સુવાક્યો
સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. –બર્નાર્ડ શૉ
આવનાર આફતને ઠેલ્યા કરવાથી આફત ટળતી નથી, પરંતુ તેનો સામનો કરવાથી જ તેને ટાળી શકાય છે.
જ્ઞાનને ગર્વ હોય છે કે કેટલું બધું જાણું છું, ડહાપણ વિનમ્ર હોય છે કે હજી કેટલું બધું જાણવાનું બાકી છે.—વિલિયમ કાઉપર
વિશાળ હૃદય ધરાવનારા જ સાચા મિત્ર બની શકે છે. કાયર અને અધમ ક્યારેય જાણી શકતા નથી કે મિત્રતા શું છે. –ચાર્લ્સ કિંગ્સલે
વધારેમાં વધારે આગ્રહીને વિજય મળે છે. –નેપોલિયન બોનાપાર્ટ
યાદ રાખો, જે કામ તમે આજે નહિ કરી શકો તે પાંચ કે પચાસ આવતી કાલે પણ નહિ કરી શકો. – કોરલ્સ
માણસ જે કાંઈ કરે તે બધું જ શ્રેષ્ઠ થાય તે સારું હોય એવો નિયમ નથી, પણ એ જે કરે તે નિષ્ઠાપૂર્વક કરે, પ્રેમથી કરે, પોતાની કરજ સમજીને કરે એ વાત મહત્ત્વની છે. – ધૂમકેતુ
એકબીજાનો ધિક્કાર કરવા માટે આપણી પાસે જોઈએ એટલો ધર્મ છે, પણ એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખવા માટે જોઈએ એટલો ધર્મ નથી. —જોનાથનસ્વિફ્ટ
દિવસની શરૂઆતમાં કરવા જેવી સારામાં સારી પ્રાર્થના એ છે કે, આપણે એ દિવસે એક પણ પળ નકામી ગુમાવીએ નહિ.–રસ્કિન
દુનિયા અતિ અતિ કઠોર છે, અહીં દરેક ભૂલ અને દરેક દુર્બળતાનું પૂરેપૂરું વળતર ચૂકવવું જ પડે છે.
સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી. વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી. સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી. –ચાણક્ય
સારું કામ કરવા માટે ધન કરતાં પણ વધુ સરળ હૃદય અને સંકલ્પનાની જરૂર છે. –ગાંધીજી
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. –વિલિયમ જેમ્સ
ખરેખર મહાન માણસ તે જે કોઈના ઉપર સવાર થતો નથી અને તેના ઉપર કોઈ સવાર થઈ શકતું નથી. – ખલિલ જિબ્રાન
જ્યારે આપણે કોઈ કામ કરવાની ઇચ્છા રાખીએ છીએ ત્યારે શક્તિ તો એની મેળે જ આવી જાય છે. –પ્રેમચંદજી
લોકો કહે છે કે સમય સાથે બધુ બદલાઈ જાય છે, પણ સાચી હકીકત તો એ હોય છે કે તે સમયમાં માણસ બદલાઈ જાય છે દોસ્તો.
કેમકરી સહુ વિયોગની વેદના જાગી ઉઠે છે, જન્મની ઝંખના ઝુકાવીને પાંપણો ઉભો છું
હું. કોણ જાણે ઇંતેજારનો અંત ક્યાં ?
લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો એ પર્સનાલિટી’ કહેવાય, જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ ‘કેરેક્ટર' કહેવાય.
સંબંધના મોતી પરોવી રાખજો, વિશ્વાસની દોરી મજબૂત બનાવી રાખજો,
ચહેરા જોઈને માણસ ઓળખવાની કળા હતી મિત્રો, તકલીફ તો એ પડી માણસો પાસે ઘણા ચહેરા હતા.
... પ્રેમનું સર્જન નથી થતું કે વિસર્જન પણ નથી થતું, એ તો ફક્ત એક્સ ને છોડીને નેકસ્ટમાં સંયોજન પામે છે.
તમારી કમજોરી ફક્ત એવા માણસને કેજો કે જે તમારી સાથે અડીખમઊભો રહે,
કારણ કે સંબંધમાં વિશ્વાસ અને મોબાઈલમાં નેટવર્ક ના હોય ત્યારે લોકો ગેમ રમે છે.
જીવનમાં વસ્તુ વ્યક્તિને દુઃખી કરે છે, પહેલું જીદ અને બીજું અભિમાન.
જીવનમાં બે વસ્તુ વ્યક્તિને સુખી કરે છે, પહેલુ લૅટ-ગો અને બીજું કોમ્પ્રોમાઈઝ.
સવારની ચાય અને વડીલની રાય નિયમિત લેતા રહેજો, પરંતુ ગરીબની હાય અને નવરાની રાય કોઈ દિવસ ના લેવી.
ક્યારેક ઉદાસીની આગ છે જિંદગી, ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી.
હસતો અને રડાવતો રાગ છે જિંદગી, પણ આખરે તો કરેલા કર્મનો જવાબ છે જિંદગી.
જન્મ-જન્મના વેર અને તુટેલા સંબંધોય સુધરી જાય, મિત્રો બસ સામેવાળાને તમારું કામ પડવું જોઈએ.
ટેલીફોન વાયરથી બંધાયેલો હતો પણ માણસો છૂટા હતા, અત્યારે મોબાઈલ સાવ છૂટ્ટો છે પણ માણસો બંધાઈ ગયા છે.
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો, પણ તમારા દોસ્તોની યાદીમાં એક નામ અમારું પણ રાખજો.
ઓસડ/ઘરેલુ સામાન્ય વૈદોપચાર
૫૦ ગ્રામસરસવનું તેલ, ૧૨ ગ્રામખાવાનો સોડા અને ૩ ગ્રામકપૂરી ભેળવી ૪-૫ દિવસ માલિશ કરો. બળવાના દાગ દૂર થશે.શરીરના દાઝેલા કોઈપણ અંગ પર સીરસના પત્તા લગાવવાથી લાભ થશે.
અમલસાડના પત્તા દાઝેલા અંગ પર લગાવવાથીઆગ અથવા ગરમપાણીથી દાઝેલા ભાગ પર તલનો લેપ કરવાથી લાભ થશે.
જો શરીરનો કોઈ ભાગ દાઝી જાય તો નાળિયેરનું તેલ ૫૦ ગ્રામગરમકરી તેમાં ૧૨ ગ્રામકપુર ભેળવી પીસી લો. આ તેલને ઠંડુ કરી બળેલ જગ્યા પર દિવસમાં ત્રણ-ચાર વાર લગાવો. દાઝેલ ભાગને તરતજ સરસવનું તેલ લગાવવાથી ફોલ્લા નહીં પડે. છીપ ગંધક અમલસાર, ગુગળ વજન કરી સરખા ભાગે મેળવી લો. જરૂરત મુજબ બકરીનું દૂધ ભેળવી બળેલ જગ્યા પર લગાવો.
અંગોની શૂન્યતા - શરીરમાં ક્યાંય પણ લોહીની ગાંઠો જામી ગઈ હોય તો તે જગ્યા પર કુસુમ્બેના બીજ પાણીમાં ભેળવી લેપ કરવાથી લોહીનું ભ્રમણ ચાલુ થઈ જશે.
છાતીમાં બળતરા - ૨૫૦ ગ્રામઠંડા પાણીમાં લીંબુ નીચોવી પીવાથી છાતીની બળતરા અને હૃદયના ધબકારામાં આરામ થાય છે.
દાંત ચાવવા અને કુરમિયા - બે ટામેટા૫ર મીઠું, કાળામરી લગાવી રોજ સવારે ૧૫ દિવસ સુધી ખાવા. કુરમિયા મરીને બહાર આવી જશે. ૩ વર્ષથી નાના બાળકોને આપવું. આલબેન્ડાઝોલ દવા પણ કુરમિયા પર અકસીર છે.
Reference KQB Last year calander
No comments:
Post a Comment