Tuesday, May 14, 2024

આદિલ

ધર્મ અને આધ્યાત્મ નું ભેગુ જીવન ખાસ કરીને સમષ્ટિજીવનની સુવ્યવસ્થા કરે છે, જ્યારે અધ્યાત્મ, વ્યક્તિના (સમષ્ટિના નહિ) આંતરજીવનને કક્ષા પ્રમાણે ઉન્નત બનાવે છે. એટલે આધ્યાત્મિકતાનો પ્રચાર જરૂરી અને આવકાર્ય બની જાય છે પણ આધ્યાત્મિકતા, જ્યારે એક નિશ્ચિતવાદમાં સીમિત થઈ જાય છે, ત્યારે તે પણ વાડો બની જાય છે. વાડા અથવા વાદમાં સંપ્રદાય જેવા જ સંકીર્ણતા, અસહિષ્ણુતા વગેરે દોષો આવી જતા હોય છે. સાચી આધ્યાત્મિકતા વાદમુક્ત હોય, વાડામુક્ત હોય. ઊલટાનું એમ કહી શકાય કે સાચી આધ્યાત્મિકતા અને વાડાબંધી એક સાથે રહી શકે જ નહિ. આવી જ રીતે ઘણી વાર યોગ શબ્દથી પ્રયોજિત અનેક ક્રિયાઓ આધ્યાત્મિકતાની સાધના બનતી હોય છે. તમે યોગી છો ? યોગ કરો છો ? યોગ શીખવો છો ? આવા પ્રશ્નો થતા રહે છે.

... શારીરિક સ્વાસ્થ્યથી માંડીને અજબ-ગજબની સિદ્ધિઓ અને ચમત્કારોની કથાઓ યોગીજીવન સાથે સંકળાયેલી જોવા મળે છે, જે મોટા ભાગે કાલ્પનિક હોય છે. પણ જો આ કલ્પનાસૃષ્ટિને હટાવી દેવામાં આવે તો યોગ માત્ર વ્યાયામ જ બની રહે. તેનું ભારતીય આકર્ષણ ખોઈ બેસે. પરદેશમાં પણ હવે યોગનો સારો પ્રચાર થયો છે. પણ તે તન-મનને સ્વસ્થ રાખનાર સાધન તરીકે થયો છે; સિદ્ધિઓ કે ચમત્કારો માટે થયો નથી. ભારતમાં કોઈ યોગી હોય અને ચમત્કાર ન હોય તેવું ભાગ્યે જ બને.

.. કોઈ સાધક સવાર-સાંજ થોડાં આસનો-પ્રાણાયામ કરે તે સારી વસ્તુ છે. પણ કોઈ માણસ – ખાસ કરીને જવાબદાર ગૃહસ્થ—કલાકો સુધી ધ્યાનાદિ કરે તે હિતાવહ નથી. કેમકે લાંબો સમય ધ્યાનાદિ કરવાથી તેની ઇચ્છાશક્તિ ન્યૂન થઈ જાય છે. પ્રવૃત્તિ, સાહસ, આરંભ વગેરે તેને ગમતાં નથી. વ્યાપાર-નોકરી-ધંધા—સંસારપ્રવૃત્તિ વગેરેમાંથી તેના રસ ઊડી જાય છે. આવા માણસને એકાંતમાં બેસી રહેવાનું કે ભોંયરામાં પડ્યા રહેવાનું ગમે છે, આના કારણે તેના સંસાર, ધંધા વગેરેને હાનિ થાય છે. 

આવી રીતે ગુમસૂમ બેસી રહેનારને આધ્યાત્મિક માણસ કહેવાય જ નહિ, યોગનો અતિરેક અને અધ્યાત્મનું વાદાત્મક રૂપ બન્ને ભેગાં ભળે ત્યારે એક કર્તવ્યવિહીન, પલાયનવાદી સ્વકેન્દ્રિત વ્યક્તિનું સર્જન થાય છે. એ વ્યક્તિ પછી મોટા ભાગે સ્વલક્ષી સ્વકેન્દ્રિત જીવન જીવતી થઈ જતી હોય છે. તેનાં સુખ-સગવડો માટે તે અનેકોની સેવા સ્વીકારે છે, પણ તે કોઈના કશા કામમાં નથી આવતી. આ તેની સ્વકેન્દ્રિતતા છે. યાદ રહે, સાચા અધ્યાત્મ અને ગીતાપ્રયુક્ત યોગનો સ્વીકાર જ છે, જે કર્તવ્ય અને કર્મઠતાનાં પ્રબળ સમર્થક છે.

યોગ અને અધ્યાત્મના નામે ઘણી વાર અવાસ્તવિક જીવન જીવવા તરફ વળાંક અપાય છે. સર્વપ્રથમ તો સ્ત્રી-પુરુષોના કુદરતી સંબંધોને મહાપાપ, મહાવિઘ્ન, મહાવિનાશ માનીને એકબીજાથી સતત દૂર-દૂર રહેવાની પ્રેરણા અને નિયમો આપે છે. કેટલાક તો પતિ-પત્નીને ભાઈ-બહેન તરીકે જીવન જીવવાની પ્રેરણા આપે છે. આ યોગ્ય ન કહેવાય. વળી કેટલાક ખાવા- પીવાના કઠોર નિયમો પળાવે છે, આવા નિયમો પાળવામાં જ શક્તિ ખર્ચાઈ જાય અને છતાં કોઈ વાર કાંઈક ભૂલ થઈ જાય તો મહાપાપ થવાનો ભય રહ્યા કરે. 

...ઉદાહરણ તરીકે, એક ઋષિયોગી—કહેવાતા માણસે કહ્યું કે મરીમસાલા એ નર્યું ઝેર છે. તેનો ત્યાગ કરો. પ્રભાવમાં આવેલા માણસો મરીમસાલાનો ત્યાગ કરી, મીઠા-મરચાં વિનાનું ફિક્કું ખાવાનું શરૂ કરે. પરિવર્તનની અસર રહે જ, પણ ધીરે ધીરે તેનું શરીર દુર્બળ થવા લાગે. કારણ કે વર્ષોથી જે ખોરાક તેણે ખાધો હોય તે જ તેના શરીને અનુકૂળ આવી ગયો હોય, તેને છોડીને એકદમ ભિન્ન પ્રકારનો ખોરાક જલદીથી શરીરને અનુકૂળ ન આવે. સ્વાદ વિનાના ભોજનમાં જે રસો મોંઢામાં કે પક્વાશયમાં થવા જોઈએ તે ન થાય. એટલે, ખાધેલું બરાબર પચે નહિ. ધીરેધીરે આંતરાડાના રોગો થાય વગેરે. આ યોગ નથી. 

સ્વામી સચ્ચિદાનંદ 

મારા તરફથી 
વિશ્વ માતૃદિને એક પિતાની વ્યથા

મારી વાત બર અને સાધક ની ન જાણીતી વાત માં જે ભોગવટા નુ પરિબળ છે જે થકી મનુષ્ય આખો ભોગવાય છે તેમાં એનું જીવણ આર્થિક ઉપાર્જન થી દૂર રહેતા સામાજિક ગૂંચવણ મા માનસિક વિટંબણાઓ થી ઘેરાયેલું રહે છે.. તાજ નો સાક્ષી હું મારા પોતાની જાતવેદિય કાયાને ગણી શકું છું અને લોકો જાણે પણ છે.. ઘરના ભવાડા..

સાધક અને બર ના સામાજિક આકલન માં જે નિમ્ન ક રૂપી અક્ષના અ કાર નું પદાર્પણ થાય છે તો થર્મોદયનેમિક ના ઇંત્રોપી નિયમ મુજબ અવ્યવસ્થા ચોક્કસ ક્ષેત્રમાં વધે જ છે.. સાધક કે બર ની જાણ હોવા છતાં સમઝ હોવા છતાં નિષ્ક્રિય મનુષ્ય ના જીવન ની એક ગંદી ગાળ બને છે.. જે હાલમાં હું ભોગવું જ છું.. 

શિવ ને કશું ચોખ્ખું નથી ચડતું.. 
ફૂલ ભમરાથી અભડાયેલ 
ચંદ્દન સર્પવિશ થી અભડાયેલ 
ડમરું પ્રાણી ની ચામડી થી અભડાયેલ 
ભાંગ વાછરડા ના ધવેલા આંચલથી આવતા દૂધ થી અભદાયેલ 
ભસ્મ પણ સ્મશાન ની ધૂળ થી અભડાયેલ 
અને પર્વ અતિ પણ ઈર ની જોડાયેલ પરાની આંખ થી અભડાયેલ

તોપણ શિવ યાની તાંડવ વાળા ગુસ્સા ચાચા, યારાના વાળા ની પનાહ મા મુક સાક્ષી ની જેમ બરકત વિરાણી ની નહિ પણ આદિલ મન્સૂરી ની ગઝલ ને નાના બાળક સમક્ષ અનુમોદન આપે છે..

"માનવ ના થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો..
જે કંઈ બની ગયો તે બર આ બર બની ગયો.."

ખુશામદીન 
જય ગુરુદેવ દત્તાત્રેય 
જય હિંદ 
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...