Thursday, October 5, 2023

મંત્ર યાની જપનામ યજ્ઞ વિશેષ

મંત્ર શા માટે બોલવો જોઈએ અથવા મંત્રરૂપી જપનામ યજ્ઞ શા માટે કરવો જોઈએ??

તમે કોઈ મંત્રનો અર્થ જાણો છો તો એ એનો ભાવ અનુવાદ જ હોય છે. સંસ્કૃત વિષયને સંલગ્ન આપણે વાત કરીએ છીએ. બાકી સંસ્કૃતના જેટલા પણ શબ્દો ગોઠવાયેલા વેદોમાં મળે છે, હા હું અહીં માત્ર વેદોની જ વાત કરું છું, જેટલા પણ શબ્દો સંસ્કૃતના ગુથાયેલા છંદ રૂપે વેદોમાં મળે છે, તે દરેકની અગ્નિ પુરાણ એકાક્ષર કોષના અનુસંધાનની અંદર ઊર્જાના કંપનનું મૂલ્ય, જો તમે સમજવા જાવ તો કદાચ તે મનુષ્ય અવતારના ધોરણે વશિષ્ઠ ઋષિ અને અરુંધતી ના પ્રણય સંબંધરૂપી ની વાતે નથી જ સમજી શકાતું.. વાત ભેદી છે જ..

પણ દરેક અક્ષરની ઉર્જા મહત્તમ રહેલી છે એ આપણે સૌ જાણીએ છીએ, તો આ ઉર્જાથી તમને ફાયદો શું થઈ રહ્યો છે એ જો સમજવું હોય તો હું સાવ સાદું ઉદાહરણ જ માત્ર અહીં આપી શકીશ..

દુનિયાના કોઈપણ ખૂણામાં જઈને તમે કોઈપણ કૂતરાને કે પછી કોઈ વાંદરાને કે જે સામાજિક પ્રાણી હોય એને, પુચકારીને બોલાવશો તો તેની સીધી નજર તથા એ નજર નું ક્ષેત્ર, તમારી નજર અને તમારા નજરના ક્ષેત્ર સાથે તાદાતમ્ય સાધવાની કોશિશ કરશે, કરશે, કરશે, કરશે, કરશે, કરશે, કરશે અને કરશે જ..આવું જ પક્ષી સંબંધ છે.. આ પુચકાર જ એ મંત્ર છે કે જે પશુ-પક્ષી અને મનુષ્ય વચ્ચે ના ક્ષેત્રનો મુકભાવનો સાક્ષી છે.. અને સૌથી મોટી વાત તો તમે એને પ્રણવાક્ષર ૐ રૂપે કોઈ જગ્યાએ લખી પણ શકતા નથી, એવી રીતે તમે માત્ર હોઠની ઔષ્ઠય ઉર્જાથી તમે એને બોલી શકો છો..

સૌથી મોટી વાત તો એ છે કે મંત્ર એટલે શું?
મન:+ત્ર= મંત્ર

તમારું જે મન છે તે કોઈપણ એક ક્ષેત્રની અંદર, જે પણ કોઈ દ્રશ્ય, પશ્ય રૂપે જુએ છે, તે જ વાત તમારા મન: મસ્તિષ્ક ની અંદર કોરાય છે અને એ જ ચોકકસ વાતનો વિચાર તમને કરવા પ્રેરે છે અને એ જ વાતનો વિચાર on the spot તમે એને શૂન્ય સ્વરૂપે લો તે શૂન્યરૂપી અસમય અવસ્થા, તમે ખુદ પોતે અને તે વખતનો તમારો વિચાર એ તમારા સ્થાનનો મુખ્ય આધારભૂત સ્ત્રોત બને છે જે તમને નવા વિચાર કરવા માટે પ્રેરણા આપે છે..
એજ મન સાથે ત્ર થઈ મંત્ર બને છે..

જુના જમાનાની અંદર જે વેદ અને ઇશાવાસ્યમનો પાયો સ્રોત ગણવામાં આવેલો છે, તેવા શ્લોકો, ઉપનિષદના શ્લોકો કે વેદોની ઋચાઓ, કે જે થકી ઋષિ, મુનિ યોગીઓને જે અક્ષરનો પરબ્રહ્મરૂપી સાક્ષાત્કાર થયો, અને એ એમણે ઉચ્ચાર્યો અને એ જે સ્વરૂપ એમના પોતાના આલય વિજ્ઞાન રૂપી, યાની ક્ષેત્રના ક્ષેત્રજ્ઞ રૂપે એમણે એમને લખીને સાક્ષાત્કાર અનુભવ અપાવ્યો છે.. 
ગાયત્રી ની અંદર તો ચોક્કસ અક્ષરોની ઉર્જા કયા કયા તલ વિકલ્પમાં કે ભૂતલમાં કે સમતલમાં મળે છે તેની પણ માહિતી આપેલી છે.. 
આથી જ અગસ્ત ઋષિ સાથે લોપા મુદ્રા નું એક પાત્ર સ્પષ્ટ રૂપે અંકન પામેલું છે અને એ પ્રતિકાત્મક વાતરૂપે સમજી શકાય એવી મુદ્દાની વાત છે..

મને યાદ છે કે જ્યારે જ્યારે હું અમદાવાદથી કલોલ રેગ્યુલર મોટર સાયકલ ઉપર જતો હતો અને આવતો હતો, તે દરમિયાન અડધો થી પોણો કલાક નો સમય ગાળો મારો મહત્તમ "ૐ નમઃ શિવાય" પંચાક્ષરી મંત્ર બોલવામાં જતો હતો ... અને એ વખતે હું બાઈક ચલાવતો હતો પણ મારું સુષુપ્ત મન ચોક્કસ રૂપે મંત્ર નો જપનામ યજ્ઞ કરતું હતું. આમ અડધો કલાક કે પછી કલાકની અંદર અગણિત સંખ્યા ના વખત "ૐ નમઃ શિવાય" જપ નામ યજ્ઞ મારા અંતરાત્માની અંદર સતત ચાલુ રહેતો હતો..

એ જપ નામ યજ્ઞનો ફાયદો મને ઘણી વખત થયેલો છે અને આજની તારીખમાં ભલે હું માત્ર દત્ત બાવની કરતો રહ્યો અને મારી ગુણ ત્રયી અવસ્થા વિવિધ સ્વરૂપે મને મળતી રહી, પણ મારું જે મૂળ મુદ્દે પોતાનું એકાકીકરણ જે કહેવાય અથવા તો જેને "એકોહમ દ્વિતીય નાસ્તિ" થી કહી શકાય એવા સ્પંદનના અહેસાસના અનુભવ સ્વરૂપે હું માત્ર એટલું જ કહી શકું છું, કે આપણે ક્યારેય પણ જપનામ યજ્ઞ ભૂલવો ના જોઈએ, કેમ કે એ તમારા કારણ, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ના મનને ચોક્કસ રૂપે સત્કર્મ માટે નિર્દેશન આપવા માટે સમર્થ રહેલ છે..

આજે મારા મિત્ર સંદીપની વર્ષગાંઠ છે પણ સંદીપના પિતા ચોક્કસ સ્વરૂપે ગાયત્રી મંત્ર જાપ કરતા હતા અને જ્યારે એમના મગજનું ખૂબ જ મોટા અકસ્માતને કારણે એમને મગજ ની સર્જરી કરાવડાવી, તે દરમિયાન પણ તેઓ પોતે ગાયત્રી મંત્ર ચાલુ રાખી શકવાને સમર્થ હતા અને એ એમની ઉર્જા જ એમને આજની તારીખ માં નવજીવન રૂપે પ્રેરણા બક્ષી રહી છે..

તમે મંત્રનો અર્થ ભલે ન જાણતા હો, પણ છતાં પણ ચોક્કસ પ્રકારના ગુરુમંત્ર મંત્રની ઉર્જા તમને તમારા પોતાના મનો મગજ મસ્તિષ્ક ની અંદર સ્પંદનોના સારા સત્કાર્મ માંના અહેસાસની અંદર ચોક્કસ ભાવ આહ્વાહન અને આવાગમન સાથે ની એક ચોકકસ સ્ત્રોતની ઉર્જા પૂરી પાડી શકવાને સમર્થ હોય છે.. જે થકી તમારું સુષુપ્ત મન તમારા પૂર્ણ કારણ અને સ્થૂળ મનને બેલેન્સ મૂડમાં રાખી શકવા માટે કાર્યરત રહે છે..

અનુભવથી ઉદાહરણ ટાંકી શકવા માટે જુઓ તો.. કોઈપણ માણસ અચાનક જ કોઈક ખરાબ કામ કરતો હોય, તો એને પેટમાં ફાળ પડતી હોય છે અથવા તો એના હાથ પગ ગાત્રો ઢીલા થઇ ધ્રૂજતા હોય છે... એ જે સંવેદનાઓ છે એ કુદરતની મહત્તમ સાક્ષાત્કારની સંવેદના છે. જે મનુષ્યને મળે તો એણે એ વખતે એકવાર એના એ કર્મ પર વિચાર કાર્ય કરવું એ સારી વાત કહી શકાય છે, જે થકી તમે ઘણી મોટી હોનારત ટાળી શકો છો... જપનામ યજ્ઞ એ તમને ચોક્કસ પ્રકારે આવી વાતોમાં હકારાત્મક પ્રેરણા બળ આપી શકે છે...

મને આજે એક જોક યાદ આવી ગયો કે જેને ભૂતકાળમાં એક ચોપડીમાં વાંચ્યો હતો. વાત ગહન હતી પણ મેં એને જોક રૂપે લીધેલી છે..
ગુજરાતના સિંધ પ્રાર્થના સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રમાં સંત મેકણ નામે એક ઋષિ થઈ ગયા જેમણે લગભગ 38 લોકો સાથે એક સાથે સમાધિ લીધેલી હતી એમાં એક કૂતરો અને એક ગધેડો પણ સામેલ હતા પણ એ સંત મેકઅણે કાપડી સમાજના સંપ્રદાયના આગેવાની હેઠળ જીનામ યજ્ઞ કર્યો હતો અને જે પણ કોઈ સામે મળે એને જી.. જી ... એવી રીતે કરીને સંબોધન આપીને જપનામ યજ્ઞ કરતા હતા... આખા અમેરિકાની અંદર અને યુરોપની અંદર તમે જો ચોખ્ખું સ્પષ્ટ રૂપે યસ yes નથી બોલતા, તો ત્યારે તમારે યા ... યા ... કરવું પડે છે અને જે એ 'યા' આવે છે, ત્યાં "અ" કારરૂપી યજન... સંસ્કૃતમાં સીધો જ એનો એકાક્ષર અગ્નિ પુરાણ કોષના લેવલ ઉપર અર્થ સધાઈ જતો હોય છે..
વધુ માહિતી માટે facebook ની નીચે આપેલી લીંક ના અંશ જોવા..


આમીન 
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:

ભારત નો પાંચ રૂપિયા નો સિક્કો 

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...