Tuesday, August 5, 2025

દુર્યોધન, કેરળના પોરુવલ્લી નો દેવ

જાણીને આનંદ થયો કે દુર્યોધન અને રાવણ ને માન આપનાર હું એકલો માત્ર નથી... લેખક આનંદ નીલકંઠ શ્રી એ પણ દુર્યોધન અને રાવણને પુષ્કળ માન આપેલું છે.. મારા બ્લોગના થોડાક અંશો લખ્યા બાદ, એમના પુસ્તક અજય....  અને પાસા ફેકાય છે (દુર્યોધનનું મહાભારત) ની પ્રસ્તાવનાના થોડાક બોલ છે, વાંચવાની મજા આવશે.

વ્યંઢળ?
વ્ય યાની વ્યાપ્ત હ કારિય ક્ષેત્ર
રૂપી અન્, 
જે ઢ કાર યાની આંખેથી
ળ યાની અળાઈ ચુક્યું હોય યાની દેખાયેલા હોય
ભાગવતમાં ત્રણ પ્રકારો છે વાતચીતના
પહેલું ઉચ્ચ, યાની માત્ર આંખોથી
બીજું છે મધ્ય, યાની ઈશારાથી 
ત્રીજું છે હિન કક્ષાએ, યાની બોલીને બતાવેલ
પવિત્ર અગ્નિને પ્રણામ...જય હિંદ

કૃષ્ણે બતાવેલી બે આંગળીઓ અને દુર્યોધને બતાવેલી ત્રણ આંગળીઓ?! દુર્યોધનના મૃત્યુ સમયે!!!

સૂર્ય સાથે પૃથ્વીનો ૨૩.૫ ડિગ્રીનો ખૂણો, સીધા ધ્રુવથી બનેલો છે, જ્ઞાન છે પ્રક્ષેપ ગતિ નું… જો વધારાનો ભાર પૃથ્વી દ્વારા વધે છે, અથવા ગ્રહ બળ વચ્ચે વિચિત્ર ક્ષેત્ર આકર્ષણની લાગણી થાય છે, તો તે સમયે એક જૂનો સ્ત્રોત તૂટી જાય છે અને નવો સ્ત્રોત વિવિધ આકારો અથવા ખ્યાલ મુજબ બનાવેલા યજ્ઞની પવિત્ર અગ્નિને બચાવવા માટે આવી રહ્યો છે…

કહેવત મુજબ… નાટક આગળ વધે છે અથવા વધવુ જ જોઈએ.. આ મહાકાવ્ય ઘણા સમયથી અવિશ્વસનીય સમજણ ઉપલબ્ધ છે.. પરંતુ વાક્યો સ્વીકારવા માટે ભારે છે કારણ કે આપણે વાસ્તવિક સન આ તન આધારિત મુખ્ય ધર્મથી ઘણા દૂર છીએ..

તેને રામ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે.

ગમે તે ભોગે જ્યારે તમારા ધ્યેય સંબંધિત માન્યતા કોઈ બીજી વસ્તુનો વિરોધ કરતી હોય, ત્યારે તમે અને તમારા સમર્થક એક જ વાતનો દાવો કરી રહ્યા છો, જો તે સાચું હોય કે સમાજ કે લોકોને મદદ કરવી હોય અથવા લાંબા સમય સુધી સારું હોય તો તે સમયે પરા શક્તિ તમને ટેકો આપે, પરંતુ જો મદદ ન કરે કે ન કરે તો સત્ય સાથે જોડાયેલ, તે સમયે નવા પરા વિદ્યા સ્ત્રોત સંબંધિત માનવો દ્વારા આપમેળે અપરા વિદ્યા નાબૂદ થઈ ગઈ.. અહીં સિનની પાપ ની ગણતરી નથી!!! કૃષ્ણ કાળા ભગવાન છે, ફક્ત નવી પેઢી માટે સત્ય ગુણ પ્રવર્ધન ઇચ્છતા હતા, લોકો તેમના જન્મદિનને અષ્ટમી તરીકે ઉજવે છે, એટલે કે સ્વ આઠ… સંસ્કૃતમાં ઓછા શબ્દો આ વિગતોને મદદ કરી શકે છે..

અસ્મિન ક્ષણે …

अस्मिन् क्षणे महा बाहो… एकं, द्वितीया, तृतीया, चतुर्थी, पांचम्, षष्ठी, सप्तमी, अष्टमी, नवमी, दशमी.. अग्यारस, बारस, तेरस चौदस, पुनम्

अं / अम् मी/ अस्मिन्/अस्माकम्

અંગ્રેજી શબ્દ ME ને સમજવા માટે આ અદ્ભુત મૂળભૂત જ્ઞાન છે.. સંસ્કૃતમાંથી લેવામાં આવેલા મોટાભાગના વિવિધ ભાષાઓના શબ્દો, સમજ્યા બાદ ની જાણ કર્યા પછી, બ્રાહ્મી લિપિને સમજો… બધી રીતે શક્યતાઓ હંમેશા ઉપલબ્ધ છે..

જો તમે સારું કરી રહ્યા છો તો તમારી સફર જો તમે સારા છો, તો તમારી યાત્રા સત્યની વિગતોને નજીકથી સ્પર્શવા માટે શક્ય બની શકે છે, નહીં તો તમે ગમે તે સમયે કૃષ્ણ જન્મદિનને અષ્ટમી તરીકે અથવા રામ જન્મદિનને નવમી તરીકે બનાવી રહ્યા હોવ.. ક્યારેક તમારી ઉપલબ્ધતા દશાનન તરીકે ગમશે કે મળશે

આશા છે કે બધી બાજુથી બધું સારું રહેશે..

ખુશ ક્ષણો

જય ગુરુદેવ દત્તાત્રેય જય હિંદ

ખુશામદિન

જય હિંદ આમીન

જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

___________

લેખકની નોંધ નીલકંઠ આનંદ 

દુર્યોધન વિશે લખવાનું શું કારણ હોઈ શકે?

વર્ષો પહેલાં મેં જે અજબગજબનું દૃશ્ય જોયેલું, એ ઘણાં વાંચકોએ જોવાનું તો બાજુએ રહ્યું, કદાચ એના વિશે સાંભળ્યું પણ નહીં હોય.

મોટી ધામધૂમ હતી. આકરો તાપ અને માથે તપતો સૂરજ પણ લોકોના ઉત્સાહને વારી નહોતો શક્યો. એ દિવસે મંદિરમાં દર્શન કરવા અને શોભાયાત્રા નિહાળવા માટે એક લાખથી વધુ લોકો ભેગાં થયાં હતાં. એમાં બધી જાતિનાં સ્ત્રી-પુરુષો, બાળકો સામેલ હતાં અને એમનો આવેગ ઉલ્લાસ જોવા જેવો હતો. સહુથી મોટું આશ્ચર્ય જોકે એ વાતનું હતું કે, એ દિવસ સુધી કોઈના મોઢે મેં જેના વિશે બે શબ્દ પણ સારા નહોતા સાંભળ્યા એના માનમાં આ તહેવાર ઉજવાઈ રહ્યો હતો. ભારતીય પુરાણોમાં સહુથી વધુ વગોવાયેલો, તિરસ્કૃત થયેલો ખલનાયક દુર્યોધન, કેરળના પોરુવળી ગામના માલનાડા મંદિરમાં દેવની જેમ પૂજાતો જોયો. ત્યાં મળેલા ભક્તોનું કહેવું માનીએ તો છેક મહાભારતના કાળથી આ શોભાયાત્રાની પરંપરા ચાલી આવી છે.

મંદિર સાથે સંકળાયેલી કથા બહુ રસપ્રદ છે. ગુપ્તવેશમાં ક્યાંક છુપાયેલા પાંડવોની શોધમાં ફરતોફરતો દુર્યોધન આ ગામમાં પહોંચ્યો હતો. તરસ્યા થયેલા રાજકુમારે એક વૃદ્ધ સ્ત્રી પાસે પાણી માંગ્યું. વૃદ્ધાએ એને પાણીને બદલે પોતાની પાસે હતી એ તાડી આપી, અને દુર્યોધન પ્રેમથી ઘટઘટાવી ગયો. રહીરહીને પેલી સ્ત્રીને ખ્યાલ આવ્યો કે સામે ક્ષત્રિય યોદ્ધો ઊભો હતો, અને કુરાતી જેવી અસ્પૃશ્ય ગણાતી સ્ત્રીના હાથે અપાયેલી તાડી પીને એ ભ્રષ્ટ થઈ ગયેલો. એ સમયની પ્રચલિત પ્રથા અનુસાર અસ્પૃશ્યના હાથનું પાણી સુધ્ધાં પીનાર સવર્ણ પોતાની જાતિ ગુમાવી બેસે. આ પાપનું નિમિત્ત બનનાર અસ્પૃશ્યને ભારે સજા મળે. વળી, સામે કોઈ સામાન્ય ક્ષત્રિય નહીં રાજવી કુળનો યુવાન હતો. સાચું બોલ્યા પછી મૃત્યુદંડ જ મળશે એમાં એ સ્ત્રીને કોઈ શંકા નહોતી. પરંતુ એના પર ભરોસો કરનાર ક્ષત્રિયને છેતરવાનું એ અસ્પૃશ્યાને જચ્યું નહીં. જીવને જોખમમાં નાખીને એ સાચું બોલી ગઈ. પરંતુ પછી એના આશ્ચર્ય વચ્ચે તલવારથી એનું માથું ઉડાવી દેવાને બદલે દુર્યોધને કહ્યું, ‘માતા, ક્ષુધા અને તૃષ્ણાને કોઈ જાતિ નથી હોતી. ધન્ય છે તને, જેણે તરસ્યાની તરસ છિપાવવા માટે પોતાના પ્રાણ સંકટમાં નાખી દીધા.'

જન્મ્યા ત્યારથી ઉચ્ચ વર્ણના મોઢે માત્ર અપમાન સાંભળતાં આવેલાં ગ્રામવાસીઓ આ અનોખા ક્ષત્રિય કુમારને જોવા માટે દોડી આવ્યાં. હસ્તિનાપુરના યુવરાજે ત્યાં જાહેર કર્યું કે અહીં એક મંદિર બનશે. આસપાસનાં ગામો એણે આ મંદિરને ભેટ ચઢાવી દીધા. સાથે સાથે એણે કહ્યું કે મંદિરમાં કોઈ પ્રતિમાની સ્થાપના નહીં થાય. મંદિરના પૂજારી તરીકે અસ્પૃશ્ય ગણાતી કુરાવા જાતિના લોકો જ રહેશે.

એ ઘટનાને સદીઓ વીતી ગઈ, પણ દુર્યોધનને તાડી પીવડાવનારી એ સ્ત્રીના વંશજોનો પૂજારી બનવાનો અધિકાર હજી અખંડ રહ્યો છે. મંદિરમાં કોઈ મૂર્તિ નથી, પણ દેવ તરીકે દુર્યોધનનું નામ લેવાય છે. એની સાથે એની પત્ની ભાનુમતી, માતા ગાંધારી અને મિત્ર કર્ણને પણ અહીં દેવદેવી તરીકે માન્યતા મળી છે. લોકો માને છે કે અહીં વસતો દુર્યોધનનો આત્મા દરિદ્ર, નબળા લોકોની રક્ષા કરે છે. નિરાશ્રિત, રોગિષ્ઠ, શોષિત અને સમાજથી હડધૂત થયેલા લોકોનો આ દેવ છે.

વાત સાંભળી, ત્યારે પહેલાં તો મારે ગળે નહોતી ઊતરી. હજારો વર્ષ પહેલાં, ભારતના ઉત્તર સીમાડે વસેલા હસ્તિનાપુરનો યુવરાજ છેક દક્ષિણમાં શું કામ, કેવી રીતે આવ્યો હોય? બંને સ્થળ વચ્ચે લગભગ ત્રણ હજાર કિલોમીટર્સનું અંતર છે, પરંતુ આ પ્રશ્નનો જવાબ મારા ગાલ પર તમાચા જેવો હતો. ગામના એક જણે મને સામે પૂછ્યું, ‘આદિ શંકરાચાર્યએ એમનાં માત્ર બત્રીસ વર્ષના જીવનકાળ દરમ્યાન અનેક વાર કેરળના એક નાના ગામમાંથી દેશના બીજે છેડે આવેલા બદ્રીનાથ અને કેદારનાથ સુધીની યાત્રા નહોતી કરી?”

આ સાંભળીને મને સદીઓથી અનેક લેખકો, કવિઓની પ્રેરણાનો સ્રોત બનેલું મહાકાવ્ય, મહાભારત ફરીથી વાંચવાની ઇચ્છા જાગી ગઈ. દુર્યોધનને હવે મેં પેલા ગામના લોકોની નજરે જોવાનું શરૂ કર્યું. કથાવાર્તાઓ અને લોકપ્રિય ટીવી સિરિયલ્સમાં અત્યંત લુચ્ચા અને ઘમંડી કુરુ કુમાર તરીકે ચીતરાતા રહેલા દુર્યોધનનું સાવ જુદું સ્વરૂપ મારી નજર સામે આકાર લેવા લાગ્યું. પોરુવળી ગામના લોકોની દૃષ્ટિએ જોયેલો દુર્યોધન જિદ્દી પણ પ્રામાણિક હતો. એ શૂરવીર હતો અને પોતાને જે સાચું લાગે એના માટે લડવા તૈયાર રહેતો હતો. પાંડવો કોઈ દેવોના વંશજ હતા, એ વાત દુર્યોધને ક્યારેય નહોતી માની. આધુનિક વર્તમાન દૃષ્ટિએ જોઈએ તો ભોળી પ્રજાને મૂર્ખ બનાવવા માટે રાજકારણીઓ જે અગડમબગડમ વાતો ઘડી કાઢે છે, ખોટા પ્રચાર કરે છે, એની સાથે પાંડવોના જન્મની કથાને સરખાવી શકાય કે નહીં?

દુર્યોધનનું વ્યક્તિત્વ સોળે કળાએ ત્યારે ઉજાગર થાય છે, જ્યારે જાતિને કારણે અપમાનિત થઈ રહેલા કર્ણને એ અંગ દેશનો રાજા બનાવે છે. સૂતને રાજા બનાવીને કૌરવ કુમાર જૂની રૂઢિઓને પડકાર ફેંકે છે. અને આવું કરવામાં એનો કોઈ અંગત સ્વાર્થ નથી દેખાતો. એકલવ્ય સાથેનું એનું વર્તન, સુભદ્રા માટે અર્જુન સાથે લડવાનો નકાર, પાંડવોને લલકારવાની એની હિંમત, મિત્રોમાં એણે મૂકેલો અખૂટ વિશ્વાસ... આ બધું જુઓ તો એ કોઈ ધિક્કારપાત્ર ખલનાયક નહીં પણ મહાનાયક લાગે. દ્રૌપદી સાથે એણે જે કર્યું, એ બદલ દુર્યોધને ક્યારેય પોતાનો બચાવ નથી કર્યો, કે લાંબાલચક ખુલાસા નથી આપ્યા. એનામાં નાના મોટા દુર્ગુણો હતા એની ના નહીં, પરંતુ એ જ ખામીઓ એના માનવ હોવાનો પણ પુરાવો આપે છે. જીવતી જાગતી કઈ વ્યક્તિ સર્વગુણસંપન્ન હોઈ શકે? સામે પક્ષે પાંડવો જોકે આવો દેખાવ કરવા મથે છે. પોતે જે પણ કરે, એને યોગ્ય ઠરાવવા માટે એ લોકો ધર્મ, દૈવત્વ, ચમત્કારનો અંચળો ઓઢી રાખે છે.

કૃષ્ણ અને પાંડવોના ગુણગાન ગાતા અગણિત ગ્રંથો છે. કર્ણ અને દ્રૌપદી વિશે પણ પુષ્કળ લખાયું છે. ભીમ, અર્જુન અને કુંતી પર અનેક ભાષામાં ઉત્કૃષ્ઠ કક્ષાનું સાહિત્ય સર્જન થયું છે. પણ દુર્યોધનની દૃષ્ટિએ કેટલા જણે જોયું કે લખ્યું છે? સંસ્કૃત નાટ્યકાર ભાસે લખેલા ‘ઉરુભંગ’માં દુર્યોધનની અંતિમ ક્ષણોનું વર્ણન છે. તે ઉપરાંત મધ્યકાલિન કન્નડ કવિ રન્નાએ લખેલા ‘ગદાયુદ્ધ'માં કુરુ યુવરાજ કેન્દ્રમાં છે. બસ, આ બેને બાદ કરતા કોઈ લેખક કે કવિએ હસ્તિનાપુરના યુવરાજ પ્રત્યે સહાનુભૂતિથી નથી જોયું.

યુદ્ધમાં જે પરાભવ પામ્યા, એમની દૃષ્ટિએ મહાભારતને જોવાનો પ્રયાસ 'અજય'માં થયો છે. ‘દુર્યોધન’નો એક અર્થ, ‘જેને પરાજિત કરવો કઠિન છે' એવો થાય છે. બીજા શબ્દોમાં એને ‘અજય’ એટલે અપરાજિત કહી શકાય. કુરુ રાજકુમારનું મૂળ નામ સુયોધન હતું, પણ એને નીચો દેખાડવા માટે પાંડવોએ 'સુ'ની જગ્યાએ 'દુ' કરી દીધું. અને દુર્યોધનના નામનો બીજો અર્થ પ્રચલિત કરી દીધો— ‘જેને શક્તિ કે શસ્ત્રનો ઉપયોગ કરતા નથી આવડતું.’

દુર્યોધનની કથામાં કર્ણ, અશ્વત્થામા, એકલવ્ય, ભીષ્મ, દ્રોણ, શકુનિ અને બીજા ઘણાંની કથનીઓ વણાઈ છે. આપણે જેને ‘પેલાં’ કે ‘બીજાંઓ' કહીએ છીએ એ પરાજિત, અપમાનિત, શોષિત પીડિત લોકો આ કથા સુણાવે છે. કોઈ ઈશ્વરીય સહાય કે ચમત્કારની આશા રાખ્યા વિના, માત્ર ન્યાય પોતાના પક્ષે છે એવું માનીને જે લડ્યાં, એમની આ વાત છે.

આકરા ઉનાળાની એક બપોરે, પોરુવળીમાં લીલાછમ ડાંગરના ખેતરોમાંથી સુયોધનનું નામ લઈને શોભાયાત્રા પસાર થઈ રહી હતી, ત્યારે એક ગામવાસીએ જે સવાલ પૂછેલો, એનો મોડેમોડેથી અપાયેલો જવાબ છે અજય.

એ માણસે મને પૂછેલું, ‘અમારા દેવતા દુર્યોધન જો ખરેખર દુષ્ટ હતા તો ભીષ્મ, દ્રોણ, કૃપ જેવા મહાન લોકો અને કૃષ્ણની આખી સૈના શું કામ યુદ્ધના મેદાનમાં એના પક્ષે ઊભાં રહ્યાં?

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...