Tuesday, December 12, 2023

शांति प्रार्थना

. ઋગ્વેદીય શાંતિમંત્ર
ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता । 
मनो मे वाचि प्रतिष्ठितमाविरावीर्म एधि । 
वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीः । 
अनेनाधीतेनाहोरात्रान्संदधाम्यृतं वदिष्यामि । 
सत्यं वदिष्यामि । तन्मामवतु । 
तद्वत्त्कारमवतु । अवतु मामवतु वक्तारमवतु वक्तारम् ।। 
ॐ शान्तिः ! शान्तिः ! शान्तिः !

હે સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્મા ! મારી વાણી મનમાં પ્રતિષ્ઠિત થાઓ. મારું મન વાણીમાં પ્રતિષ્ઠિત થાઓ. હે પ્રકાશસ્વરૂપ પરમાત્મા! મારી સમક્ષ આપ પ્રગટ થાઓ. તમે મારી સમક્ષ વેદના જ્ઞાનને પ્રગટ કરો. મેં સાંભળેલું (વૈદિક જ્ઞાન) મને છોડે નહિ. આ અધ્યયન દ્વારા હું રાત્રિદિવસ એકાકાર કરી દઉં. હું ઋતનું ઉચ્ચારણ કરીશ, સત્યનું ઉચ્ચારણ કરીશ. તે બ્રહ્મ મારી રક્ષા કરે, વક્તા(આચાર્ય)ની રક્ષા કરે, વક્તા(આચાર્ય)ની રક્ષા કરે.

ૐ શાન્તિ: ! શાન્તિ: ! શાન્તિ: !

૨. શુક્લ યજુર્વેદીય શાંતિમંત્ર

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात पूर्णमुदच्यते । 
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्य ते ।। 
ॐ शान्तिः ! शान्तिः ! शान्तिः ! તે સચ્ચિદાનંદ પરમાત્મા પૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ ઉત્પન્ન થાય છે. પૂર્ણમાંથી પૂર્ણ લેવામાં આવે તોપણ પૂર્ણ જ બાકી રહે છે.

ૐ શાન્તિ: ! શાન્તિ: ! શાન્તિ: !

૩. કૃષ્ણ યજુર્વેદીય કઠશાખાનો શાંતિમંત્ર

ॐ सह नाववतु । 
सह नौ भुनक्तु । 
सह वीर्य करवावहै। 
तेजस्विनावधीतमस्तु । 
मा विद्विषावहै ।

ॐ शान्तिः ! शान्तिः ! शान्तिः !

તે પરબ્રહ્મ પરમાત્મા અમારી બંને(ગુરુ-શિષ્ય) ની સાથે રક્ષા કરે. અમારું બંનેનું સાથે પાલન કરે, અમે સાથે શક્તિ પ્રાપ્ત કરીએ. અમારી બંનેની ભણેલી વિદ્યા તેજસ્વી બનો. અમે પરસ્પર દ્વેષ ન કરીએ.

ૐ શાન્તિઃ ! શાન્તિઃ ! શાન્તિ: !

૪. કૃષ્ણ યજુર્વેદીય તૈત્તિરીય શાખાનો શાંતિમંત્ર

ॐ शं नो मित्रः शं वरुणः । 
शं नो भवत्वर्यमा। 
शं न इन्द्रो बृहस्पतिः। 
शं नो विष्णुरुरुक्रमः । 
नमो ब्रह्मणे । 
नमस्ते वायो। 
त्वमेव प्रत्यक्षं ब्रह्मासि । 
त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि । 
ऋतं वदिष्यामि । 
सत्यं वदिष्यामि । 
तन्मामवतु । 
तद्वक्तारमवतु । 
अवतु माम् । अवतु वक्तारम् ।

ॐ शान्तिः ! शान्तिः ! शान्तिः !

હે પરમાત્મા! અમારા માટે મિત્રદેવ કલ્યાણકારી હો, વરુણદેવ કલ્યાણકારી હો. અમારા માટે અર્યમા કલ્યાણકારી હો. અમારા માટે ઈન્દ્ર અને બૃહસ્પતિ કલ્યાણકારી હો. અમારા માટે વિશાળ પગલાંવાળા વિષ્ણુ કલ્યાણકારી હો. બ્રહ્મને નમસ્કાર હો. વાયુને નમસ્કાર હો. તમે જ પ્રત્યક્ષ બ્રહ્મ છો. તમને જ પ્રત્યક્ષ બ્રહ્મ કહીશ. તમને ઋત કહીશ, તમને સત્ય કહીશ. તે (સર્વ- શક્તિમાન પરમાત્મા ) મારી રક્ષા કરે, વક્તા(આચાર્ય)ની રક્ષા કરે, તે મારી રક્ષા કરે, આચાર્યની રક્ષા કરે.

ૐ શાન્તિઃ ! શાન્તિ: ! શાન્તિ: !

૫. સામવેદીય શાંતિમંત્ર

ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्वक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि । 
सर्व ब्रह्मौपनिषदं माहं ब्रह्म निराकुर्या मा मा ब्रह्म निराकरोत्, अनिराकरणमस्त्वनिराकरणं मेडस्तु । 
तदात्मनि निरते च उपनिषत्सु धर्मास्ते मयि सन्ति, ते मयि सन्तु ॥

ॐ शान्तिः ! शान्तिः ! शान्तिः !

તે પરબ્રહ્મ પરમાત્મા મારાં સર્વ અંગો, વાણી, પ્રાણ, ચક્ષુ, કાન, બધી ઈન્દ્રિયો તથા બળને પરિપુષ્ટ કરે. આ બધું ઉપનિષત્-પ્રતિપાદિત બ્રહ્મ છે. હું બ્રહ્મનો અસ્વીકાર ન કરું. બ્રહ્મ મારો પરિત્યાગ ન કરે. બ્રહ્મ સાથે મારો અતૂટ સંબંધ હો, અતૂટ સંબંધ હો. ઉપનિષદોમાં પ્રતિપાદિત જે ધર્મો છે તે પરમાત્મામાં નિરત એવા મારામાં હો, મારામાં હો.

ૐ શાન્તિઃ ! શાન્તિ: ! શાન્તિ: !

૬. અથર્વવેદીય શાંતિમંત્ર

ॐ भद्रं कर्णेभिः श्रृणुयाम देवा भद्रं पश्येमाक्षमिर्यजत्राः । 
स्थिरैरङ्‌गैस्तुष्टुवाँसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ॥ 
स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः । 
स्वस्ति न स्तार्थ्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ।। 

ॐ शान्तिः ! शान्तिः ! शान्तिः !

હે દેવગણ! અમે યજન કરનારાઓ કાન દ્વારા કલ્યાણમય વાણી સાંભળીએ, આંખોથી કલ્યાણમય જ જોઈએ. ભગવાનની સ્તુતિ કરનારા અમે સુદૃઢ અંગો અને શરીર વડે દેવહિત માટે આયુષ્ય પસાર કરીએ.

ચારે બાજુ ફેલાયેલી કીર્તિવાળા ઇન્દ્ર અમારું કલ્યાણ કરે; સંપૂર્ણ વિશ્વનું જ્ઞાન ધરાવનાર પૂષા અમારું કલ્યાણ કરે; અનિષ્ટોનો નાશ કરનાર તાર્થ્ય અમારું કલ્યાણ કરે; બૃહસ્પિતિદેવ અમારું કલ્યાણ કરે.

ૐ શાન્તિ: ! શાન્તિ: ! શાન્તિ: !

(એટલે કે પરમાત્મા અમારા આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક - એમ ત્રિવિધ તાપને શાંત કરે.)

નોંધ : વૈદિક સાહિત્યનું અધ્યયન કે પાઠ કરતી વખતે, પ્રારંભમાં અને અંતે, જે-તે વેદના શાંતિમંત્રનો પાઠ કરવાની પરંપરા છે. બધી જ સારી પરંપરાઓ પાલન કરવાને પાત્ર છે.

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...