચલણના ડાઉનફોલમાં નિરીક્ષણ અથવા ઓડિટ અથવા કાર્યવાહી કરવા વિશે બોલે છે??

પણ બાદ માત્ર હરી ફરીને કોંગ્રેસ અને કટોકટી યાની ઇમરજન્સી!!!!!!

મિત્રો પ્રધાનમંત્રી ની ચાંપતી નઝરો ક્યાં છે??

જુના મુદ્દા ઉપર બહુ મતો કદાચ ના મેળવાય પણ લોકોનુ ધ્યાન બીજે થોડાંક સમય માટે દોરવી શકાય.. 

શું ભારતીયો હજુ શિક્ષિત નથી??? 

લેક્ચરની અંદર કે વગર બીજી કોઈ સમજણ નથી???

શું pradhamantri શ્રી યુત NM / MN તેઓ માત્ર ચહેરા દ્વારા માત્ર ભાજપનું માર્કેટિંગ કરતા વડાપ્રધાન છે???

તેમની પાસે મજબૂત સ્થિતિ સાથે € ¥ $ ના આંતરરાષ્ટ્રીય બજારના મોરચે ભારતના ₹ ચલણ સાથે બિઝનેસ વોલ્યુમ વધારવા અને ફેલાવવાની જવાબદારીઓ છે... તે જે પણ વિષય બોલતા નથી તેનો મીડિયાના ફોકસની જરૂર છે ... પરંતુ મીડિયા પાસે ભારતીય નાણાકીય વ્યવસ્થાના આંકડાકીય ડેટાબેઝની કોઈ વિગતો નથી .. પરંતુ ધર્મ આધારિત લોકો અથવા સ્થળ પર રાજકારણ કરે છે.. શા માટે?? 

આમતો વડનગરથી વિસનગર નજીક છે પણ અમદાવાદ દિલ્હીથી ઘણું દૂર છે એટલે FB પર મૂળાક્ષરો ની ઊર્જા મુક્ત પ્રભુ પ્રાર્થના કરી કે ભારતની આર્થિક ઉન્નતિ કરો અને કરાવો...

ખુષામદીન 
જય ગુરૂદેવ દત્તાત્રેય 
જય હિંદ 
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ..

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...