વૈજ્ઞાનિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો, લેબોરેટરી વગેરેમાં સુપર કમ્પ્યુટરની જરૂર પડે. આવા કમ્પ્યુટરોની સૌથી મોટી ખાસિયત એ છે કે એ સેકન્ડમાં અબજો કે તેનાથી વધારે ગણતરી કરી શકે. જે કમ્પ્યુટર વધારે ગણતરી કરી શકે એ વધારે સક્ષમ ગણાય. ભારતનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર ઐરાવત છે, જે 8 પેટાફ્લોપની ક્ષમતા ધરાવે છે. જગતના ટોપ- 500 સુપર કમ્પ્યુટરોનું લિસ્ટ દર 6 મહિને તૈયાર થાય છે. એ ટોપ-500ના લિસ્ટમાં ભારતના માત્ર ચાર કમ્પ્યુટર છે. અમદાવાદ માં 1 સેકન્ડ માં 1 કવાડ્રીલીઓન ગણતરી કરી શકે અને 1000 GB RAM ધરાવતું પરમ વિક્રમ લોન્ચ થયું.
અમદાવાદ ખાતે આવેલી ઈસરોની સહયોગી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)માં ગુરુવારે ‘પરમ વિક્રમ-1000' નામનું સુપર કમ્પ્યુટર કાર્યરત કરવામાં આવ્યું છે. ઈસરોના ચેરમેન પી.સોમનાથ સહિતના મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા. ‘પરમ’ એ ભારતના સુપર કમ્પ્યુટરોની સીરિઝ છે. વિક્રમ સારાભાઈની યાદમાં તેને વિક્રમ નામ અપાયું છે. ‘પીઆરએલમાં અત્યારે વપરાઈ રહેલા ‘વિક્રમ-100' કમ્પ્યુટર કરતાં આ નવું સુપર કમ્પ્યુટર દસગણું વધારે પાવરફૂલ છે.
સુપર કમ્પ્યુટરનો ઉપયોગ જટિલ ગણતરીઓ માટે થાય છે. એ માટે પણ આપણી કલ્પના બહારની હોય છે. પરમ વિક્રમ 1 પેટાફ્લોપની ક્ષમતા ધરાવે છે. એટલે કે સેકન્ડમાં 1 ક્વાડ્રિલિયન (1 પાછળ પંદર મીંડા) જેટલી ગણતરી કરી શકે છે. આપણું સામાન્ય કમ્પ્યુટર ઓક્ટા (આઠ) કૉરથી સજ્જ હોય તો પણ આપણે તેને ઝડપી ગણીએ છીએ.
ક્ષમતા વધુ અને PRL નું આ કોપૂટર 283776 કોર થી સુસજ્જ છે..
Reference: Divya Bhaskar news paper
Credit: Ahmedabad Gujarat doordarshan Kendra
No comments:
Post a Comment