Sunday, July 7, 2024

ભારતીય ચલણી સિકકા, સોનુ વીમાની સર્ગે

ઘણા વખતથી ભારતીય અર્થશાસ્ત્ર એના ધાતુના ચલણી સિક્કાઓથી યોજનો દૂર છે!!! એવું કેમ છે?

એક સરળ વાત એવી છે કે કોસ્ટ કટીંગ થતું હોવાથી ધાતુ મોંઘી હોવાથી કદાચ સિક્કાઓ છપાવતા નહીં હોય.

પરંતુ હવે તો જે હમણાના નવા સિક્કા આવેલા છે, એની સાઈઝ આપણે જોઈએ તો બહુ જ નાની અને નિમ્નકક્ષાનું માત્ર લોખંડ જ મહત્તમ ભેળવેલ જોવા મળે છે, એટલે આજે સહેજ વાત ચલણ સિક્કાઓની વિચારી ...

સોનાના સામાન્ય રીતે ૨૪ ભાગ કરવામાં આવે છે, ‘કૅરેટ' શબ્દ વાપરવાનો રિવાજ છે. ૯ કૅરેટ સોનું એટલે ૨૪ ભાગમાંથી ૯ ભાગ ! કૅરેટ શબ્દ અરબી 'કિરાત' પરથી આવ્યો છે, ચાર દાણાના વજનને કિરાત કહેતા હતા. નવ કૅરેટ સોનું એટલે એમાં માત્ર ૩૭.૫ ટકા સોનું હોય એ પ્રમાણ.

સર્વ પ્રથમ સોનાના સિક્કા છાપવાનું માન લીડીઆના રાજા ક્રોએસસને જાય છે, જે ઈસા પૂર્વ ૫૦૦માં થઈ ગયો. એ અત્યંત વૈભવી ધનિક હતો અને સો ભેગું કરતા રહેવાની એની પ્યાસ અનંત હતી. વાત એવી છે કે ક્રોએસસ જ્યા= યુદ્ધમાં હારી ગયો ત્યારે એની સોનાનો સંચય કરવાની અખૂટ પ્યાસને ધ્યાન-રાખીને શત્રુઓએ એના મોઢામાં ધગધગતું સોનું રેડીને એને મારી નાંખ્યો હતો.

૧૬મી સદીના આરંભમાં જર્મનીમાં 'થેલર'નું ચલણ શરૂ થયું જે કાલક્રમે ‘ડૉલર’ બની ગયું... ! અમેરિકાનો નવો દેશ જીત્યા પછી સ્પેનને અઢળક ચાંદી મળી. જેમાંથી ડૉલરો છપાતા ગયા, અને ૧૭મી-૧૮મી સદીમાં સ્પેનિશ ડૉલર વિશ્વચલણ બની ગયું.

મુઘલોએ સ્વર્ણ મહોરો છાપી હતી પણ એમનું ચલણ ચાંદીનો રૂપિયો બની ગયો.

ચીનાઓએ ક્યારેય સ્વર્ણમુદ્રાઓ છાપી નથી.

સોનાની મુદ્રાઓ ચલણ રૂપે બજારમાં મૂકવાની પ્રથા ઇતિહાસમાં લગભગ સર્વત્ર છે. પ્રાચીન ગ્રીકો ૪ ભાગ સોનું અને ૧ ભાગ ચાંદી મેળવીને 'સફેદ સુવર્ણ’ અથવા ઇલેક્ટ્રમના સિક્કાઓ મૂકતા ગયા. ફિલીપ અને એના પુત્ર ઍલેક્ઝાંડર ધ ગ્રેટના સ્વર્ણ સિક્કાઓ રોમન સામ્રાજ્યની સ્થાપના સુધી ચલણમાં હતા. આરબોએ ૭મી સદીમાં સીરિઆના બાયઝેન્ટિયમ વિસ્તારો જીત્યા અને ત્યાંના સોલિડસ સિક્કાનું ઇસ્લામીકરણ કરીને એને "દિનાર" નું નામ આપ્યું, અને આ "દિનાર" મુસ્લિમ દુનિયામાં પાંચસો વર્ષો સુધી ચલણ તરીકે ચાલ્યો.

ભારતવર્ષમાં કુશાણ અને ગુપ્તવંશોની સ્વર્ણમુદ્રાઓ પાંચમી સદીના અંત સુધી ચાલતી રહી હતી. દક્ષિણ ભારત સુવર્ણમાં માનતું રહ્યું હતું, પણ મુસ્લિમ શાસકો રૂપાના રૂપિયાઓ ચલાવતા રહ્યા હતા. તેરમી સદીનાં મહાન ઇટાલિઅન નગર-રાજ્યો, ફ્લોરેન્સ અને વેનિસ અને જીનોઆમાં સુવર્ણમુદ્રાઓ ચાલતી હતી.  
જૂન ૨૦, ૧૯૩૩ને દિવસે લંડનના ‘ટાઇમ્સ' પત્રે એક પૂર્તિ સોના પર પ્રકાશિત કરી હતી, પછી એ પૂર્તિનું પ્રકાશન પુસ્તકરૂપે થયું અને એમાં વિવિધ વિશેષજ્ઞોના અભ્યાસલેખોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  સોના વિષે એક પૂર્તિ પ્રકટ થાય અને એમાં આટલી બધી અધિકૃત માહિતી હોય, જે બહુઆયામી અને બહુદેશીય હોય, એની પાછળ એક સંગીન કારણ હતું. ૧૯૨૯-૧૯૩૦ની ભયંકર વિશ્વમંદી પછી ગોલ્ડ સ્ટાન્ડર્ડ વિષે ચર્ચાઓ શરૂ થઈ હતી, અને બધી વસ્તુઓના ભાવ ગબડી ગયા હતા જ્યારે સોનાના ભાવ વધી રહ્યા હતા ! દરેક દેશ સોનાના સંચયમાં રસ લઈ રહ્યો હતો કારણ કે ૧૯૩૦ના આરંભનાં વર્ષોમાં દરેક દેશનું ચલણ એ દેશના સોનાના સ્ટૉક પર લગભગ નિર્ભર હતું. આ પુસ્તકમાં એક લેખ હોલ્ડિંગ અથવા જમા કરતા રહેવા વિષે છે અને એના લેખક છે : "સર કીકાભાઈ પ્રેમચંદ" ! ૧૯૩૩માં એટલે કે આજથી 91  / ૯૧ વર્ષ પહેલાં લંડનના 'ટાઇમ્સ'ની ખાસ પૂર્તિમાં લેખ પ્રકટ થાય એ ખરેખર એક સિદ્ધિ હતી.

સર કીકાભાઈ શરૂમાં નોંધે છે કે હિંદુસ્તાનના ઇતિહાસની એક પરંપરા રહી છે કે વિદેશી આક્રમકો આવતા રહેતા હતા અને સોનું લૂંટીને ચાલ્યા જતા હતા. હિંદુસ્તાનમાંથી હમેશાં સોનું બહાર જતું હતું. અંગ્રેજ શાસનની એક ફલશ્રુતિ એ છે કે આ પરંપરામાં પરિવર્તન આવ્યું. હવે હિંદુસ્તાનમાં બહારથી આવતું સોનું ઠલવાતું રહ્યું અને ગાયબ થતું રહ્યું. હિંદુસ્તાન વિષે ૧૯૩૩માં કહેવાતું હતું કે પૃથ્વીના પેટમાંથી ખોદી-ખોદીને ૧ લાખ માણસો સોનું બહાર લાવે છે, અને હિંદુસ્તાન એ વિરાટ ખાડો છે જેમાં ૩૫ કરોડ માણસો (તત્કાલીન વસતી) એ સોનુ દાટી કે સંતાડી કે ઘરેણાંઓમાં ઢાળી નાંખે છે ! એ ૧૯૩૩માં હિંદુસ્તાનમાં ૭ લાખ ગામો અને નગરો હતાં. બૅન્કોની કુલ ૭૦૦ બ્રાન્ચ હતી. ૧૯૨૪-૨૫માં સોનાના ભાવ પડયા ત્યારે હિંદુસ્તાને સોનાની વધારે ખરીદી કરી. ઇંગ્લેન્ડે ગોલ્ડ સ્ટાન્ડર્ડનો ત્યાગ કર્યો. કૃષિના ઉત્પાદનના ભાવ પણ ૧૯૨૯-૧૯૩૦ અને પછીનાં ૧૯૩૦-૧૯૩૨નાં વર્ષોમાં હિંદુસ્તાનમાં પડતા રહ્યા, અને દેશની આર્થિક સ્થિતિ ગબડતી ગઈ. સોનું એક જ હતું, જેના ભાવ વધતા જતા હતા. એ દિવસોમાં સોનાના ભાવ ૨૧ રૂપિયા ૫ આના તોલો(૧૦ ગ્રામથી જરા વધારે)થી વધીને ૨૬ રૂપિયા સુધી પહોંચી ગયા હતા, અને એ પછી ૩૨ રૂપિયા સુધી આવી ગયા હતા. સોનાનું ઍક્સ્પૉર્ટ થવા લાગ્યું (ઇંગ્લેન્ડના ચલણી અર્થતંત્રને બચાવવા માટે ?) આ જ દિવસોમાં પ્રજામત આ સોનાના ઍક્સ્પૉર્ટના વિરુદ્ધ જવા લાગ્યો અને હિંદુસ્તાનમાં એક રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની સ્થાપના થવી જોઈએ એવી ડિમાન્ડ થવા લાગી. ૧૯૩૫માં રિઝર્વ બૅન્કની સ્થાપના થઈ. ઇંગ્લેન્ડના અર્થતંત્રને બચાવવા માટે ઇન્ડિયા સોનું ઍક્સ્પૉર્ટ કરતું રહ્યું હતું. વિશ્વબજારમાં સોનાના ભાવ સ્થિર થતાં આ સોનાની નિર્યાત બંધ થઈ ગઈ.

સર કીકાભાઈ પ્રેમચંદ લખે છે કે હિંદુસ્તાને સોનું ઍક્સ્પૉર્ટ કરીને બ્રિટિશ સામ્રાજ્ય અને યુનાઇટેડ કિંગ્ડમને વિશ્વની મંદીના શોકમાંથી બહાર નીકળવામાં જબરદસ્ત સહાય કરી હતી.

સોનાનું ઉત્પાદન એ ૧૯૩૦ના દશકમાં પણ અત્યંત કઠિન હતું. મૈસૂર (આજના કર્ણાટકમાં)ની કોલાર ગોલ્ડ ફિલ્ડ સોનાની ખાણ મદ્રાસથી ૧૨૫ માઈલ પશ્ચિમમાં હતી અને સમુદ્રતલથી ૨૮૦૦ ફીટની ઊંચાઈ પર હતી. ૧૯૩૨ના અંત તરફ એ ૬૩૮૦ ફીટ ઊંડી બની ચૂકી હતી ! સોનું પ્રાપ્ત કરવાની આવી...પ્રક્રિયામાં એક ટન પથ્થરમાંથી અંતે ૪થી ૫ ગ્રેઇન સોનું નીકળતું હતું. ૨૩,૦૦૦ મજદુરો ૨૦,૦૦૦ હોર્સપાવર મશીનરીથી એક મહિનો પરિશ્રમ કરે તો એક સામાન્ય સૂટકેસ ભરાય એટલું સોનું પ્રાપ્ત થતું હતું, જે રિફાઇન થવા માટે ગવર્ન્મેન્ટ ઑફ ઇન્ડિયાની મિન્ટમાં મુંબઈ મોકલવામાં આવતું હતું. કોલારમાં ૩૩૦ યુરોપિયનો, ૨૩,૦૦૦ ઍંગ્લો-ઈંડિઅન અને ઈંડિઅનો (એ દિવસોમાં બંનેને જુદા ગણતા હતા !) કામ કરતા હતા, જેમાંથી ૧૨,૦૦૦ ભૂગર્ભ મજદૂરો હતા. હવે વિચારો કે તમે પહેરેલી સોનાની વીંટીની પાછળ કેટલા હજાર શ્રમિકોનો પસીનો વહ્યો ?

સન ૭૭માં (ઇતિહાસકાર) પ્લીનીએ લખ્યું હતું કે નાયરોના દેશ (ભારતવર્ષ)માં સોનાની અને ચાંદીની ઘણી ખાણો છે.

હમણાં હમણાં તાજેતરની અંદર જ ભારતે બ્રિટન પાસે ગીરવે મૂકેલું 400 ટન સોના માંથી 200 ભારત લાવવાની તસ્દી લીધી છે અને એ પણ બહુ અટપટા સંજોગો સમયને આધીન રહીને!!! હજી પણ કદાચ 300 ટન જેટલું સોનું ભારતનું બહારના વિદેશોની અંદર જ સચવાયેલું પડ્યું છે જેને લોકરમાં મૂકેલું છે એવું કહી શકાય!!

2014 થી 2024 ની વચ્ચે ભારતે એની શાખ વધારીને ચોક્કસ રીતે સોનું વૈશ્વિક કક્ષાએ ખરીદ્યું છે અને એ ચોક્કસથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની શાખ ઉંચી રાખી શકે એવી વાત છે જ , પણ મારું મંતવ્ય એવું છે કે જો ભારત 27 ટન સોનાની ખરીદી કરી શકવા ને સમર્થ હોવા બાદ પણ ઇન્ટરનેશનલ ધોરણે એની પોતાની કરન્સી ઊંચી નથી લાવી શકતું, એને આપણે શું કહી શકીશું..??? અને તરત જ બીજું એવું ડિસિઝન આયુ કે બ્રિટન પાસેથી 200 ટન સોનું આપણે છોડાવ્યું કે જે ત્યાંના સેફ વોલ્ટમાં હતું, તો શું ભારતની અંદર એવો કોઈ સેફવોલ્ટ અત્યાર સુધી હતો જ નહીં??? તો અત્યાર સુધીના જે આગળના પ્રધાનમંત્રીઓ આવ્યા તેમણે બચત ક્ષેત્રે ભારતને શું આપ્યું? કશું નહીં???!  ઉપરથી લોન લે લે કરી...???  અને 2014 થી 2024 માં આરબીઆઈ અચાનક જ રિઝર્વ ફંડ ઊભું કરતી થઈ ગઈ????

પ્રોવિડન્ટ ફંડ ઈએસઆઇસી અથવા તો ઇન્સ્યોરન્સ ની કેટલી બધી મોટી માયાજાળવાળી કંપનીઓની અંદરના જે ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે એનું સરકાર શું કરી રહી છે???

જો સરકાર કશું નથી કરી રહી અને છતાં પણ જો ભારત સોનું ખરીદી રહ્યું છે તો પછી ભારતના જે ચલણી સિક્કા છે, એની શાખ વધીને નિમ્ન કક્ષાની શા માટે થતી જાય છે??

અને છેલ્લા કેટલા સમયથી ડોલરની સામે રૂપિયો 83 ઉપર અડીખમ જ છે તો ન્યુમરોલોજી વાળાને એક વિનંતી, જો કોઈ જાણતું હોય તો કે આઠ ત્રણ નો મહિમા શું છે એ સમજાવે...!!!

અત્યારે હાલના તબક્કે ભારતની અંદર જે સૌથી પહેલા તાંબાના સિક્કા હતા, તેમાંથી ક્રોમમાં આપણે આવ્યા, પછી ક્રોમ ની અંદર લોખંડ ભેળવતા ગયા, પછી પાછા એકલા લોખંડના સિક્કા આવ્યા, પછી જે પાંચ રૂપિયા અને દસ રૂપિયાના સિક્કા આવ્યા એની અંદર ક્રોમ અને તાંબુ પિત્તળ તે પંચ ધાતુનું મિશ્રણ આપણે જોવા મળ્યું, પરંતુ હમણાં તો પરિસ્થિતિ એવી થઈ છે કે સિક્કાઓ ની અંદર જે પણ ટંકશાળમાં તે થતો હોય તેની ભલે સાબિતી હોય, પણ તોય કોઈ એની ઉપર વ્યવસ્થિત રીતે મ્હોર ના મારી શકે, કે આ ભારતની ભારતીય સરકારે જ આ સિક્કો છાપ્યો હશે, કેમકે સતત એની અંદર લોખંડનું પ્રમાણ મહત્તમ જોવા મળ્યું છે...

ભારતની અંદર આવા લોખંડના સિક્કાઓનું મેનુપ્યુલેસન ખૂબ જ પ્રમાણમાં ઊંચું હું તો જોઈ રહ્યો છું, ભલે ડિજિટલ પેમેન્ટ થતું હોય પણ ઘણા લોકો એવા છે કે જે સિક્કા ની અંદર લેવડ દેવડ કરે છે...

અમે જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સપોઝ કોઈ જગ્યાએ ચલણી સિક્કા ના હોય તો એની જગ્યાએ ચોકલેટ અપાતી હતી હમણાં હમણાં જ્યારે મારી દીકરી હાઇસ્કુલમાં ભણતી હતી ક્યારે એક વેજીટેબલ શોપ વાળાએ એક અને બે રૂપિયાની કુપન કાઢી હતી!!! અને આવું તો ઘણી બધી જગ્યાએ થયા કરે છે, શું જગન્નાથજી મહારાજને આ વાતની ખબર નથી??? ભારતના આટલા બધા લોકો, જે લોકો તેમને સતત ભજે છે, તેમના માટે ભારતીય આર્થિક ઉન્નતિનો એક વિચાર શુદ્ધ રૂપ અનુસરી, ઉત્થાન નથી કરી શકતા???

દિવંગત શ્રીયુત ચંદ્રકાંત બક્ષીભાઈના પુસ્તક "ગુજરાત અને ગુજરાતી" માંથી સંકલિત અંશ લઈ આ બ્લોગનો તખતો તૈયાર કર્યો..

અષાઢી બીજ ની સૌને રથયાત્રા નિમિત્તે શુભકામનાઓ  
"जय जगन्नाथ"  

"जय जगन्नाथ" 
 ⭕♠️⭕
"जय जगन्नाथ" 
 ⭕❗⭕
"जय जगन्नाथ" 
 ⭕♦️⭕

Jay Gurudev Dattatreya


Jay Gurudev Dattatreya  
જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
જીગર ગૌરાંગ મહેતા ના સાદર પ્રણામ

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...