Thursday, December 21, 2023

મસ્તક નું મસ્તિષ્ક થી વિચાર અર્ક

વેદોની અંદરના ઘણા ઉપનિષદોની અંદર અને અમુક વખતની ચોક્કસ ચર્ચાઓની અંદર મસ્તક શબ્દ વાપરેલો છે. 

બે પંડિતોના શાસ્ત્રાર્થ ની અંદર જ્યારે કોઈ મુખ્ય સવાલ ઉપરનો છેલ્લો જવાબ આપવાની વખત આવે, ત્યારે એવું વેદોની અંદરના અમુક વિધાનોમાં તેઓ ઉપનિષદોની અંદરના અમુક વાક્યોમાં કહેવાયું છે, 
....કે જો .......... આમ છે તો તમારું મસ્તક છે અને....... આમ નથી તો ....... મસ્તક પડે..... 
એવી રીતે ગાઢ ભેદ વાળા શબ્દોની વાતો વણેલી છે

મસ્તક એટલે માથું અને મસ્તિષ્ક એટલે મગજ 

પરંતુ મસ્તિષ્ક અને મસ્તકનો જે સૂક્ષ્મતિસૂક્ષ્મ ભેદા ભેદ છે, તેનું ચયાપચયની રીતે જો વિશ્લેષણ કરવામાં આવે તો ચોક્કસથી એનો એક વિશિષ્ટ ખુલાસો મળી શકે છે. 

...અને છાંદોગ્ય ઉપનિષદની અંદર એવો સવાલ છે કે "પરલોક છે એ ભરાતો કેમ નથી?"

.. કેમકે આદિ અનાદિકાળથી લોકો મનુષ્ય રૂપે કે પક્ષીઓ કે પશુઓ કોઈ પણ મૃત્યુ તો પામે છે, તો એ લોકો તો બધા પરલોક મા જાય છે તો પણ પરલોક ભરાતો કેમ નથી?? 

ત્રણ વસ્તુની વાત અગત્યની થઈ 
મસ્તક 
મસ્તિષ્ક 
અને 
પરલોક ભરાતો કેમ નથી??

મસ્તક શબ્દ માટે આપણે એક બીજો શબ્દ છે સમસ્ત એ સમજવો જરૂરી છે.
સમસ્ત યાની સારામાં સારો અમ એ બધામાં હોય એવી રીતની વાત..
મસ્તક યાની જે અમ છે તે બધામાં હોય અને એવું એક ચોક્કસ ક્ષેત્ર દેખાઈ આવેલું હોય એવી રીતની વાત..
મસ્તિષ્ક યાની સારામાં સારા અમને જે ઈચ્છા હોય તે ક્ષેત્રની અંદર અડધી જોડાયેલી હોય અને એ પણ એવું ક્ષેત્ર કે જ્યાં કોઈ દિવસ કંઈ જ ખતમ ન થતું હોય એવી રીતની જે વાત છે એ વાત..

પરલોક એટલે એવું કશું છે નહીં પણ એક એવી સંજ્ઞા વાળો શબ્દ છે કે જ્યાં તમે તમારા મસ્તકની અંદર કોઈ વિચાર કરો છો તે વિચાર મસ્તિષ્ક ની અંદરથી જ બહાર આવતો હોય છે તો એ એવી રીતે કહી શકાય કે તમે તમારા મગજથી જે વિચાર કરો છો તે તમારા ચહેરા થકી જ્યારે તમે એને વાંચો અથવા વર્ણન કરો છો તો તે તમારી પોતાની આભા "ર" વધારે સારી કરી શકે છે તમારું તે જ વધારી શકે છે એ માટે જેની જે છે એ મસ્તક ના મસ્તિષ્કમાંથી આવેલ વિચાર એ ક્યારેય ખતમ નથી થતો અને એ વિચાર એ ચોક્કસ રીતે હવાની અંદર પ્રસરેલો હોય છે કેમકે વાયુની અંદરની અણુઓની ગતિ અવાજના સ્પંદનથી ચોક્કસ લહેરાતી હોય છે અને આપણે જ્યારે બોલીએ ત્યારે આપણે શરીરમાંથી ચોક્કસ પ્રકારના દબાણવાળા ક્ષેત્રમાંથી હવા ને પસાર કરીને અગ્નિના કાયા ના સ્તંભન રૂપ થકી આપણે અવાજની તીવ્રતા એનર્જી બહાર આપીએ છીએ જે લોકો સાંભળે છે કદાચ આ વાત સમજવી બહુ અઘરી છે પણ છતાં પણ આ વાત એટલી જ સરળ છે કે જ્યારે તમે કોઈપણ વિધાન શબ્દ કે અક્ષર બોલો તો તે વખતે તમારા મોની અંદરની સ્થિતિ અને તે સમયની સ્થિત પ્રજ્ઞતા અને તે દરમિયાન તમારા અંદર ગળામાં થતું ઘર્ષણ એ ચોક્કસ સ્પંદન તમને આપે છે અને સામેવાળા વ્યક્તિને પણ એ મુજબ જ તમને એ એનર્જી આપવાની વિચારણા કરતી હોય છે

પરલોક એટલે કે ચોક્કસ પ્રકારનું એવું ક્ષેત્ર કે જ્યાં ગણિત તે જો વિચારોની વૃદ્ધિ થયેલી હોય છે અને એ વિચારો તમારા મગજની અંદર આવે એવી કોઈ એક અંતઃસ્થ પૂર્ણ તમારી પોતાની અને એ થકી તમે તમારું પોતાનું મન એ જ એ પરલોક થકી ના વાણી વર્તન વિચારથી પોતાની જાતને શોભાયમાન કરવા માટે મસ્ત મસ્ત અને મસ્તિષ્ક ની વાત કવાંતમ થી પ્રસરાવે... છે જેને સાચું અને સારું લોકોના વાતચીત ના નિષ્કર્ષ થી ફાયદો હોય ત્યાં સુઘી ટકે છે જે શાશ્વત સત્ય ગણાય છે.. ના હોય તો તે અમ રૂપી ક્ષેત્રના અર્કના ફાયદા સુઘી મસ્તક માનો મસ્તિષ્કી વિચાર ટકે છે બાદ માં તે ક્ષેત્ર યાની વિચાર ક્ષેત્ર કે જે ભાષા રૂપી વાણીના ઊર્જા સમાન ક્ષેત્રના મૂળિયા સુધ્ધા સમૂળગું નાશ પામે છે...
દેશ વિદેશ અને દુનિયા માં ઘણી જાતો પ્રજાતિ નાશ પામેલ છે જ.. જે ભાષા વિદો ને માહિતી છે જ..

જય ગુરૂદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
ખૂબ મોટી વાર્તા માત્ર તસ્વીર માં.. આમીન 

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...