શિર્ષક: આર્થિક ઉન્નતી પ્રવાહ રોકતા ઓહ્મ ના નુસખા
આજની વાત ભૂલ ચૂક લેવી સાથે
આજનો આ વિષય થોડોક અટપટો છે પણ ગઈકાલે જ્યારે શ્રી જય નારાયણભાઈ વ્યાસ ની આર્થિક પ્રવાહના અનુસંધાનમાં હેમંતકુમાર શાહ સાથેની ડિબેટ જોઈ, તો ઘણી બધી વાતોની માહિતી મળી અને એમાં એ વાતોની માહિતીને આધીન અત્યારની વાતનું વિચાર વિસ્તરણ કરી શકીએ એવી પરિસ્થિતિ છે કે જે ભવિષ્યના 2026 ના બજેટ ની અંદર પ્રોક્યોરમેન્ટ શબ્દથી અનુકૂળ રહી શકે એવું છે.
ભારત સરકારે આ વખતે 48 લાખ 20 હજાર કરોડ રૂપિયાનું બજેટ પેશ કર્યું જે ગયા વર્ષ કરતા લગભગ પોણા ત્રણ લાખ કરોડ રૂપિયા વધુ હતું..
ગયા વર્ષની જીડીપીના અનુસંધાનમાં જે બજેટની રકમ હતી તેમાંની 394 લાખ કરોડ રૂપિયા 7% વધારી અને 422 લાખ કરોડની જીડીપી કરવાની વાત થઈ અને એ જ 422 લાખ કરોડ રૂપિયા માંથી બે ટકા એજ્યુકેશનના માટે આપ્યા જે એક લાખ 26 હજાર કરોડ રૂપિયા થયા જે એક્ચ્યુલી 0.3% છે પણ એજ્યુકેશન માટે આપવાનો પર્સન્ટેજ બે ટકા હોવો જોઈએ એ પણ મૂળ બજેટમાંથી તે નથી આપ્યો.. આમ તો ચાર લાખ કરોડની જોગવાઈ કરવી જોઈએ પણ એની સામે માત્ર એક લાખ 26 હજાર કરોડની જ જોગવાઈ કરી છે...
આખા ભારતમાં ટોટલ 454 ખાનગી યુનિવર્સિટી છે અને 31,000 ખાનગી કોલેજ છે ગુજરાતની અંદર જ માત્ર 44 લાખ બાળકો ખાનગી શાળામાં છે યુજીસી માંથી 100 માંથી માત્ર 26 વિદ્યાર્થીઓ જ કોલેજમાં જાય છે તો આ આંકડાની સામે આપેલ ખર્ચ ની બાહેધરી અને બાયોજરની સામે અપાતી મૂળ રકમ શા માટે અટપટી છે??? ભારતની અંદર જે વિદ્યા સહાયકોની ભરતી થતી હોય છે એમાં પણ આપણે પશ્ચિમ બંગાળમાં ચુંટણી સમયે ચોક્કસ પ્રકારનો ભ્રષ્ટાચાર જોઈ ચૂક્યા છે એના વિશે વધારે ચર્ચા નથી કરવી...
મારી પત્ની પણ ક્યારેક કહેતી હતી કે 30 કે 40 બાળકો ઉપર બે શિક્ષક હોય તેવું બાલમંદિર થી લઈને ત્રીજા ચોથા ધોરણ સુધી સારું રહી શકે
હાલમાં તો જે વિદ્યા સહાયકોની ભરતી એક બાજુ કરી રહ્યા છે અને એક બાજુ શિક્ષણની અંદર જે બજેટ છે એની ઉપરનો જીડીપીના અનુસંધાનમાં ન મુકાયેલો કાપ પણ વિશેષજ્ઞ પ્રયોજી શકે છે જે સાશ્ચર્ય સહિત પ્રશ્નાર્થ ઉભો કરે જ છે...
બીજી એક વાત એવી છે કે મનરેગા ની અંદર 54 દિવસની રોજગારી અપાય છે જેનો ખર્ચ અંદાજિત 60000 કરોડ રૂપિયા ગયા વર્ષે હતો અને થયો વર્ષે 86 હજાર કરોડ રૂપિયા ખર્ચો જ ગયા વર્ષનો બતાવે છે... તો આ વખતે બજેટના ધરાધરણોમાં એ રકમ એમણે થોડી 25 20 ટકા વધારીને કહી શકવાનો અંદાજ મુકવો જરુરી હતો પણ ફરીથી અમે તે 86,000 કરોડ જ બતાવ્યો છે.. પ્રોક્યોરમેન્ટ બજેટના લેવલ ઉપર એ 86 હજાર કરોડની જે રકમ છે તે વધીને 1,20,000 કરોડ થવી જોઈતી હતી પણ એ કરી નહીં તે પણ એક પ્રશ્ન છે... શા માટે એકના એક જ ટાર્ગેટ મૂકવા અને પછી એ ટાર્ગેટ બદલાય ત્યારે તુર્તજ ખર્ચ ની રકમ જ નવા બજેટ માં મૂકવાની????
પ્રશ્ન ગંભીર કહી શકાય...
જે રાજ્યોને ખાસ સવલત અથવા તો વિશેષ દરજ્જો આપવાની વાત છે તેવા આંધ્ર બિહાર કે બીજા રાજ્યોને સાથે સાથે લડાકની પણ વાત વિચારાય નથી કે જેના માટે સોનમ વાંગચૂકભાઈ આમરણ અનશન ઉપર ઉતર્યા હતા.. એ વખતે ચૂંટણીનો પીક અપ સમય ચાલતો હતો અને ભીનું સંકલાયું હતું.. એમનો મુદ્દો પણ ત્રિપુરા અને મેઘાણીની જેમ લદાખને ખાસ દરજ્જો આપવાની છે છઠ્ઠી અનુસૂચિ છે એના અનુસંધાનમાં જ છે... જે હાલમાં બિહાર આંધ્ર અને તેલંગાના ને સરકારે એમને માપી દીધું છે માત્ર રૂપિયાની સહાયથી...
સોનમ વાંગચુક અને સ્થાનિક લોકો લદ્દાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે. કલમ 370 નાબૂદ કર્યા પછી, લદ્દાખ એક કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે, અને જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની જેમ, અહીં કોઈ સ્થાનિક કાઉન્સિલ નથી. છઠ્ઠી સૂચિમાં સમાવેશ કર્યા પછી, લદ્દાખના લોકો સ્વાયત્ત જિલ્લા અને પ્રાદેશિક પરિષદોની રચના કરી શકશે, જેમાં સામેલ લોકો સ્થાનિક સ્તરે કામ કરશે. આ ઉપરાંત તેઓ લોકસભામાં બે બેઠકો અને કેન્દ્રીય સ્તરે રાજ્યસભામાં પ્રતિનિધિત્વની પણ માંગ કરે છે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ પહેલાથી જ છઠ્ઠી સૂચિમાં સામેલ છે, જે આદિવાસી સમુદાયને વિશેષ સુરક્ષા પ્રદાન કરે છે. આ પ્રકારના વિશેષ અધિકારો ખાસ તરત જો જ્યારે મળે ત્યારે થતા હોય છે...
એ વાત તો બાજુએ રહી અને હાલમાં આંધ્ર બિહાર તેલંગણા જેવા રાજ્યોને કોઈપણ પ્રકારની બાહેધરી વગર ત્યાંના ચીફ મિનિસ્ટરોની સાથ ગાંઠ લઈ અને નફો કેટલો આપશે એ એગ્રીમેન્ટ કર્યા વગર સીધું જ ખાસ દરજ્જો આપી દેવાની જે વાત કેન્દ્ર સરકારની છે તે મને તો યોગ્ય લાગતી નથી...
નાણાપંચ ટેક્સની આવકમાંથી રાજ્યની વસ્તી, રાજ્યની સવલત, રાજ્યની ગરીબી, રાજ્યની સ્થિતિ, રાજ્ય સરકારની સ્થિતિ અને સાથોસાથ ત્યાંની અસ્ક્યામતો અને બીજી અમુક બાબતોના નફા નુકસાનના ધોરણ ઉપર, જાણ્યા બાદ રાજ્યોને કેટલી રકમ આપવી તે નક્કી કરે છે... સીધી લાની કરવી એ કોઈ પણ સરકાર માટે ગેર વ્યાજબી ધોરણ કહી શકાય.... બિહારમાં તો એનું ઉદાહરણ સાબુ જ છે 10 પુલ તૂટી ગયા છે...
ડિબેટમાં એ વસ્તુ પણ જાણવા મળી કે 52% જીએસટી સામાન્ય વર્ગ તરફથી આવે છે અને 45% જીએસટી એ મધ્યમ વર્ગની પાસેથી આવે છે અને જે ઉપરના અતિશય કમાણી વાળા લોકો છે તે 3% માત્ર આપે છે...
ગુજરાતના રાજ્ય સરકારના બજેટમાં ભુપેન્દ્રભાઈ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે 1000 કરોડ આપશે, પણ 1000 કરોડની ફાળવણી માટેનો જે વિગતવાર હિસાબ છે તે કદાચ ખૂબ જ અટપટો છે એ પણ એક ચર્ચાનો વિષય છે કે તમે દવાઓની અંદર એ ખર્ચો આપો છો કે પછી આયુષ્યમાન કાર્ડ તરફથી જે પેકેજની સુવિધા મળે છે એની અંદર આપો છો???
બજેટની આંતરિક અને અંતિમ બાબતોનો જે નિષ્કર્ષણ આવે છે તેની અંદર ક્યાંક કોક જગ્યાએ વહીવટ અલગ પ્રકારના હોઈ શકે એવું પણ લાગી રહ્યું છે...
માણસ તરીકે મને વધારે તો ખબર નથી પણ કલમાડી નામની વ્યક્તિએ એશિયન ગેમ્સ ની અંદર ટોયલેટ પેપર ના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર આવ્યો હતો એ વાત તો જગ જાહેર છે જ...
કોર્પોરેશન હોય કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કેન્દ્ર ની રૂપિયાની ફાળવણી બાદ થયેલા ચોક્કસ કામોની અંદર પણ ક્યારેક ક્યારેક મોટા મોટા દાબડા પડતા જોયેલા છે... તો મેન્ટેનન્સ વિશે સરકાર શું વિચારે છે તે પણ કોઈ ઉલ્લેખ હજી સુધી મેં જોયો નથી... કોન્ટ્રાક્ટ કરવો એ વસ્તુ અલગ છે પણ જોગવાઈમાં એને એના ફાળવણીના રૂપિયા આપવા એ પણ એક વિષય ઉંચો છે...
જોઈએ હવે 2026 ના બજેટમાં બે વ્યક્તિઓ પ્રોક્યોરમેન્ટ શબ્દને કેવી રીતે મૂલવે છે??!!
ખુશામદીન
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ