Saturday, November 4, 2023

માર્ટીન બૂબર અને મ ક ગાંધી

કહ્યા વિના છૂટકો નથી.....કે અતિશય જગપ્રસિદ્ધ મનુષ્યને એના જ બોલેલા શબ્દોજ એની સામે અથડાય છે.. બે ઉદાહરણ...

...માર્ટિન બુબર નામના એક મહાત્માએ ગાંધીજી ૫૨ લખેલા ઐતિહાસિક પત્રની નકલ બેન્યામીને મને મોકલી હતી. અત્યારે એ પત્ર મારા હાથમાં છે. માર્ટિન બુબરે એમના પત્રમાં ગાંધીજીને રીતસર ખખડાવી નાખ્યા છે. તા. 26-11-1938ના‘HARIJAN’માં ગાંધીજીએ એક નિવેદન પ્રગટ કર્યું હતું, જેમાં જર્મનીમાં હિટલરે ગેસ ચેમ્બરમાં એકઠાં કરીને લાખો યહૂદીઓને મારી નાખ્યાં હતાં. જર્મનીમાં વસનારાં યહૂદી સ્ત્રી- પુરુષોને સત્યાગ્રહનો માર્ગ લેવાની સલાહ આપી હતી. આવા નિવેદનથી અત્યંત વ્યથિત થઇને મહાત્મા માર્ટિન બુબરે ગાંધીજીને જે પત્ર લખ્યો હતો, તેનો ટૂંક સાર અહીં પ્રસ્તુત છે....

માર્ટિન બુબર to ગાંધી 

1. તમારા જેવા સદ્ભાવપૂર્ણ માણસે કોને, કઈ જગ્યાએ, કઈ પરિસ્થિતિમાં માણસ છે, તે જોઇવિચારીને ઉદ્બોધન કરવું જોઇએ.

2. અરે મહાત્મા! તમે જાણો છો કે કોન્સન્ટ્રેશન કેમ્પ એટલે શું અને ત્યાં શું થઇ રહ્યું છે? હું નથી માનતો કે તમે જાણતા હો.

3. તમે જર્મનીમાં યહૂદીઓની જે સ્થિતિ છે, તેના દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિ સાથે સરખાવો છો. આ સરખામણી કરુણ છે અને હાસ્યાસ્પદ પણ છે. તમે બોલ્યા તેવું એક પણ વાક્ય જર્મનીમાં યહૂદી બોલે, તો તેનો ખાતમો જ બોલી જાય... આવી સરખામણી કરીને તેને આધારે તમે સત્યાગ્રહની સલાહ આપો તે વાત ગળે ઊતરે તેવી નથી.

4. તમે કહો છો કે અમારી અહિંસા લાચાર અને નબળા સમૂહની છે. ખરેખર વાત એમ નથી. નિરંતરપણે ચાલતી હિંસાહોળી સામે અમે કેવો સત્યાગ્રહ કરી શકીએ તે તમે નથી જાણતા...

5. તમે કહો છો કે અમારા પૂર્વજોએ ઇસુને ક્રોસ પર ચડાવેલા એ કલંક ` વળગેલું છે. હું તો માનુ છું કે જુદી પરિસ્થિતિમાં ભારતના લોકા તમને મારી નાખે એ પણ શક્ય છે. રાષ્ટ્રો જે મહાન હસ્તીને જન્મ આપે તેને જ ગળી જાય એવું ઘણીવાર બને છે. શું આ કલંક ગણાય?

6. મહાત્મા! આ પત્ર મેં ખૂબ જ ધીમી ગતિએ લખ્યો છે. ક્યારેક તો બે પેરેગ્રાફો લખાયા તેની વચ્ચે દિવસો વીત્યા છે. દિવસરાત મેં મારી જાતનો ઊધડો લીધો છે. મારે બળ વાપરવું નથી, પરંતુ જ્યારે અનિષ્ટ ઇષ્ટને ખતમ કરી નાખે ત્યારે મને લાગે છે કે હું બળ વાપરું અને પછી મારી જાતને ભગવાનને હવાલે ધરી દઉં. જો મારે કબૂલ કરવાનું હોય, તો સત્ય અંગે આટલું જ કહ્યું : ‘માણસ માટે ન્યાયપૂર્વક વર્તવા કરતાં ચડિયાતું બીજું કશું જ નથી, સિવાય કે પ્રેમ. આપણે જરૂર પડે ન્યાય માટે લડવા માટેની શક્તિ કેળવવી જોઇએ, પરંતુ એ લડાઇ પણ પ્રેમપૂર્ણ હોવી જોઇએ.’

***

માર્ટિન બુબર કહેતા જ રહ્યા કે પ્રેમ એ જ સંબંધ ! પ્રેમ એટલે જ મળવું. ગાંધીજીના આખરી દિવસો એ સહન કરવાના દિવસો હતા. એ હતું ‘ગ્રાન્ડ સફરિંગ.’ જીવનને સત્યની પ્રયોગશાળા ગણનારા ગાંધીજીનું આત્મબલિદાન અર્થપૂર્ણ હતું. એમના મૃત્યુએ એક બાબત સિદ્ધ કરી આપી. જીવનનું સત્ય અર્થપૂર્ણ હતું અને એમના આત્મબલિદાન થકી ભારતની બ્રાહ્મણ પરંપરાની સાથોસાથ શ્રમણ પરંપરા નુ પણ સન્માન થયું.....

રેફ્રેન્સ વિચારોના વૃંદાવન માં: ગુણવંત શાહ
રવિવાર પૂર્તિ તારીખ 5/નવેમ્બર/2023
આજની જ છાપાની બીજી હેડલાઇન...
છત્તીસગઢ। પીએમને રાહુલ ગાંધીનો સવાલ : 
દેશમાં કોઈ જાતિ નથી તો મોદી પોતાને ઓબીસી કેમ કહે છે??

સ્હેજ વિચિત્ર પણ તોય આધ્યાત્મિક જગત માં પ્રગટેલ દીવડો ચોકકસ ક્ષેત્રના પ્રકાશ થી વસ્તુ થી પરાવર્તન પામી, વસુધૈવ કુટુમ્બકમ માં પણ પોતાનો વિચાર પોતાની જાત સાથે રહે તો પણ, ક્યારેક બીજાને જવાબ આપવો ભારે પડી શકે છે.. કેમકે ક્યારેક પોતાના જ વિચાર ના કેન્દ્રીકરણ થી પ્રસરણ બાદ તે વિચાર નું સંવર્ધન વિવર્ધન લોકો જ કરે છે.. અને થરમોડાયનેમિક માં એન્ટ્રોપી અચળ રહયા કરતા હમેશા વધતી જ જોવાય છે..

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...